________________
શ્રી મહાવીરસ્વામી સુધીના દશ તીર્થંકરોનાં બિબો ભરાવ્યાં. આ પ્રભુનાં બિબોની નાસિકાનો અગ્રભાગ સરખો રાખ્યો અને લાંછનો, વર્ણ, દેહપ્રમાણ, યક્ષ અને યક્ષણીઓ, બધાંની મૂર્તિઓ પ્રમાણસર ભરાવી. તેમાં લાંછન અને વર્ણનો રંગ યથાસ્થિત એટલે જેવો હતો તેવો બતાવ્યો. પોતાના સિવાય નવાણુ ભ્રાતા, મરૂદેવી માતા, અને બ્રાહ્મી સુંદરી બહેનો પ્રમુખ પરિવાર સહિત રત્નની પ્રતિમાઓ ભરાવી તેથી શ્રી અષ્ટાપદતીર્થ પ્રત્યક્ષ મુક્તિના પગથિયાંરૂપ હોય એવું ભાસવા લાગ્યું. આવું અષ્ટાપદતીર્થ જય પામો અને ભરતજીને પણ ધન્યવાદ હો !
હવે તીર્થરાજને વધાવવાની વિધિ દેખાડે છે- કેસરથી પીળા કરેલા ચોખાને થાળમાં ભરી પ્રભુને વધાવો એવી ઉદ્ઘોષણા કરવામાં આવી, રત્ને વધાવો. ફૂલડે વધાવો તેમાં ભરતનાં નંદન સૂર્યયશા પણ રત્ને કરીને વધાવે છે. ત્યાર પછી ચન્દ્રયશા મોતીએ વધાવે છે. સુભદ્રા શ્રાવિકા પણ રત્ને વધાવે છે. ઇક્ષ્વાકુકુળમાં અજવાળું થાય છે. સંઘની વિનંતિથી સંઘવીઓ અને પૂજા કરનારઓ શ્રી અષ્ટાપદતીર્થને ચોખાથી ફૂલથી અને સાચા મોતીથી વધાવો કરે છે. આવું શ્રી અષ્ટાપદતીર્થ જયવત્તું વર્તો.
Shri Ashtapad Maha Tirth
।। ઢાળ |
(અબોલા શ્યાના લ્યો છો-એ દેશી)
ભરતજી ચિંતે આગળ ભાવી, કોડાકોડી સાગરમાન ॥ તીર્થ એહ જગ જયવંતુ ॥ આગળ વિષમ કાળથી હોશે, લોભી લોક અજાણ
11 cilio 11911
તીરથ અશાતના કોઈ કરશે, ચિંતે ભરત નરેશ, તીર્થ પર્વત ભાગની ભૂમિ જે, વિષમ કીધી પાજ પ્રવેશ
અનુક્રમે આઠ પાટ લગે કેવળ, ઠાણાંગસૂત્રમાં આઠમે ઠાણે, જો
બત્રીસ કોશનો પર્વત ઊંચો, આઠ ચોક બત્રીસ, તીર્થ યોજન યોજન અંતરે કીધાં, પગથિયાં આઠ નરેશ
॥ તીર્થ "જ્ઞા ઈમ અષ્ટાપદ તીરથ સ્થાપી, અનુભવી ભરત મહારજ, તીર્થ આરિસા ભુવનમાં કેવલ લહીને, લીધાં મુક્તિનાં રાજ
11 clei 0 11811
આરિસા જો નામ
॥ તીર્થ૦ ॥૨॥
ભુવન મઝાર, તીર્થ
વિચાર
॥ તીર્થ "પા
પાંચમી પૂજામાં તીરથ સ્થાપન, અષ્ટાપદ ગિરિરાજ, તીર્થ દીપવિજય કવિરાજ પ્રભુજી, ચોવીસે જિનરાજ
॥ તીર્થ ॥૬॥
અર્થ ભરતચક્રવર્તી અષ્ટાપદજીની રક્ષાને માટે ભારે વિચાર કરે છે. ચોથા આરાનું એક કોડાકોડી સાગરોપમનું માપ છે. તે ચોથા આરામાં દિનપ્રતિદિન વિષમકાળ હોવાથી તેમ જ અવસર્પિણી કાળ હોવાથી ભવિષ્યમાં કોઈ આશાતના ન કરે, તેથી અષ્ટાપદજીની ભૂમિ ઉપર પ્રવેશ કરવા માટે
. 347 -
Ashtapad Tirth Pooja