________________
२१
"चर्मचक्षुभृतः सर्वे, देवाश्चावधिचक्षुषः । सर्वतश्चक्षुषः सिद्धाः, साधवः शास्त्रचक्षुषः '
''
|| [જ્ઞાનસાર]
‘જગતના સર્વજીવોનો વ્યવહાર ચર્મચક્ષુથી ચાલે છે, દેવો અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા, સિદ્ધો કેવળજ્ઞાનરૂપ ચક્ષુવાળા અને સાધુઓ તો શાસ્રરૂપ ચક્ષુવાળા હોય છે અર્થાત્ સાધુઓને શાસ્ત્રાજ્ઞા પ્રમાણે જીવવાનું હોય છે.
જ્ઞાન મેળવવું કે તપ વગેરે ક્રિયાઓ કરવી જેટલી દુષ્કર નથી, તેથી અધિક દુષ્કર તેનાથી સ્વ-પર હિત કરવું તે છે. માટે જ અણુમ વર્ષોના દીક્ષાપાલન પછી શાસ્ત્રોક્ત યોગોáહનાદિ અનુષ્ઠાનપૂર્વક તે તે શાસ્ત્રોને ભણવાનું વિધાન કર્યું છે. દીક્ષાપર્યાય વધે તેમ તેમ પંચાચારના પાલનથી યોગ્યતા વધે અને યોગોદ્ધહનાદિથી આત્મશુદ્ધિ કરે તેને ગુરુઆજ્ઞાથી તે તે શાસ્ત્રોને ભણવાનો અધિકારી કહ્યો છે. યોગ્ય બન્યા પછી પણ ગુરુ આદિના વિનયપૂર્વક ભણવાથી શાસ્ત્રો ઉપકારક બને છે.
સામાચારીનું પાલન—
તે પછી સામાચારીના ત્રણ પ્રકારો જણાવીને પ્રથમ ઓઘસામાચારીનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમાં ઓનિર્યુક્તિ ગ્રંથોક્ત સાત દ્વારોથી સાધુનાં પ્રાતઃકાળથી માંડીને બીજા દિવસના પ્રાતઃકાળ સુધીનાં કર્તવ્યોનું ક્રમિક વર્ણન છે. પ્રત્યેક કાર્યો નિયત સમયે માંડલીબદ્ધ કેવી રીતે કરવાં, તેનો આત્મશુદ્ધિ સાથે કેવો સંબંધ છે, વગેરે શાસ્ત્રીયદૃષ્ટિથી વિચારવામાં ...આવ્યું છે. પ્રતિલેખનાદિ દ્રવ્યક્રિયાઓથી આત્માને કેવી અસર થાય છે, સાધનધર્મમાં જ્ઞાનાદિગુણોરૂપ નિશ્ચય ધર્મને પ્રગટ કરવાની કેવી શક્તિ છે, વગેરે સારભૂત ચિંતન કરેલું છે. તે તે ક્રિયાઓને વિધિપૂર્વક કરવાથી થતા લાભો અને તેના અવિધિજન્ય દોષો પણ જણાવ્યા છે.
સૂર્યોદયથી બે પોરિસી (પ્રહરો) સુધી શાસ્ત્રાધ્યયન કરવા દ્વારા દિવસના પ્રારંભમાં જ જિનવચનામૃતના પાનપૂર્વક યોગોની શુદ્ધિ કરવાનું વિધાન છે, કે જેના બળે તે પછીનાં પણ દરેક કાર્યોમાં જિનાજ્ઞાનું પ્રાધાન્ય રહે. શાસ્ત્રાધ્યયનની આ વિધિમાં ઉત્સર્ગઅપવાદનો આધાર લઈને વિવિધ વાતોનું સ્પષ્ટીકરણ કર્યું છે. આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિની શુદ્ધિ-અશુદ્ધિનો વિચાર–
તે પછી આહાર, વસ્ત્ર પાત્ર અને વસતિની શુદ્ધિ, અશુદ્ધિનો વિસ્તૃત વિચાર કર્યો છે. આર્ય આચારોમાં આહાર, પહેરવેશ, પાત્રો કે રહેઠાણ માટે વિવિધ મર્યાદાઓ ઘણા પ્રાચીન કાળથી ચાલી આવે છે અને તેના વર્ણનો પણ સાહિત્યમાં સ્થળે સ્થળે મળે છે. તે દરેકનું મહત્ત્વ સમજી શકાય તે રીતે શુભાશુભ આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિ(મકાન)ના લક્ષણો, તેનું પ્રમાણ તથા તેથી થતાં ગુણ-દોષનું યુક્તિસંગત વર્ણન કરેલું છે. યતિધર્મની સિદ્ધિમાં આહારશુદ્ધિનું અતિ મહત્ત્વ છે તે યુક્તિપૂર્વક સિદ્ધ કર્યું છે. એ સત્ય છે કે વર્તમાનમાં નિર્દોષ
D2-t.pm5 3rd proof