________________
સુપાર્શ્વ-ચંદ્રપ્રભુ-સુવિધિનાથ જિન વંદના...
जिणवर-सुपास ! रक्खसु, पुढवीमलयम्मि चंदणसरिच्छ ! । सिरियपइट्ठनिवकुलाऽऽहारवरत्थंम ! अम्हे वि ।।७।।
શ્રી પ્રતિષ્ઠ રાજાના કુળરૂપી ગૃહના પ્રતિષ્ઠાસ્તંભરૂપ અને પૃથ્વી માતારૂપ મલયાચલમાં ચંદન સમાન છે સુપાર્શ્વનાથ ! મારી રક્ષા કરો. ૭
महसेणकुलमयंको !, लक्खमणाकुक्खिमाणसमराल ! ।
भयवं चंदप्पहजिण !, तारसु अम्हे भवोदहिओ ।।८।। મહાસેન રાજાના વંશરૂપી આકાશમાં ચંદ્ર સમાન અને લક્ષ્મણા દેવીની કુક્ષિરૂપી સરોવરમાં હંસ સમાન એવા હે ચંદ્રપ્રભુ ! તમે અમારી રક્ષા કરો. ૮
सुग्गीवतणय ! रामा-देवी-णंदणवणुव्विकप्पतरू ! ।
सुविहिजिणो मज्झ दिससु, परमपयपयासगं मग्गं ।।९।। સુગ્રીવરાજાના પુત્ર અને શ્રીરામાદેવી રૂપ નંદનવનની ભૂમિમાં કલ્પવૃક્ષ રૂપ એવા હે સુવિધિનાથ! અમારું શીધ્ર કલ્યાણ કરો. ૯