SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ १९ અને આમ છતાં, સેંકડો ઉદ્ધરણો એવા છે, જેના સંદર્ભસ્થળો મેળવી શકાયા નથી. આ બાબત એ વાતનો ખ્યાલ આપી જાય છે કે ગ્રંથકાર કેટલા બહુશ્રુત હતા ! સંશોધન— ધર્મસંગ્રહ પ્રશસ્તિના શ્લોક ૧૦, ૧૧, ૧૨ અને C પ્રતમાં બાજુમાં ઉમેરેલા ૧૩ A શ્લોકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ગ્રંથનું સંશોધન ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ અને મહોપાધ્યાયશ્રી લાવણ્યવિજયજીએ કર્યું છે. ન્યાયચાર્ય યશોવિજયજી— પ્રશસ્તિનો ૧૧મો શ્લોક કહે છે– 'तर्कप्रमाणनयमुख्यविवेचनेन प्रोद्बोधितदिममुनिश्रुता । चक्रुर्यशोविजयवाचकराजिमुख्याः ग्रन्थेऽत्र मय्युपकृतिं परिशोधनाद्यैः " ॥ આ શ્લોકનું છેલ્લું પદ પરિશોધનાધૈઃ છે તેના ઉપર C વ્રતમાં ૪અર્થસૂચક = આવી બે લીટીઓ કરી બાજુના હાંસિયામાં તિ યોગનાધૈ: લખ્યું છે. પૂજ્ય સાગરજી મહારાજે આ બાજુના લખાણને દે. લા. સંસ્કરણમાં બ્રેકેટમાં મૂક્યું છે અને તેઓએ યોનનાસ્ પદ પરથી પ્રસ્તુત ગ્રંથમાં ન્યાયાચાર્યજીએ સંશોધન ઉપરાંત ટિપ્પણરૂપે લખાણ ક્યાંક ક્યાંક જોડ્યું છે એમ અનુમાન કર્યું છે. .. ધર્મસંગ્રહ સટીકનું સંપૂર્ણ ભાષાંતર અનેક સાક્ષીપાઠોના સંદર્ભસ્થાન દર્શાવવાપૂર્વકપૂ. આ.શ્રી વિજયભદ્રંકરસૂરિ મહારાજે બે વોલ્યુમ્સમાં કર્યું છે. ઉપરોક્ત સંસ્કરણમાં તેઓ શ્રી જણાવે છે : આવા [ ] કાટખૂણાવાળું લખાણ પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજય ગણિવરનું હોવાની માન્યતા છે. (ભા. ૧, પૃ. ૭) ‘ધર્મસંગ્રહની સ્વોપક્ષવૃત્તિના સંશોધકો અને ટિપ્પણકાર' નામના લેખમાં પ્રો. હીરાલાલ ૨. કાપડિયા લખે છે : “ટિપ્પણકાર ન્યાયાચાર્ય જ છે એમ કહેવા માટે મને કોઈ પ્રબલ પ્રમાણ જેમ મળ્યું નથી તેમ એ ટિપ્પણો અન્યકર્તૃક છે એમ કહેવા માટે પણ કોઈ વિશિષ્ટ પૂરાવો હજુ સુધી મળ્યો નથી.” (આત્માનન્દપ્રકાશ, વર્ષ ૫૫, અંક ૯) ‘“ધર્મસંગ્રહની સ્વોપક્ષવૃત્તિની હાથપોથીઓ અને તે પણ લિપિકાલના ઉલ્લેખવાળી તપાસાય તો ટિપ્પણકાર કોણ છે તે ઉપર પ્રકાશ પડવા સંભવ છે.” એમ તેઓ પ્રસ્તુત લેખમાં ઉમેરે છે. હસ્તલેખિત પ્રતિઓનો અંતરંગ પરિચય– અમે ઉપયોગમાં લીધેલ ત્રણે હસ્તપ્રતો પ્રાચીન છે. રચનાકાળ પછી નજીકના સમયમાં ૪. આ પ્રતિમાં અન્યત્ર પણ ચાંક ક્યાંક અઘરા શબ્દો પર આવી રેખાઓ કરી બાજુના હાંસિયામાં અર્થ લખેલા જોવા મળે છે. અમે ક્યાંક ક્યાંક આનો નિર્દેશ ટિપ્પણમાં કર્યો છે. જુઓ— ભા. ૧, પૃ. ૨૨૪, ટિ. પ. D1-t.pm5 3rd proof
SR No.009691
Book TitleDharma Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages500
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy