________________
ગુરુ ગુણ સૌરભ ચૌત્રીશી (અભિનંદન સ્વામિ હમારા... અથવા ચોપાઈ.) ભવિયા ! મનસરમેં તુમે ધારો; ગુરુ પદ્ધવિજય અણગારો, પઢો પણ તે ભાનુ વિકાસી; ભાનુ છે પ્રેમનો પ્યાસી...૧ પ્રેમ છે તે તો ગુણ ગણ ચંગો; અંગે અંગે જિન આણા રંગો, મોહતણો કાઢયો જેણે કંદો; બ્રહ્મતેજ દીપે જેમ ચંદો... ૨ ચંદ્ર સમી જેની નિર્મલ કીરતિ; પાવન દર્શન આપે વિરતિ, જ્ઞાન-ધ્યાનને જિનગુણ ગાન; ગ્લાન મુનિપર દૃષ્ટિ પ્રધાન...૩ તસ પરિચય કદી ન ઉપેક્ષે; દિસે અહર્નિશ તહિ સમક્ષે, શિષ્ય-સમૂહ સોહે સુવિશાળ; મહાપથનો મહા રખવાળ...૪ એવા બહુવિધ ગુણનો દરિયો; ઉપશમ અમૃતરસ ભરિયો, ગુરુ પ્રેમસૂરીશ્વર રાયો; ભાનુવિજય શિષ્ય સવાયો . . ૫. જન પ્રતિબોધન શક્તિ વર્યો છે; ક્રિયા-જ્ઞાને પ્રમાદ હર્યો છે, આત્મપ્રકાશ સભર ભર્યો છે; શિષ્યગણને મુદિત કર્યો છે...૬ દિનકર દિનભર ઉપકારે; નિશિ આવે ન કારજ સારે, સોહે સૂર્ય-શશિથી સવાયો, નિશદિન પર-ઉપકારે ધાયો...૭ ભવ્ય, નિરીહ જ મુખડું દિસે; ભવિજનના મનકજ વિકસે, નવયુવક મન બહુ ભાવે; પદાઇ સેવન નિત આવે ...૮ તસ અંતેવાસી ગુણની મૂર્તિ ગાઈશ હરખે વિશ્વવિભૂતિ, ભાનુ સહ સંયમરસિયા; ગુરુ પ્રેમ કને જઈ વસિયા...૯ સંયમ ગુણ બહુ વિકસાયા; નામ પદ્મવિજય ધરાયા, ગુરુગણમાં મૂલ્ય અંકાયા; તો પણ નહિ અભિમાનની છાયા...૧૦
ગુરુસેવન મહામંત્ર પાયો; સવિ સિદ્ધિનો માન્યો ઉપાયો, ગુરુવચન કદી ન ઉથાપે; મુનિગણને આદર્શ આપે...૧૧ સેવક બિરૂદ તે સાચું ધરતા; દ્રવ્ય-ભાવથી સેવા કરતા, સાધુ-સંઘના જીવન ધોરી; દીધી ગુરુએ હાથમાં દોરી...૧૨ ગુરુ મહિમા અહર્નિશ ગાવે; ગચ્છ ચિંતા કરે શુભભાવે, ગચ્છપતિની ઇચ્છા પૂરે; સાચી ભક્તિ હતી તસ ઉરે...૧૩ વસ્ત્રપાત્રને પુસ્તક, પાટી; ઠવણી, કવલી, નવકારવાળી, સવિ સામગ્રીને પૂરનારા; ગણિવર સહુ ગણને પ્યારા...૧૪ સૂત્ર, અર્થ સ્વાધ્યાય કરાવે; ન્યાય-વ્યાકરણ સુગમ ભણાવે, બાલ-વૃદ્ધને તે બહુ ફાવે; નિત્ય પદ્ધ ગુરુ ગુણ ગાવે...૧૫ સારણ-વારણને પડિચોયણ; કરતા દોષતણું સંશોધન, પંચસમિતિ ત્રિગુપ્તિ પળાવે; આતમ પરિણતિ શુદ્ધ બનાવે...૧૬ જિનભક્તિ તણા અતિ રસિયા; મનમંદિર જિનવર વસિયા, એ કતાન થઈ ગુણ ગાવે, ભવિજનનાં દિલ ડોલાવે...૧૭ કરતાં કર્મ કઠિન ચકચૂરા; નિશદિન શુભધ્યાને શૂરા, આતમવીર્ય અનુપમ ધારે; જેનું શરણું સંસારથી તારે...૧૮ ઉપધાન-મહોત્સવ મંડાવ્યા; વળી સંઘોમાં સંપ કરાવ્યા, દીક્ષાદાન કરી જન તાર્યા; શિક્ષા આપીને ભવ નિસ્તાર્યા...૧૯ પ્રવચન જાહેરમાં દીધાં; કેઈ જીવોના ઉદ્ધાર જ કીધા, મહાગ્રંથો તણા કયાં દોહન; ધન્યજીવન તારણ તરણ... ૨૦ પુનાનગરે ગણિપ્રદાન દાન; પછી સોરઠ દેશ પ્રયાણ, સુરેન્દ્રનગરમાં પદ પંન્યાસ, નવ ગણિવર સાથે ઉલ્લાસ...૨૧