________________
Shri Ashtapad Maha Tirth
પર્વતની ભૂમિ વિષમ કરવામાં આવી. બત્રીસ કોશ ઊંચો એવો અષ્ટાપદ પર્વત છે. તેમાં એક એક યોજનને આંતરે યોજન યોજન પ્રમાણનાં આઠ પગથિયાં સ્થાપ્યાં. એમ અષ્ટાપદ તીર્થની સ્થાપના કરી પછી ભરત મહારાજા આરિસાભવનમાં કેવળજ્ઞાન પામી મુક્તિપદને પામ્યા. અનુક્રમે આઠ પાટ સુધી પટધારીઓએ આરિસાભવનમાં કેવળજ્ઞાન મેળવ્યું. આ વાત ઠાણાંગ સૂત્રના આઠમા સ્થાનમાં જણાવેલી છે. આ ચાલતી પાંચમી પૂજામાં શ્રી અષ્ટાપદગિરિની સ્થાપના તથા ચોવીસે પ્રભુના જૈન પ્રાસાદો વગેરેનું વર્ણન કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજે પ્રકાશિત કરેલ છે.
અર્થ – ભવિક જીવને નિર્મળ બોધ કરવામાં સૂર્ય સમાન અને સુગુણનો જે રાગ તે રૂપ વાટથી સહિત એવા જિનગૃહમાં શુભ દીપક પ્રભુની આગળ ધારો ॥૧॥
॥ મંત્ર પૂર્વવત્ જાણવો. શ્લોકા
ભવિકનિર્મલબોધદિવાકર, જિનગૃહે શુભદીપકદીપકમ્ ॥ સુગુણરાગસુવૃત્તિસમન્વિત, દધત નાથપુરઃ શુભદીપકમ્ ॥
-
॥ ષષ્ઠ અક્ષત પૂજા પ્રારંભ ॥
(દોહા)
અર્થ હે ભવ્ય જીવો ! અક્ષતની પૂજા સુખને દેવાવાળી છે. વિદ્યાધરે જેમ સુખ મેળવ્યું તેમ ઘણા પ્રકારોથી તમે છઠ્ઠી પૂજા કરો
॥૧॥
છઠ્ઠી પૂજા ભવી કરો, અક્ષતની સુખકાર ॥ જિમ વિદ્યાધર સુખ લહે, કીજે તેહ પ્રકાર ॥૧॥
Ashtapad Tirth Pooja
॥ ઢાળ ||
(તીરથપતિ અરિહા નમું, ધર્મધુરંધર ધીરોજી એ દેશી) પચાસ લાખ કોડી સાગરૂ, આર્ય ઋદ્ધિ પ્રમાણજી ॥ શાસન અચલ પ્રભુ ઋષભનું, સુરપદ શિવપદ ખાણજી સુરને શિવપદ ખાણ પરગટ, પાદ અસંખ્ય મુગતે ગયા ॥ વળી સર્વાર્થસિદ્ધ પહોંતા, સિદ્ધદંડીમાં કહ્યા ॥
પદ વિના નૃપ સિદ્ધિ વરિયા, સંખ્ય અસંખ્ય ગણના કહી ॥ નૃપરાજ બળિયા સિંહ સમવડ, વર્ણન આગમમાં સહી. ॥ ૧ ॥
-
બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય વળી શૂદ્ર, જે વર્ણ એ ચાર અઢારજી ॥ એક એકમાં શિવ પદવી વર્યાં, સંખ્ય અસંખ્ય અપારજી ॥ સંખ્ય અસંખ્ય જિન મુક્તિ પહોંતા, વર્ણ ચાર અઢારમાં ॥ ધન્ય ધન્ય સહુ એ ઋષભ શાસન, કૃતારથ જયકારમાં ॥ દીપ્પેશે તાપસ જોગી જંગમ, મિથ્યા ગુણ ઠાણું તજી || સમકિત પામી ક્ષાયક શ્રેણી, વેગે સિદ્ધિવહુ ભજી ॥ ૨ ॥
as 348 a