SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્તરૂપ છું, આ નવીનસંસ્કરણના પ્રકાશનનું સઘળું શ્રેયઃ પૂર્વના પ્રકાશકોના અને સંપાદકોના ફાળે જાય છે. પરમપૂજય સાગરાનંદસૂરિમહારાજસાહેબ તથા પરમપૂજ્ય મુનિચંદ્રસૂરિમહારાજસાહેબે અથાક પરિશ્રમ કરીને ક્રમે પ્રથમવૃત્તિ અને દ્વિતીયાવૃત્તિનું સંપાદન તૈયાર કરેલ છે તે સંપાદનના આધારે જ આ નવીનસંસ્કરણ તૈયાર કરવામાં આવેલ છે. ઉદ્ધરણના અનેક સ્થાનો ધર્મસંગ્રહ ભાષાંતર ભાગ ૧-૨માં આપેલ હોવાથી તે સ્થાનો મેળવવા માટે પરમપૂજ્ય ભદ્રકરસૂરિમહારાજસાહેબનો પણ તે અંગે મહત્ત્વનો ફાળો છે. આ સિવાય પ્રસ્તુત નવીનસંસ્કરણના પ્રૂફવાંચન માટે પરમપૂજ્ય ગણિવર્યશ્રી નયભદ્રવિજયજીમહારાજસાહેબ અને તેઓશ્રીના શિષ્યરત્નોએ ઝીણવટભરી દૃષ્ટિએ જોઈને શુદ્ધિકરણ કરી આપેલ છે. પ્રૂફવાચન કરતાં જ્યાં જ્યાં અશુદ્ધ પાઠો જણાયાં ત્યાં ત્યાં મૂળગ્રંથો સાથે મેળવી તેમણે શુદ્ધિકરણ કરેલ છે. આ સર્વના ઉપકારોનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું. આ સિવાય મારી સંયમ સાધનામાં જે કોઈ પણ પ્રત્યક્ષ યા પરોક્ષ સહાયક બની રહ્યા છે તે સૌના ઉપકારોથી ઉપકૃત હોવાથી તેનું સ્મરણ કરી કૃતજ્ઞતા દાખવું છું. સૌથી વિશેષ તો એ છે કે, વર્ધમાનતપોનિધિ પરમપૂજ્ય ગણિવર્ય શ્રીનયભદ્રવિજયજી મહારાજસાહેબે આ ગ્રંથ ચતુર્વિધસંઘને સાધના માટે અત્યંત ઉપયોગી હોવાથી આ ગ્રંથનું પુસ્તકાકારે નવીસંસ્કરણ તૈયાર કરવા માટે મને જે શુભપ્રેરણા કરી અને સાધનામાર્ગ માટે ઉપયોગી આવા ઉત્તમ ગ્રંથના સ્વાધ્યાયનો મને જે ઉત્તમ લાભ મળ્યો તે બદલ હું તેમની અત્યંત ઋણી છું. પ્રાંત અંતરની એ જ શુભેચ્છા છે કે ધર્મમાં કે વ્યવહારમાં મનુષ્યો જે અનેક પ્રકારના વિચારવચન કે પ્રવૃત્તિદોષો સેવતાં જણાય છે તે કેવલ આપણાં સૌની અજ્ઞાનતા આદિને આભારી છે. આપણે સૌ સમ્યજ્ઞાન પામીએ એ માટે જ મહાપુરુષો આવા ઉત્તમ પ્રકારનાં સાહિત્યનું સર્જન કરે છે. તેમાંથી એક આ ગ્રંથનો વાચકો આદર કરે, આદર કરીને માનવતાના મંદિરમાં અધ્યાત્મભાવનાનાં દીપ સળગાવે, તેના પ્રકાશમાં પોતાનું જીવન આદર્શ જૈનપણાના રંગથી રંગે, રંગીને સ્વ-પરના અભ્યદય તેમજ નિઃશ્રેયસની સાધનામાં કદમ કદમ આગળ વધે અને આગળ વધીને આપણે સૌ કોઈ મૈત્યાદિ ભાવયુક્ત વિશ્વશાંતિકર શ્રીસર્વજ્ઞધર્મના નિર્દોષ અનુષ્ઠાનોનો જગતમાં જયજયકાર બોલાવી આપણા સૌનું અંતિમ લક્ષ્ય અષ્ટકર્મવિનિર્મુક્ત બની શાશ્વતસિદ્ધિસુખના ભોક્તા બનીએ એ જ શુભકામના !! __ शिवमस्तु सर्वजगतः એફ-૨, જેઠાભાઈ પાર્ક, - સાધ્વી ચંદનબાલાશ્રી નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭. માગસર વદ-૧૦, વિ.સં. ૨૦૬૭, ગુરુવાર, તા. ૩૦-૧૨-૨૦૧0. D1-t.pm5 3rd proof
SR No.009691
Book TitleDharma Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages500
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy