________________
મંદિરે પહોંચ્યા, પૂજા કરી અને કુળદેવતાને ચરણે નમીને પુત્રપ્રાપ્તિ માટે વિનંતી કરી. “મને આશીર્વાદ આપો કે પુત્ર થાય અને જો પુત્ર થવાનો ન હોય તો મારું મસ્તક ગ્રહણ કરો. એમ કહી રાજાએ તલવાર પોતાની ગરદન ઉપર ઉગામી, દેવીએ અટકાવી અને આશીર્વાદ આપ્યા “તને પુત્રો થશે એમ કહી દેવી અદૃશ્ય થઈ. રાજા રાજભવનમાં આવ્યો. પ્રભાતસમયે રાણી પ્રિયદર્શનાએ સિંહકિશોરને પોતાના મુખમાં પ્રવેશતો સ્વપ્નમાં જોયો. પૂર્ણ સમય થતાં રાણીએ સુખપૂર્વક પુત્રને જન્મ આપ્યો રાજાએ ઉત્સવપૂર્વક પુત્રનું નામ અજિતસેન રાખ્યું. અશ્વારા હરિષણનું અપહરણ :
એક દિવસ રાજા અશ્વ ઉપર સવાર થઈને નીકળ્યો. અશ્વ રાજાને જંગલમાં ખેંચી ગયો. રાજાએ વડવાઈ પકડી લીધી અને ઘોડાથી નીચે ઉતર્યો ત્યાં રાજાએ સરોવર જોયું, તેમાં સ્નાન કરી રાજા નજીકના આશ્રમમાં આવ્યો. વિશ્વભૂતિમુનિનું દર્શન :
આશ્રમમાં જટાધારી વિશ્વભૂતિ નામના મહામુનિ યોગાસન ઉપર આરૂઢ થયેલા હતા, તેને રાજાએ પ્રણામ કર્યા, ઋષિએ પૂછ્યું એટલે પોતાની હકીક્ત જણાવી, ઋષિએ ધર્મદેશના આપી. રાજા ઋષિની સેવા કરતાં ત્યાં એક મહિનો રહ્યા, તેમણે આ દેવકુલિકા બંધાવી છે. પોતાના દેશમાં જતી વખતે રાજાને કુલપતિએ વિષાપહારી મંત્ર આપ્યો, રાજા પોતાની નગરીમાં ગયો, રાજ્યને પાળે છે અને વિષાપહારી’ એ નામે પ્રસિદ્ધ થયો. પ્રીતિમતીનું પાણિગ્રહણ :
એક દિવસ હરિફેણરાજા રાજસભામાં બેઠા છે ત્યારે મંજુલાવતીનગરીમાંથી એક દૂત આવે છે અને વિનંતી કરે છે કે, અમારા રાજા પ્રિયદર્શન અને પટ્ટરાણી વિધુત્રભાને પ્રીતિમતીનામની પુત્રી છે તેને સર્પ દંશ્યો છે. અમારા રાજાએ મને આપની પાસે મોકલ્યો છે. ત્યારે હરિષણરાજા પવનવેગી સાંઢણી ઉપર આરૂઢ થઈને અલ્પસમયમાં મંજલાવતીનગરી પહોંચે છે અને નંખાઈ ગયેલા પ્રિયદર્શન રાજાને મળે છે. પ્રિયદર્શન રાજા તેમની પ્રીતિમતી પાસે લઈ જાય છે અને હૂંડાની જેમ નિશ્રેષ્ટ પડેલી પ્રીતિમતીને જુવે છે અને હરિષેણ રાજા વિષ ઉતારવા માટે સકલીકરણ કરે છે, ગરુડદેવનું સ્મરણ કરે છે અને ‘૩% હૈં : સ્વાહા' મંત્રનું ધ્યાન કરે છે, તેથી પ્રીતિમતીનું ઝેર ઉતરી જાય છે એટલે પ્રિયદર્શનરાજા, વિધુત્વભારાણી અને બધા લોકો આનંદ પામ્યા. પ્રિયદર્શન રાજાએ હરિષણની સાથે પ્રીતિમતીના લગ્ન કરવા કહ્યું.
તે સમયે હરિષેણે પ્રિયદર્શન રાજાને કહ્યું કે, તમારા આગ્રહથી હું લગ્ન તો કરું, પરંતુ કામભોગોથી નિવૃત્ત થયેલો હું તપોવનમાં જવાનો છું માટે તમે પ્રીતિમતીને બીજા કોઈ સાથે પરણાવો તો સારું. ત્યારે પ્રીતિમતીએ પણ હરિફેણની સાથે જ લગ્ન કરવાનો નિર્ધાર રજુ
datta-t.pm5 2nd proof