________________
શ્રી દીપવિજયજી
કૃત
અષ્ટાપદજીની પૂજા
(સાથે) છેપ્રથમ જલપૂજા પ્રારંભ |
(દોહા) ઋષભ શાંતિ નેમિ પ્રભુ, પારસ શ્રીમહાવીર | નમું પદપંકજ તેહનાં, જે જગતારણ ધીર ૧ પૂજન દોય પ્રકારનાં, જિન શાસનમાં જેહ | દ્રવ્ય ભાવ પૂજા બહુ, મહાનિશીથમાં તેહ પારા ભાવસ્તવ મુનિવર કરે, ચારિત્ર જિન ગુણગ્રામ | જેહથી શિવસંપદ વરે, અક્ષય અવિચલ ઠામ II દ્રવ્યસ્તવન જિનપૂજના, વિવિધ પંચપ્રકાર | આઠ સત્તર એકવીસની, અષ્ટોત્તર જયકાર પત્તા શ્રાવક કરણી હોય છે, દ્રવ્ય ભાવ ગુણગ્રામ | સીંચે ભાવ જળે કરી, સમકિત તરુવર ઠામ પા ભાવે બહુ ફળ સંપજે, ગુણી ગુણાકર જેહ | વર્ણવું ભાવ પૂજક ગુણી, વર્તમાન ગુણ ગેહ ૬
અર્થ – પ્રથમ ઋષભદેવ, સોળમા શાન્તિનાથ, બાવીસમા નેમિનાથ, ત્રેવીસમા પાર્શ્વનાથ, ચોવીસમાં મહાવીરસ્વામી. એ પાંચ પ્રભુ ત્રણ જગતના તારનારા અને ધીર એવા ગુણથી સહિત છે, તેમનાં ચરણકમલમાં હું (એટલે પૂજાના રચનારા શ્રીદીપવિજયજી) નમું છું. તેના
જિનશાસનમાં પૂજા બે પ્રકારની કહી છે. પ્રથમ દ્રવ્યપૂજા અને બીજી ભાવપૂજા. આ બન્ને પૂજાનો અધિકાર ઘણા વિસ્તારથી મહાનિશીથસૂત્રમાં આપ્યો છે. રા
ભાવપૂજા મુનિવર કરી શકે છે. તેમાં ચારિત્રનું અને જિનેશ્વર ભગવાનના ગુણસમૂહનું વર્ણન કરે છે. આ ભાવ પૂજાના પ્રભાવથી મુનિવરો અક્ષય અને અવિચલ સ્થાનરૂપ મુક્તિની સંપદા વરે છે. કા.
Ashtapad Tirth Pooja
-
330
–