________________
भवओ पवणस्स य तह, परोवयाराय होज्ज गई ॥
આર્ય અને અનાર્ય-એ બંને ઉપરની પ્રીતિથી તમે ચિરકાળ વિહાર કરતા, તેથી પવનની અને તમારી ગતિ પરોપકારને માટે જ છે.
अण्णेसिं विहरंतो, उवयरिउं आसि दीहकालमिह । उवयाराय हि भयवं, मुत्तीए कास समुवगओ ||
3 પ્રભુ ! આ લોકમાં મનુષ્યોનો ઉપકાર કરવાને માટે તમે ચિરકાળ વિહાર કર્યો હતો, પણ મુક્તિમાં તમે કોનો ઉપકાર કરવાને માટે ગયા ?
भवया अहिट्ठियं जं, लोयग्गं अज्ज लोगवरमासी ।
मच्चुपहाणो लोगो, तुमइ विणा एस संजाओ ।।
તમે અધિષ્ઠિત કરેલું લોકાગ્ર (મોક્ષ) આજ ખરેખર લોકાગ્ર થયું છે અને તમે છોડી દીધેલ આ મર્ત્યલોક ખરેખર મૃત્યુલોક (મૃત્યુ પામવા યોગ્ય) થયો છે.
अज्जवि सक्खमसि तुमं, तेसिं सब्भावभूसिय भवीणं । लोगाणुग्गहकरणिं, सरंति जे देसणं तुम्ह ।।
હે નાથ ! જેઓ વિશ્વને અનુગ્રહ કરનારી તમારી દેશનાને સંભારે છે તે ભવ્ય પ્રાણીઓને હજી પણ તમે સાક્ષાત જ છો.
रूवत्थं पि जणा जे, जिणिंद ! झाणं तुमम्मि जुंजंति । पच्चक्खमेव ताणं, जोगीणं पि भयवं तुं सि ॥
Shri Ashtapad Maha Tirth
જેઓ તમારું રૂપસ્થ એવું ધ્યાન કરે છે તેવા મહાત્માઓને પણ તમે પ્રત્યક્ષ જ છો.
परमेसर ! संसारं, जहा असेसं चइत्थ दुहभरियं ।
तह निम्ममोवि चित्तं, न चयसु कयावि मम नूणं ॥
હે પરમેશ્વર ! જેવી રીતે મમતારહિત એવા તમે આ સર્વ સંસારનો ત્યાગ કર્યો તેવી રીતે હવે કદાપિ મારા મનનો ત્યાગ કરશો નહીં.
इअ थुणिऊणं उसहं, पहुं तओ जिणवरे य अण्णेवि ।
नमिउं नमिउं भरहो, पत्तेगं वण्णिउं लग्गो ॥१॥
એવી રીતે આદીશ્વર ભગવંતની સ્તુતિ કરીને ભરત બીજા દરેક જિનેશ્વરોને નમી-નમીને પ્રત્યેકની સ્તુતિ કરવા લાગ્યા. ૧
विसयकसाया अजिअं, विजयामायर सुकुक्खिवरहसं । जियसत्तुनरिंदसुयं, नमामि अजियं अजियनाहं ॥ २ ॥
વિષય કષાયથી અજિત, વિજયામાતાની કુક્ષિમાં માણિક્યરૂપ અને જિતશત્રુ રાજાના પુત્ર હે જગત્સ્વામી અજિતનાથ ! તમે જય પામો. ૨
भवगयण पारगमणे, सूरं सेणोयरस्स वररयणं । नरवइजियारिजायं, संभवजिणणाहमरिहामि ||३||
સંસારરૂપી આકાશનું અતિક્રમણ કરવામાં સૂર્યરૂપ, શ્રીસેનાદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલા અને જિતારી રાજાના પુત્ર-એવા હે સંભવનાથ ! તમને હું નમસ્કાર કરું છું. ૩
$ 61 સ
Trishashti Shalaka Purush