________________
Shri Ashtapad Maha Tirth
ઊંચે હોવી જોઈએ. કેલાસ પર્વત કાંગરિમ્પોચે-ગંગ તિસે નામે ઓળખાય છે. આ સ્થળ દેરાફૂગથી દક્ષિણ પૂર્વમાં ૫ કિ.મી. ડોલ્યાપાસથી દક્ષિણ-પશ્ચિમ ૫. કિ.મી., ઝુતુલ ફગથી ઉત્તર-પશ્ચિમ ૭.૫ કિ.મી., જ્ઞાનડ્રેગ મોનાલ્ડ્રીથી ઉત્તર પૂર્વ ૮ કિ.મી., સરલુંગ ગોમ્પાથી ઉત્તર-પૂર્વ ૮.૫ કિ.મી., ડોરેપોચે અથવા યમદ્વાર અથવા મોક્ષદ્વારથી ઉત્તર-પૂર્વ ૯ કિ.મી.ના અંતરે આવેલું છે. તે ૧૩ ડ્રીંગુગ કાંગ્યું ચોર્ટનથી ૨.૫ કિ.મી., સેલ્ગ અકસમ લાથી પૂર્વમાં ૨.૦૦ કિ.મી. અથવા ગંગપો-સંગલમ લાથી દક્ષિણ પશ્ચિમમાં ૨.૫૦ કિ.મી. દૂર આવેલું છે. તે જગ્યાએ સરલંગ ચેકસમ લા અને ગંગ-પો સંગ્લામ લાથી સહેલાઈથી પહોંચી શકાય છે.
આમ કુલ ૧૦ સ્થાનોની સંભાવના અંગે વિચાર ચાલે છે.
(૧) કેલાસ પર્વત (૨) કેલાસ પર્વતની નજીક બોનારી (૩) બM પ્લેઈન્સ (૪) ટર્બોચે (૫) નંદી પર્વત (૬) સીંગ ગોમ્પા અને જ્ઞાનડ્રગ મોનાસ્ટ્રી વચ્ચેનો પર્વત (૭) જ્ઞાનડ્રગ મોનાસ્ટ્રી (૮) ૧૩ ડ્રિગંગ કાંગ્યુ ચોર્ટન (૯) અષ્ટાપદની સંભવિત જગ્યા જે ગોમ્બો ફંગ અથવા ત્રિનેત્ર અથવા મહાકાલ તરીકે ઓળખાય છે. (૧૦) સેટેલાઈટ દ્વારા નક્કી કરેલી જગ્યા, ધર્મકિંગ નોર્સગ તરીકે ઓળખાય છે. * વિશ્વ સંસ્કૃતિનું પરોઢ :
હિમાલય પર્વતના આ સ્થાન પર સિંધુ નદીનું ઉદ્ગમસ્થાન છે, જે કેલાસથી લદ્દાખ, કાશ્મીર થઈને પાકિસ્તાનમાંથી પસાર થઈ સમુદ્રમાં મળે છે. જગતની સૌથી પ્રાચીન સભ્યતા સિંધુ નદીના કિનારે ઉદ્ભવી હતી. કદાચ આ સંશોધન આપણને એ આદિ સ્રોતની ઓળખ આપી જાય અને વિશ્વસંસ્કૃતિના પ્રારંભકાળના સગડ એમાંથી જ મળી રહે. વળી, ભગવાન ઋષભદેવના નિર્વાણક ભૂમિ અષ્ટાપદ પર્વત મળશે તો સ્તૂપ, સ્થાપત્ય, મંદિર, પ્રાચીન નગર અને જૈન ધર્મની પ્રાચીન પરંપરાની માહિતી મળશે અને એ રીતે માત્ર ભારતીય સંસ્કૃતિ જ નહીં, સાથોસાથ વિશ્વસંસ્કૃતિના આદિ સ્રોતની જાણકારી સાંપડશે. પરિણામે આ સંશોધન એક વ્યાપક આકાર ધારણ કરી રહ્યું છે અને તે જૈન ધર્મની પ્રાચીનતા ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને વિશ્વની સભ્યતાના આદિ સ્રોત વિશે મૂલ્યવાન સામગ્રી આપનારું બની રહેશે.
$ 113
-
Shri Ashtapad Maha Tirth