________________
२६
માર્ગદર્શન કરાવનારા જુગ જુગના દીવા જેવા ગંભીર શાસ્ત્ર-સાહિત્યગ્રંથોનું સર્જન કરી તેનો અમર વારસો આપનાર વર્ગ પણ કયો છે ? કહેવું જ પડશે કે તે જૈનશ્રમણ વર્ગ છે. સ્વ. સાક્ષર મોહનલાલ દલીચંદ દેસાઈ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાં પોતાનું નિવેદન કરતાં નવી આવૃત્તિ પ્રસ્તાવનામાં પૃ. ૨૧ પેરા ૩૮માં સાચું જ લખે છે કે
સાહિત્ય સર્જકો પ્રધાનપણે શ્વેતામ્બર સાધુઓ-આચાર્યો-મુનિઓ છે. શ્રીમહાવીરના પ્રવચન-આગમ સાહિત્યની “પંચાંગી' છે, તેમાં મૂલ આગમ પર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અવચૂર્ણિ, ટીકા, વૃત્તિ, વગેરે ઉત્પન્ન કરવા ઉપરાંત તે આગમને અનુલક્ષીને ધાર્મિક ગ્રન્થો તથા સાહિત્ય પ્રદેશોમાં વિહરી તે તે વિષયની કાવ્ય, મહાકાવ્ય, નાટક, કથા કાદંબરી, વ્યાકરણ, છંદ, કોષ, જ્યોતિષ, ન્યાય, તર્ક, આદિ વિવિધ વિષયોની કૃતિઓ રચનાર તરીકે સંસારત્યાગ કરી શ્રમણ દીક્ષા લઈ ધર્મોપદેશક તરીકે સ્થાને સ્થાને વિહરનાર આચાર્યોનો અને તેની શિષ્યપરંપરાનો ઉપકાર મુખ્યપણે છે, કે જે કદી ભૂલી શકાય તેવો નથી.”
આવી મહાઉપકારી અને સમાજના ઉત્થાન-ઉત્કર્ષ તથા અભ્યદય તેમજ નિઃશ્રેયસ માટે અત્યંત જરૂરી જૈનશ્રમણ સંસ્થાને આપણે જેટલી અભિવન્દના સાથે અંજલી આપીએ તેટલી ઓછી છે. એ નિરાબાધ રીતે ચિરંજીવ રહે તે માટે આ ગ્રંથનું વિધાન અતિ ઉપકારક છે. પૂર્વપ્રકાશન અંગે
આ ગ્રંથનું પ્રકાશન સૌ પ્રથમ જૈનધર્મવિદ્યાપ્રસારકવર્ગ નામની સંસ્થા દ્વારા વિ.સં. ૧૯૬૦માં થયેલ. તે પ્રકાશનમાં પ્રસ્તુગ્રંથની ૨૯ ગાથાઓ ટીકા અને તેનું ભાષાંતર પ્રકાશિત થયેલ. ત્યારપછી આ મૂલગ્રંથનું સ્વોપજ્ઞવૃત્તિ સહિત પ્રકાશન સુરતના શેઠ દેવચંદ લાલભાઈ જૈનપુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી પ્રતાકારે બે વિભાગોમાં કરવામાં આવેલું છે. તેમાંનો પહેલો વિભાગ વિ.સં. ૧૯૭૧માં ગ્રંથાંક-૨૬ તરીકે પ્રસિદ્ધ થયો છે અને બીજો વિભાગ વિ.સં. ૧૯૭૪માં ગ્રંથાંક-૪૫ તરીકે પ્રસિદ્ધ થયો છે. તેનું સંશોધન તે સમયના પંન્યાસ શ્રીઆનંદસાગરજી મહારાજસાહેબ, કે જેઓ પછીથી આચાર્ય શ્રીસાગરાનંદસૂરિમહારાજસાહેબ થયા હતા તેઓએ કરેલું છે. તે સંપાદનમાં તેઓના તરફથી પ્રસ્તાવના સંસ્કૃતમાં આપવામાં આવેલ છે તે પ્રસ્તુત નવીનસંસ્કરણમાં આપેલ છે. ત્યારપછી અનેક પ્રાચીન હસ્તલિખિત પ્રતો અને બીજા અનેક ગ્રંથોના આધારે પ્રસ્તુત ધર્મસંગ્રહ ગ્રંથનું પુનઃ સંશોધન-સંપાદન કાર્ય પરમપૂજ્ય વિદ્વાન મુનિરાજ શ્રીમુનિચંદ્રવિજયજી મહારાજસાહેબ કે જેઓ પછીથી આચાર્ય શ્રીમુનિચંદ્રસૂરિમહારાજસાહેબ થયા તેઓએ પ્રતાકારે ત્રણ વિભાગમાં કરેલ છે. તેમાંનો પહેલો ભાગ અને ત્રીજો ભાગ વિ.સં. ૨૦૪૦માં અને બીજો ભાગ વિ.સં. ૨૦૪૩માં શ્રીજિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલ છે. પ્રસ્તુત ગ્રંથનું
D2-t.pm5 3rd proof