________________
Shri Ashtapad Maha Tirth
નહીં એવો આચાર છે. તે સમયે ભરતરાજાના આશ્રિત દશહજાર રાજાઓએ પણ દીક્ષા લીધી, કેમ કે તેવા સ્વામીની સેવા પરલોકમાં પણ સુખ આપનારી થાય છે.
પછી પૃથ્વીના ભારને સહન કરનારા ભરતચકીના પુત્ર આદિત્યયશાનો ઇંદ્ર રાજ્યાભિષેક ઉત્સવ કર્યો.
ઋષભસ્વામીની જેમ મહાત્મા ભરતમુનિએ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ગ્રામ, ખાણ, નગર, અરણ્ય, ગિરિ અને દ્રોણમુખ વગેરેમાં ધર્મદેશનાથી ભવી પ્રાણીને પ્રતિબોધ કરતાં, પરિવાર સહિત લક્ષ પૂર્વ પર્યત વિહાર કર્યો. અંતે તેમણે પણ અષ્ટાપદ ઉપર જઈ વિધિસહિત ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. એક માસને અંતે ચંદ્ર શ્રવણ નક્ષત્રનો હતો તેવે સમયે, અનંત ચતુષ્ક (અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય) સિદ્ધ થયા છે જેમને એવા તે મહર્ષિ સિદ્ધિક્ષેત્રને પ્રાપ્ત થયા.
એવી રીતે ભરતેશ્વરે સિત્તોતેર પૂર્વલક્ષ કુમારપણામાં નિર્ગમન કર્યા, તે વખતે ભગવાન ઋષભદેવજી પૃથ્વીનું પ્રતિપાલન કરતા હતા. ભગવંત દીક્ષા લઈ છાસ્થ અવસ્થામાં એક હજાર વર્ષ રહ્યા, તેમ તેમણે
એક હજાર વર્ષ માંડલિકપણામાં નિર્ગમન કર્યા. એક હજાર વર્ષે ઓછા એવા છ લક્ષ પૂર્વ તેમણે ચક્રવર્તીપણામાં નિર્ગમન કર્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી વિશ્વના અનુગ્રહને માટે દિવસે સૂર્યની જેમ તેમણે એક પૂર્વ સુધી પૃથ્વી ઉપર વિહાર કર્યો. એ પ્રમાણે ચોરાશી પૂર્વ લક્ષ આયુષ્યને ભોગવી મહાત્મા ભરત મોક્ષ પ્રત્યે પામ્યા તે વખતે તત્કાળ હર્ષ પામેલા દેવતાઓની સાથે સ્વર્ગપતિ ઇંદ્ર તેમનો મોક્ષમહિમા કર્યો.
આમ, અહીં ભરતરાજાએ ભાવેલી અનિત્ય ભાવના તથા તેમનું મોક્ષગમન વર્ણવ્યું.
-
283
-
Bharat Chakravarti