SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ २४ પ્રસ્તુત દીપાલિકાકલ્પની હસ્તપ્રત આ.શ્રીકૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર - કોબાથી અમને પ્રાપ્ત થયેલ છે તેનો સી. ૧૦ ૬૨૨૮ છે. તેમાં પત્ર-ધ છે, દરેક પેજ ઉપર ૧૭ લિટીઓ છે. અક્ષરો સુવાચ્ય છે. હાંસીયામાં ટિપ્પણીઓ આપેલી છે. લે. સં. ૧૮૧૩ ચૈત્ર વદ-૮ના લખેલી પ્રત છે. કર્તાનો ઉલ્લેખ નથી. [૬ ]શ્રીલક્ષ્મસૂરિવિરચિતદીપાવલિકાપર્વ વ્યાખ્યાન - તપાગચ્છના પ.પૂ. આચાર્યભગવંત શ્રીમદ્વિજયલક્ષ્મી સૂરિમહારાજે ઉપદેશપ્રાસાદ નામનો ગ્રંથ ૩૬૦ વ્યાખ્યાનમાં રચ્યો છે. ૧૪મા સ્તંભનું ૨૧૦મું વ્યાખ્યાન અને ૧૫માં સ્તંભનું ૨૧૧મું વ્યાખ્યાન દીપાવલિકાપર્વવ્યાખ્યાન તરીકે આપેલ છે. તેમાં પ્રથમ વ્યાખ્યાનમાં સંપ્રતિરાજા આર્યસુહસ્તસૂરિને પૂછે છે કે, વિશ્વમાં દીપાલિકાપર્વ ક્યા કારણથી પ્રસિદ્ધિ પામ્યું ? તેના ઉત્તરમાં ગુરુમહારાજ સંક્ષિપ્તથી વીરચરિત્ર કહે છે. ભગવાન જ્યારે સિદ્ધિમહેલને પ્રાપ્ત કરે છે ત્યારે સૂક્ષ્મ જેનો ઉદ્ધાર થઈ ન શકે એવા ઘણા કુંથુઆની ઉત્પત્તિ થવાથી સંયમપાલન દુ:ખેથી પાળી શકાશે તેવું માનીને ઘણા સાધુઓએ અનશન સ્વીકાર્યું. ત્યારે સર્વસંઘ અશ્રુસહિત નેત્રોથી વિલાપ કરે છે, તે વિલાપનું કરુણ વર્ણન છે શ્લોકોમાં ગ્રંથકારશ્રીએ કરેલ છે. ત્યારપછી ગૌતમસ્વામીએ પણ પરમાત્માનો વિયોગ થવાથી જે વિલાપ કર્યો છે, તેનું વર્ણન પણ પાંચ શ્લોકોમાં ગ્રંથકારશ્રીએ કરેલ છે. આ વ્યાખ્યાનમાં કહ્યું છે કે, આ દિવસો મળે એક ઉપવાસ કરવાથી હજારગણું પુણ્ય થાય છે અને અમનો તપ કરવાથી કોટિગણું પુણ્ય થાય છે. અથવા ચતુર્દશી અને અમાવાસ્યાએ સોળ પ્રહર સુધી ઉપવાસ કરીને કોટિપુષ્પો સહિત ચંદન અને અક્ષતથી વીર વગેરે જિનોની અને ૪૫ આગમોની પૂજા કરવી. “શ્રીવીરસ્વામિસર્વજ્ઞાથે નમ:' એનો જાપ કરવો. અમાવાસ્યાના ચરમપ્રહરમાં “શ્રીવીર પારીતાય નમ:' એ પ્રમાણે અને પડવે પ્રાતઃકાળે “શ્રીતમસ્વામિસ્રવતજ્ઞાનાય નમ:' આ પ્રમાણે જાપ કરવો. હજાર સુવર્ણપત્રકમળ ઉપર પદ્માસનસ્થ બેઠેલા ગૌતમસ્વામીની આગળ ૫૦ હજાર અખંડ અક્ષત વડે સ્વસ્તિક કરીને, અખંડ યત્નથી દીપક કરીને ગૌતમસ્વામીનું ધ્યાન કરવું. એનાથી મહાફળની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે આર્યસહસ્તસૂરિએ સંપ્રતિરાજા આગળ કહ્યું અને તે રાજા પણ દીપાલિકાપર્વની આરાધનામાં તત્પર થયાં. બીજા વ્યાખ્યાનમાં આ પર્વમાં પડવે પ્રાતઃકાળે અન્યોન્ય લોકો જુહાર કરે છે તેનું સ્વરૂપ સંપ્રતિરાજાએ પૂછયું, તેથી આર્યસુહસ્તીમહારાજે કહ્યું કે એક કારણ એ છે કે, ગૌતમસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી નવા રાજયના સ્વામીની જેમ સર્વ લોકોએ આવીને ગણધરભગવંતને વંદન કર્યું, તેથી પ્રણામવિધિ ઉત્પન્ન થયો અને અન્ય કારણ તરીકે વિષ્ણુકુમાર અને નમુચિનો અધિકાર કહ્યો. તે ઉત્પાત જ્યારે ઉપશાંત થયો ત્યારે નવો જન્મ પ્રાપ્ત કર્યો હોય તેની જેમ લોકો પડવાને દિવસે વસ્ત્ર-અન્ન-પાન-જુહાર-ગૃહશોભા વગેરે મહોત્સવ કરે છે. છેલ્લે કહ્યું છે કે, જે સાધુઓની નિંદા કરે છે તે નરરૂપે હોવા છતાં પણ મૃગ-પશુ જ છે kalp-t.pm5 2nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy