________________
Shri Ashtapad Maha Tirth
એક હજાર વરસ લગે જિનજી, છદ્મસ્થાલય પાળે છે. તેહમાં એક વર્ષ તપ કીધું, સકલ કર્મમલ ટાળે છે અ) ૧૩ પારણું કીધું ઈશુરસથી, દાતા નૃપ શ્રેયાંસ છે. ચિત્ત વિત્ત ને પાત્ર વડાઈ, ઈક્ષાગકુલઅવતંસ છે અO I૧૪મા ઋષભ પ્રભુને ઈક્ષરસ છે, ત્રેવીસ જિનને ખીર છે. ઋષભ પ્રભુને દાતા ક્ષત્રી, ત્રેવીસ બ્રાહ્મણ ધીર અ. ૧પ નિયમા દેવલોકનાં આયુ, બાંધે કે શિવ જાવે છે.
દીપવિજય કવિરાજ દાનના, મહિમા એ કહાવે છે અO |૧૬II અર્થ – હવે પ્રભુની રાજનીતિ વખાણે છે. ઇન્દ્ર અડતાલીસ કોસનો મંડપ રચી, પ્રભુજીને સુનંદા અને સુમંગલા નામની રાણીઓ પરણાવી. અવસર પામીને આ અવસર્પિણીકાળમાં પ્રથમ તીર્થંકરનો સાંસારિક અને ધાર્મિક વહેવાર સાચવ્યો. એવી રીતે ઉત્સર્પિણીકાળમાં છેલ્લા તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુ જેવા થશે તે સમયમાં કુલકર વગેરેની વહેવારનીતિ પણ ઈન્દ્ર સાચવશે. હવે પ્રભુજીને સિંહાસન ઉપર સ્થાપન કરે છે. જળ અભિષેક બહોળા પ્રમાણમાં કરે છે; ચામર અને છત્ર વગેરે રાજચિહ્નો અને અલંકાર પ્રભુને અર્પણ કરે છે. તે વખતે યુગલિયાઓ કમલના પડિયામાં જળ ગ્રહણ કરીને પ્રભુનો અભિષેક કરવા આવે છે. પ્રભુનો અંગૂઠો જળ વડે સિંચન કરે છે કારણ કે શરીર ઉપર જો અભિષેક કરે તો પ્રભુનાં વસ્ત્રાદિક ભીંજાઈ જાય. તે વખતે યુગલિયાઓનો આવો વિવેક જાણી યુગલિયા વિનીત હોવાથી તે વાતાવરણનું ધ્યાન આપીને ઈન્દ્ર મહારાજે વિનીતા નગરી વસાવી. આ નગરીનું બીજું નામ અયોધ્યા છે. તે નગરીને મંદિરો વગેરેથી સુશોભિત બનાવી. આ નગરી જંબૂદ્વીપની દક્ષિણ દિશાના દરવાજાથી એકસોને પચીસ યોજન દૂર છે. તેમ જ મધ્ય વૈતાઢ્ય પર્વતથી પણ વિનીતા નગરી એકસો પચીસ યોજન દૂર છે. આ વાત જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિમાં ગુણના સમૂહરૂપ એવા ગણધર ભગવંતો પ્રકાશિત કરે છે. ત્યાર પછી ઋષભદેવ પ્રભુ પ્રથમ રાજા બની પાંચ શિલ્પ (કળાવિશેષ) પ્રગટાવે છે. આ કળાના વીસ વીસ ભેદ હોવાથી સો (૧૦૦) ભેદ થાય છે. ત્યાર પછી પુરુષની બહોતેર કળા અને સ્ત્રીઓની ચોસઠ કળા તેમ જ લેખન, ગણિત અને અઢાર પ્રકારની લિપિ પ્રભુ બતાવે છે. પછી પોતાના સો (૧૦૦) પુત્રોને જુદા જુદા દેશ આપી, પોતાનો વહેવાર (કલ્પ) સાચવે છે. વળી, રાજનીતિ અને ચતુરંગિણી સેના વડે આર્યખંડરૂપ ભરતક્ષેત્રને સુશોભિત બનાવે છે. તે ૧ થી ૯ ||
શ્રી ઋષભદેવ ભગવાન કુમાર અવસ્થામાં ત્રીસ લાખ પૂર્વ રહ્યા, ત્રેસઠલાખ પૂર્વ રાજ્ય પાળ્યું. એવી રીતે ગૃહસ્થાવાસમાં ત્યાસી લાખ પૂર્વ વ્યતીત થયાં, પછી સંવત્સરી દાન દઈ ભોગ્ય કર્મને ક્ષીણ કરી, ચૈત્ર વદી આઠમને દિવસે પ્રભુ ચાર હજાર મુનિવરની સાથે અયોધ્યા નગરીના પુરિમતાલ નામના ઉદ્યાનમાં સંયમ ગ્રહણ કરે છે. “નમો સિદ્ધાણ...” પદ બોલી અનાદિકાળનું શાશ્વત સૂત્ર “કરેમિ સામાઈયે” ઈત્યાદિ ઉચ્ચારી સર્વવિરતિ ગ્રહણ કરે છે. તે વખતે પ્રભુનું દીક્ષા કલ્યાણક થતાં ચતુર્થ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. આવા ત્રણે કાળમાં અનાદિ અનંત સ્થિતિ પણે અવસ્થિત ભાવો થયા, થાય છે અને થશે. તે ૧૦ થી ૧૨ છે
દીક્ષા ગ્રહણ કર્યા બાદ એક હજાર (૧૦૦૦) વર્ષ છદ્મસ્થ અવસ્થાનાં વ્યતીત થયાં. તેમાં વરસીતપ વગેરે તપ કરી કર્મમલને ઘણાં ધોઈ નાખ્યાં. વરસીતપનું પારણું શ્રી શ્રેયાંસકુમારના હાથથી શેરડીના રસ વડે થયું. તે વખતે ચિત્ત, વિત્ત અને પાત્રની વડાઈ થઈ. ઈક્વાકુ કુળના મુગટ સમાન ભગવાન શોભવા લાગ્યા. ઋષભદેવપ્રભુને પ્રથમ ઈક્ષરસથી પારણું થયું, અને ત્રેવીસ જિનને પરમાન (એટલે ખીર)થી પારણું થયું. ઋષભદેવ ભગવાનને સુપાત્રદાનમાં વહોરાવનાર કોઈ ક્ષત્રિય પુરુષ હતો
- 341 2
Ashtapad Tirth Pooja