________________
Shri Ashtapad Maha Tirth
આ ત્રણે ચોવીસીના દર્શનનો પાવન લાભ પામી શકે છે. આને કારણે દેશવિદેશમાં વ્યાપક જનસમૂહમાં અષ્ટાપદ તીર્થ વિશે જાગૃતિ આવી છે. અષ્ટાપદ તીર્થ વિશેનું સાહિત્ય અને અન્ય વિગતનાં વીસ વોલ્યુમ પણ ઠેર ઠેર પ્રદર્શિત કરવામાં આવ્યાં. કૈલાસ માનસરોવરની સંશોધન-યાત્રાની સુંદર વિડિયોએ નવો ઉત્સાહ જગાડ્યો છે. અષ્ટાપદ તીર્થનું આ પ્રદર્શન મુંબઈ, ન્યુયોર્ક, સુરત, એન્ટવર્પ, પાલીતાણા, અમદાવાદ, જયપુર, દિલ્હી, કોલકત્તા, ન્યુજર્સી (જેના કન્વેન્શન)માં તથા લોસ એન્જલિસમાં દર્શાવ્યું છે, જેના દર્શનનો ધાર્મિક જનસમુદાયે મોટી સંખ્યામાં લાભ લીધો અને આ પ્રાચીન સંશોધન કાર્યમાં ઊંડો રસ લીધો છે. * અષ્ટાપદની સંશોધનયાત્રા :
અષ્ટાપદ મહાતીર્થ અને અષ્ટાપદના પર્વતનું સ્થાન નક્કી કરવા માટે ત્રણ વખત મધ્ય હિમાલયની મુલાકાત અને સંશોધન માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં મુખ્ય હેતુઓ આ પ્રમાણે હતા :
૧. અત્યાર સુધી જે સંશોધન થયું છે, તેમાં ઉમેરો કરવો. ૨. જૈન સાહિત્યમાં વર્ણવાયેલા અષ્ટાપદના સ્થળને શોધવું. ૩. ભૌગોલિક તથા પુરાતત્ત્વની દૃષ્ટિએ અષ્ટાપદની ભાળ મેળવવી.
આ સંશોધનમાં વિદ્વાનો, અનુભવીઓ સંશોધકો અને વૈજ્ઞાનિકો સામેલ હતા. એ સૌના અનુભવોએ એક નવી દિશા ખોલી આપી. * અષ્ટાપદનાં સંભવિત સ્થાનો :
અષ્ટાપદનું સંભવિત સ્થાન હિમાલય પર છે. અત્યારે અષ્ટાપદ તીર્થની સંભાવના ધરાવતાં સ્થાનોની વિગતો એકત્રિત કરાઈ છે. એક સ્થાન બદરીનાથથી ઉત્તર દિશા તરફ આશરે ૧૬૮ માઈલના અંતરે આવેલું છે. કૈલાસ પર્વત કાંગરિમ્પોચે તરીકે પણ ઓળખવામાં આવે છે. તે માનસરોવરથી ઉત્તર તરફ આશરે ૨૫ માઈલના અંતરે આવેલું છે.
બીજો એક પર્વત માનસરોવર (પાદ) અને કેલાસની વચ્ચે આવેલો છે, તે પ-૭ માઈલ દક્ષિણ-પૂર્વે આવેલો છે. તે પણ અષ્ટાપદ કહેવાય છે. આ પર્વતની ઊંચાઈ ૮ માઈલ છે (અત્યારે ૪ માઈલ છે) અને સફેદ ખડકોથી ઢંકાયેલો છે તેથી તેને ધવલગિરિ તરીકે પણ ઓળખવામાં આવે છે. “દારેચીનથી ૧૫-૨૦ ટેકરીઓ પાર કરીને ૪થી ૬ કલાકમાં પહોંચી શકાય છે. બૌદ્ધયાત્રીઓ આ પર્વતને “કાંગશીચે' કહે છે.
આશરે ૪૦ કિ.મી.ના અંતરે આવેલું પર્વતનું એક બીજું શિખર “ગુલામાંધાતા' તરીકે ઓળખાય છે. “માંધાતા” શબ્દ સગર રાજાના પૂર્વજના મૂળમાંથી આવ્યો છે. કેલાસ અને ગુરલામાંધાતાની વચ્ચે રાક્ષસ તાલ નામનું સરોવર આવેલું છે.
નંદી પર્વતની ઘણી તસવીરો લેનાર અને આ પ્રદેશમાં સારું એવું ભ્રમણ કરનારા શ્રી ભરતભાઈ હંસરાજ શાહના કહેવા પ્રમાણે આ પર્વત સાથે આ અષ્ટાપદના વર્ણનનો મેળ બેસે તેવો છે. આઠ પગથિયાં અને ‘સ્લેિક્સ' જોવા મળે છે.
અમે સેટેલાઈટ દ્વારા આ પ્રદેશની તસવીરો લેવા પ્રયત્ન કરીએ છીએ, જેથી કોઈ દટાયેલું સ્થાન મળી આવે. આ સંદર્ભમાં શ્રી પી. એસ. ઠક્કરના અહેવાલો અભ્યાસ કરવા જેવા છે.
અષ્ટાપદની સંભવિત જગ્યા કેલાસ પર્વત (૬૬૩૮ મીટર)થી દક્ષિણ પૂર્વમાં ૫૯૯૬ મીટર
Shri Ashtapad Maha Tirth
-
112
-