________________
પ્રકાશકીય
પ્રાતઃકાળે આવશ્યકક્રિયામાં ‘ભરહેસર-બાહુબલી'ની સજ્ઝાય દરરોજ બોલીએ છીએ તે સઝાયની ગાથા-૯માં ઋષિદત્તામહાસતીનું નામસ્મરણ થાય છે. કર્મના ગહન વિપાકોને અનુભવતાં તે મહાસતીએ પોતાના શીલનું અખંડિત રક્ષણ કરેલ છે. તે મહાસતીના જીવન અંગે અનેક ચરિત્રો, કથાઓ, રાસ, ચોપાઈ વગેરેની રચના થયેલ છે.
પ્રસ્તુત ‘ઋષિદત્તાચરિત્રસંગ્રહ’માં અપ્રકાશિત ત્રણ કૃતિઓનો સંગ્રહ પ્રકાશિત કરવામાં આવે છે. (૧) શ્રીમુનિપતિગુણપાલવિરચિત રિસિદત્તાચરિય, (૨) અજ્ઞાતકર્તૃક ઋષિદત્તાચરિત્ર (૩) અજ્ઞાતકર્તૃક ઋષિદત્તાચરિત્ર આ ત્રણે કૃતિઓ હસ્તપ્રતો ઉપરથી તૈયાર કરીને પ્રકાશિત કરેલ છે. તે અંગેની માહિતી સંપાદકીય લખાણમાં આપવામાં આવેલ છે. આ સિવાય બીજી ત્રણ પ્રકાશિત કૃતિઓ પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે. પરિશિષ્ટ-૧માં શ્રીધર્મસેનગણિવિરચિતવસુદેવહિંડીમધ્યમખંડમાંથી ઋષિદત્તાકથા, પરિશિષ્ટ-૨માં શ્રીઆમ્રદેવસૂરિવિરચિતઆખ્યાનકમણિકોશવૃત્તિમાંથી ઋષિદત્તાખ્યાનક અને પરિશિષ્ટ-૩માં શ્રીજયકીર્તિસૂરિવિરચિત શીલોપદેશમાલાની શ્રીસોમતિલકસૂરિવિરચિતશીલતરંગિણીવૃત્તિમાંથી ઋષિદત્તાકથા આપવામાં આવેલ છે. આ રીતે પ્રસ્તુત ‘ઋષિદત્તાચરિત્રસંગ્રહ’માં ત્રણ અપ્રકાશિતકૃતિઓ અને ત્રણ પ્રકાશિતકૃતિઓનો સંગ્રહ આપવામાં આવેલ છે.
પ્રસ્તુત ઋષિદત્તાચરિત્રની ત્રણ અપ્રકાશિતકૃતિઓ અદ્યાવધિ પ્રકાશિત થયેલ ન હોવાથી આ ગ્રંથના સંપાદનનું કાર્ય પરમપૂજ્ય, પરમારાધ્યપાદ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન, અધ્યાત્મયોગી, પરમપૂજ્ય, પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજીમહારાજના શિષ્યરત્ન, હાલારના હીરલા, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીકુંદકુંદસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન પરાર્થરસિક, પરમપૂજ્ય, પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજીમહારાજની શુભપ્રેરણાથી પરમપૂજ્ય, વ્યાખ્યાનવાચસ્પતિ, આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય, સરળસ્વભાવી, પ્રવર્તિની સાધ્વી શ્રીરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના વિદુષી સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીમહારાજે પંડિતવર્ય અમૃતભાઈ પટેલના સહયોગથી પોતાની અસ્વસ્થ રહેતી તબીયતમાં પણ અત્યંત શ્રમસાધ્ય કાર્ય કરીને અમારી સંસ્થાને નવ પરિશિષ્ટોથી સમૃદ્ધ એવો આ ઋષિદત્તાચરિત્રસંગ્રહ ગ્રંથ પ્રકાશિત કરવાનો જે લાભ આપ્યો છે તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. તેમના દ્વારા ભવિષ્યમાં પણ આવા ઉત્તમગ્રંથો સંપાદિત થઈને પ્રકાશિત