________________
સુંદરી અને ૯૮ ભાઈઓ છે
પ્રસ્તાવના :
ભરત રાજા જ્યારે છ ખંડો જીવતા નીકળે છે ત્યારે તેમની બહેન સુંદરી દીક્ષાની અનુમતિ માંગે છે પરંતુ ભરત રાજા અનુમતિ આપતા નથી. ૬૦ હજાર વર્ષ પછી જ્યારે તેઓ છ ખંડો પર વિજય પ્રાપ્ત કરીને પાછા આવે છે ત્યારે અત્યંત દુર્બળ થયેલી સુંદરીને જોઈને આશ્ચર્યસહિત ખેદ પામે છે. ભરતે સુંદરીને દીક્ષા લેતાં રોકી ત્યારથી તેણે આયંબિલ તપ આરંભ્યો પરિણામે શરીર અત્યંત કશ થયું. સુંદરીએ ભરત સન્મુખ પોતાની દીક્ષાની ભાવના અભિવ્યકત કરી.
સુંદરીની વાત સાંભળી ભરતરાય બોલ્યા- “અહો ! પ્રમાદ અથવા સરલપણાથી હું આટલા વખત સુધી તેના વ્રતમાં વિદનકારી થઈ પડયો. આ પુત્રી તો પિતાજીને અનુરૂપ (સદશ) થઈ અને અમે પુત્રો હંમેશાં વિષયમાં આસક્ત તથા રાજ્યમાં અતૃપ્ત રહેનારા થયા! આયુષ્ય સમુદ્રના જળતરંગની જેવું નાશવંત છે, એમ માર્ગનું અવલોકન કરી લેવાય તેમ આ ગત્વર આયુષ્યથી સાધુજનની જેમ મોક્ષ સાધી લેવો એ જ યોગ્ય છે. માંસ, વિષ્ટા, મૂત્ર, મળ, પ્રસ્વેદ અને વ્યાધિમય આ શરીરને શણગારવું તે ઘરની ખાળને શણગારવા જેવું છે! હે બેન ! તમને શાબાશ છે કે તમે આ શરીરથી મોક્ષરૂપ ફળને ઉત્પન્ન કરનાર વ્રત ગ્રહણ કરવાને ઇચ્છો છો. નિપુણ લોકો લવણસમુદ્રમાંથી પણ રત્નને ગ્રહણ કરે છે” હર્ષ પામેલા મહારાજાએ આ પ્રમાણે બોલી દીક્ષાને માટે આજ્ઞા કરવાથી, તપથી કૃશ થયેલી સુંદરી જાણે પુષ્ટ હોય તેમ હર્ષથી ઉલ્લાસ પામી.
એ સમયે જગતરૂપી મયૂરને મેઘ સમાન ભગવાન્ ઋષભસ્વામી વિહાર કરતા અષ્ટાપદગિરિએ આવીને સમોસર્યા. જાણે રત્ન, સુવર્ણ અને રૂપાનો બીજો પર્વત હોય તેવું તે પર્વત ઉપર દેવતાઓએ સમવસરણ રચ્યું અને તેમાં બેસી પ્રભુ દેશના આપવા લાગ્યા. ગિરિપાલકોએ આવી તત્કાળ ભરતપતિને તે નિવેદન કર્યું. મેદિનીપતિને એ વૃત્તાંત સાંભળવાથી ભરત ક્ષેત્રના પખંડના વિજયથી પણ અધિક પ્રમોદ થયો. સ્વામીના આગમનને કહેનારા તે બૃત્યોને તેમણે સાડી બાર કોટી સોનૈયાનું પારિતોષિક આપ્યું અને સુંદરીને કહ્યું‘તારા મનોરથની મૂર્તિમંત જાણે સિદ્ધિ હોય તેવા જગગુરુ વિહાર કરતા અહીં આવ્યા છે.” પછી ચક્રીએ દાસીજનની જેમ અંતઃપુરની સ્ત્રીઓની પાસે સુંદરીનો નિષ્ક્રમણઅભિષેક કરાવ્યો. સ્નાન કરી, પવિત્ર વિલેપન કર્યા પછી જાણે બીજાં વિલેપન કર્યું હોય તેવા છેડાવાળા ઉજ્જવળ વસ્ત્ર અને ઉત્તમ રત્નાલંકાર સુંદરીએ પહેર્યા. જો કે તેણે શીલરૂપ મહાઅલંકાર ધારણ કરેલ હતો તો પણ આચાર જાળવવાને માટે તેણે બીજ અલંકારો સ્વીકાર્યા. તે વખતે રૂપસંપત્તિ વડે શોભતી જંગમ સુંદરીની પાસે સ્ત્રીરત્ન સુભદ્રા દાસી જેવી લાગતી હતી. શિયળ વડે સુંદર તે બાળા જંગમ કલ્પવલ્લીની જેમ યાચકોને જે માગે તે આપતી હતી. હંસી
Sundari & 98 Brothers Vol. VI Ch. 39-o, Sundari & 98 Brothers
Pg. 2711-2716
- 284
-