________________
કાલ-ચક્રના એક પડખે આ અવસર્પિણી (કાલ) માં આપના જન્મને વિષે ત્રીજો આરો સુવર્ણમય હોય તેમ શોભી રહ્યો. (૭)
जम्मि तुमं अहिसित्तो, जत्थ य सिवसुक्खसंपयं पत्तो । ते अट्ठावयसेला, सीसाभेला गिरिकुलस्य ॥ ८ ॥
(यत्र त्वमभिषिक्तो यत्र च शिवसुखसंपदं प्राप्तः तावष्टापदशैली, शीर्षापीडौ गिरीकुलस्य || )
જે સુવર્ણના ગિરિ ઉપર આપનો (જન્મ) અભિષેક થયો તે એક અષ્ટાપદ (મેરૂ) પર્વતે તેમજ જયાં આપ શિવ સુખની સંપત્તિ (નિર્વાણ)ને પામ્યા મે (વિનીતા નગરીની સમીપમાં રહેલો આઠ પગથીઆવાળો) બીજો અષ્ટાપદ પર્વત, એ બે પર્વતો (સમસ્ત) પર્વતોના સમૂહના મસ્તકને વિષે મુકુટરૂપ થયા. (૮)
धन्ना सविम्हयं जेहिं, इत्ति कयरज्जमज्जणो हरिणा । चिरधरिअनलिणपत्ताऽभिसे असलिलेहिं दिट्ठो सि ।। ९ ।। (धन्याः सविस्मयं यैर्झटिति कृतराज्यमज्जनो हरिणा । चिरघृतनलिनपत्राभिषेकसलिलैर्दृष्टोऽसि ।।)
હે જગન્નાથ ! ઇંદ્ર દ્વારા જલદી રાજ્યાભિષેક કરાયેલા એવા આપને વિસ્મયપૂર્વક લાંબા કાળ સુધી કમળનાં પત્રો વડે અભિષેક-જલધારણ કરવાપૂર્વક જે (યુગલિકોએ) જોયા તેઓ ધન્ય છે. (૯)
दाविअविज्जासिप्पो, वज्जरिआसेसलोअववहारो ।
जाओ सि जाण सामिअ, पयाओताओ कयत्थाओ ।। १० ।।
Shri Ashtapad Maha Tirth
( दर्शितविद्याशिल्पो व्याकृताशेषलोकव्यहारः । जातोऽसि यासां स्वामी प्रजास्ताः कृतार्थाः | | )
જેમણે (શબ્દ-લેખન-ગણિત-ગીત ઇત્યાદિ) વિદ્યાઓ અને (કુંભકારાદિક) શિલ્પો દેખાડ્યાં છે, તેમજ જેમણે (ખેતી, પશુ-પાલન, વાણિજ્ય, લગ્ન ઇત્યાદિ) સમસ્ત પ્રકારનો લોક-વ્યવહાર પણ સારી રીતે સમજાવ્યો છે, એવા આપ જે પ્રજાઓના સ્વામી થયા છો, પ્રજા પણ કૃતાર્થ છે. (૧૦)
बंधुविहत्तवसुमई वच्छरमच्छिन्नदिभधणनिवहो ।
जह तं तह को अन्नो निअमधुरं धीर ! पडिवन्नो ।। ११ ।।
( बंधुविभक्तवसुमतिः वत्सरमच्छिन्नदत्तधननिवहः ।
यथा त्वं तथा कोऽन्यो नियमधुरां धीर ! प्रतिपन्नः । । )
જેમણે (ભરતાદિક પુત્રો અને સામન્તોરૂપી) બાન્ધવોમાં પૃથ્વી વહેંચી આપી છે તથા જેમણે એક વર્ષ પર્યંત નિરંતર ધનના સમૂહનું દાન કર્યું છે, એવા આપે જેવી રીતે (દીક્ષા-સમયે સમસ્ત પાપમય આચરણના ત્યાગરૂપી) નિયમ ધુરાને ધારણ કરી, તેવી રીતે હે ધીર ! અન્ય કોણ ધારણ કરી શકે? (૧૧)
. 213..
Shri Rushabhpanchashika