________________
श्रीशलेश्वरपार्श्वनाथाय नमो नमः । यक्षराट् श्रीमणिभद्रो विजयतेतराम् । श्रीमद्विजयधर्मसूरिगुरुभ्यो नमो नमः । શ્રીય વિનયપુ નઃ અ છે
કિંચિત્ વક્તવ્ય
સં. ૨૦૦૬ની સાલનું ચાતુર્માસ મેં મારા લઘુ ગુરુભાઈ તપસ્વી શ્રી. જયાનંદવિજયજી સાથે રાધનપુરમાં કર્યું. મારા ગુરુદેવોએ મારામાં જે ઇતિહાસ અને પુરાતત્ત્વ સંબંધી અભિરુચિનું બીજાપણું કર્યું હતું તે દ્વારા મને રાધનપુરનાં દેરાસરોની પ્રતિમાઓના લેખો લેવાની સહજ પ્રેરણ થઈ આવી. એ લેખે મારા સંશોધનકાર્યમાં ઉપયોગી નીવડશે, માત્ર એટલો જ ખ્યાલથી મેં એ વખતે ત્યાંના બધાં દેરાસરમાંથી પ્રતિમાલેખ લઈ લીધા. ત્યારે એવી તે સ્વપ્નમયે આશા નહોતી કે એ લેખે આ રીતે પુસ્તકાકારે પ્રગટ થશે. પણ બળવાન ભાવિએ એ સહજ વસ્તુને રચનાત્મક ઘાટ આપે, જે આજે પુસ્તકાકારે રજૂ થાય છે.
મારે કબૂલ કરવું જોઈએ કે, મારા એ સંશોધનાત્મક શેખને આ ઘાટ આપવાનું કામ મહાનુભાવ શ્રી. માણેકલાલ નાથાલાલ વખારિયા અને તેમના કુટુંબને આભારી છે. એ માટે તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.
જેવી સહજતાથી મેં રાધનપુરના પ્રતિમાલેખ લીધા તેવી જ સહજતાથી શ્રી માણેકલાલભાઈ સાથે આ ગ્રંથના પ્રકાશનની વાત થઈ –
લગભગ પાંચ વર્ષ પહેલાની એ વાત છે. સં. ૨૦૧૧માં હું તળાજા તીર્થની યાત્રાએ ગયે હતો. એ વખતે શ્રીયુત માણેકલાલભાઈ વખારિયા પણ તળાજાની યાત્રાએ આવ્યા હતા. એ સમયે હું તળાજાની પુસ્તિકા લખવા માટેની સામગ્રી એકત્રિત કરી રહ્યો હતો. જૂનાં પરિકરે, પદ્માસન
"Aho Shrut Gyanam"