________________
Shri Ashtapad Maha Tirth.
संवरवंसाभरणं, देवो सिद्धत्थपुव्वदिसिभाणू ।
अभिणंदणजिणयंदो, हणेउ सइ अम्ह दुरियाई ॥४॥ સંવર રાજાના વંશમાં આભુષણરૂપ, સિદ્ધાર્થી દેવીરૂપી પૂર્વ દિશામાં સૂર્ય સમાન અને વિશ્વને આનંદદાયી એવા હે અભિનંદન સ્વામી ! તમે અમને પવિત્ર કરો. ૪
जय मंगलामणकुमुय-चंदो मेहण्णयावणि जलहरो । सुमई जिणिंदणाहो, जो भवियजण-मण-दुहहरणो ॥५॥
મેઘરાજાના વંશરૂપી વનમાં મેઘ સમાન અને મંગળામાતા રૂપી મેઘમાલામાં મોતીરૂપ એવા હે સુમતિનાથ! હું તમને નમસ્કાર કરું છું. ૫
सामि ! धरनरिंदजलहि-सोम ! सुसीमासरोवरसरोय ! ।
पउमप्पह- तित्थयरो !, तुब्भं सययं नमो अत्थु ॥६॥ ધરરાજા રૂપી સમુદ્રને ચંદ્ર સમાન અને સુસીમાદેવી રૂપી ગંગા નદીમાં કમલસમાન એવા છે પદ્મપ્રભુ! તમને હું નમસ્કાર કરું છું. ૬
जिणवर-सुपास ! रक्खसु, पुढवीमलयम्मि चंदणसरिच्छ ! ।
सिरियपइट्ठनिवकुलाऽऽहारवरत्थंम ! अम्हे वि ॥७॥ શ્રી પ્રતિષ્ઠ રાજાના કુળરૂપી ગૃહના પ્રતિષ્ઠાસ્તંભરૂપ અને પૃથ્વી માતારૂપ મલયાચલમાં ચંદન સમાન હે સુપાર્શ્વનાથ ! મારી રક્ષા કરો. ૭
महसेणकुलमयंको !, लक्खमणाकुक्खिमाणसमराल ! ।
भयवं चंदप्पहजिण !, तारसु अम्हे भवोदहिओ ।।८।। મહાસેન રાજાના વંશરૂપી આકાશમાં ચંદ્ર સમાન અને લક્ષ્મણા દેવીની કુક્ષિરૂપી સરોવરમાં હંસ સમાન એવા હે ચંદ્રપ્રભુ ! તમે અમારી રક્ષા કરો. ૮
सुग्गीवतणय ! रामा-देवी-णंदणवणुव्विकप्पतरू ! ।
सुविहिजिणो मज्झ दिससु, परमपयपयासगं मग्गं ॥९॥ સુગ્રીવરાજાના પુત્ર અને શ્રીરામાદેવી રૂપ નંદનવનની ભૂમિમાં કલ્પવૃક્ષ રૂપ એવા હે સુવિધિનાથ! અમારું શીધ્ર કલ્યાણ કરો. ૯
सिरिसीयलो जिणेसो, नंदादेवीमणं बुहि-मंयको ।
दढरहनरिंदतणओ, मणवंछियदायगो मज्झ ॥१०॥ દઢરથ રાજાના પુત્ર, નંદાદેવીના હૃદયના આનંદરૂપ અને જગતને આલાદ કરવામાં ચંદ્રસમાન એવા હે શીતળસ્વામી ! તમે અમને હર્ષકારી થાઓ. ૧૦
सिरिविण्हु माउतणओ, विण्हुनरिंदकुलमोत्तियाभरणं ।
नीसेयससिरिरमणो, सिज्जंसो देउ मे मोक्खं ॥११॥ શ્રી વિષ્ણુદેવીના પુત્ર, વિષ્ણુ રાજાના વંશમાં મોતી સમાન અને મોક્ષરૂપ લક્ષ્મીના ભરથાર એવા હે શ્રેયાંસપ્રભુ ! તમે કલ્યાણને માટે થાઓ. ૧૧ Trishashti Shalaka Purush
- 62 -