________________
२३
જોડાય, ત્યાં પણ નિષ્કામ પ્રીતિ અને ભક્તિથી પરસ્પર આરાધનામાં સહાયક બની અંતે એ જોડાયેલા સંબંધને મોક્ષમાં શાશ્વતો બનાવી શકે એવો સુંદર જીવનવ્યવહાર, બતાવ્યો છે. જ્ઞાનાદિ ગુણોની વિશિષ્ટ સાધના માટે પણ અન્ય ગચ્છનો આશ્રય લેવારૂપ ઉપસંપદા, તેના પ્રકારો, વિધિ અને તેમાં વ્યવહારશુદ્ધિ સચવાય તેવું પરસ્પરનું કર્તવ્ય વગેરે અનેક બાબતો જણાવી છે. ઉપસ્થાપનાવિધિ
તે પછી ઉપસ્થાપના (મહાવ્રતોનું અને તેને પાલન કરવાનું જ્ઞાન વગેરે મેળવીને યોગ્ય બનેલા શિષ્યને વડી દીક્ષા) કરવાનો વિધિ જણાવ્યો છે, તેમાં સહદીક્ષિત માતા-પિતાદિ વડીલ વર્ગને અપ્રીતિ ન થાય તે રીતે નાના-મોટા સ્થાપવાની સુંદર વ્યવસ્થા છે. યોગ્યતા વિનાના શિષ્યની ઉપસ્થાપના કરવાથી વિરાધક થવાય છે, યોગ્યની ઉપસ્થાપના કરવામાં વિલંબ ન કરવો જોઈએ, વગેરે બાબતો જણાવી છે. જે મહાવ્રતો ઉચ્ચરાવવાનાં છે તેનું વર્ણન કરતાં પહેલાં વ્રતમાં પૃથ્વીકાયાદિ પાંચે સ્થાવરોમાં કરેલી જીવત્વની સિદ્ધિ, બીજા વ્રતમાં ભાષાના ૪૨ પ્રકારો, ત્રીજા વ્રતમાં ચૌર્યના પ્રકારો, ચોથા વ્રતમાં બ્રહ્મચર્યની સર્વશ્રેષ્ઠતા અને જીવનવિકાસમાં એની આવશ્યકતા, પાંચમા વ્રતમાં અપરિગ્રહનું મહત્ત્વ વગેરે સર્વ વાતો યુક્તિપૂર્વક સમજાવી છે. આ રીતે પાંચ મહાવ્રતોનું આત્મવિકાસ માટે કેવું મહત્ત્વ છે તે જણાવીને તેના વિશુદ્ધ પાલન માટે ઉપયોગી પ્રત્યેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ જણાવી છે અને છેલ્લે છટ્ટા વ્રતમાં રાત્રિભોજનના ત્યાગનું વિધાન કર્યું છે. ચરણસિત્તરી અને કરણસિત્તરીનું વર્ણન
તે પછી ચરણસિત્તરી અને કરણસિત્તરીનું વર્ણન છે, તેમાં ચારિત્રના સાધ્ય-સાધન ભાવારૂપ દશવિધ યતિધર્મ, સત્તરવિધ સંયમ, વેયાવચ્ચના પ્રકારો, બ્રહ્મચર્યની નવ વાડો, જ્ઞાનાદિગુણોની સાધના, કષાયોનો જય, સમિતિ-ગુપ્તિરૂપ અષ્ટપ્રવચન માતાઓ, ઇન્દ્રિયોનો નિરોધ, ભાવનાઓ, સાધુની બાર પડિમાઓ વગેરે વિષયો અને તેના પ્રકારો, સ્વરૂપ અને ગુણ–દોષો સાથે વર્ણવ્યા છે. તે દરેકનો મહાવ્રતાદિના પાલનમાં કેવો સહકાર છે, પરસ્પરનો સંબંધ કેવો છે, એકના અભાવે બીજાની નિષ્ફળતા કેવી રીતે થાય છે, વગેરે વિસ્તારથી સમજાવ્યું છે. તેમાં પણ બ્રહ્મચર્યની નવ વાડોનું અને ભાવધર્મની સિદ્ધિ માટે જરૂરી બાર ભાવનાઓનું વર્ણન વિસ્તારથી કર્યું છે. નાના પણ અતિચારની ભયાનકતા
તે પછી મહાવ્રતોમાં અતિચારો લાગવાનાં કારણો અને તેમાંથી બચવાની આવશ્યકતા જણાવી છે. નાનો પણ અતિચાર પરિણામે કેવું અનિષ્ટ સર્જે છે, તેની ભયાનકતા પણ બતાવી છે.
D2-t.pm5 3rd proof