________________
૪૨
પાટણની શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા તરફથી આજે વિદ્વાને અને જિજ્ઞાસુઓના કરકમલમાં સુધાળા નામને ગ્રંથ ઉપહૃત કરવામાં આવે છે. આ ગ્રંથમાં તાવિક જૈન દષ્ટિએ જીવનવિકાસને માર્ગ દર્શાવતાં અને કાનેક પ્રકરણને સંગ્રહ ગુજરાતી અને ઈંગ્લીશ અનુવાદ સહિત છે. એમાં પૂર્વાચાર્ય–વર્ણિત વિવિધ પદાર્થોનું સ્વતંત્ર નવીન દૃષ્ટિએ વર્ણન અને વિવેચન કરવામાં આવ્યું છે. આ આખા સંગ્રહના મૂળ પ્રણેતા પૂજયપાદ મુનિવર શ્રી ન્યાયવિજયજી મહારાજ છે. એઓશ્રી એ પ્રત્યેક વિષયને પિતાના સૂમ દષ્ટિ એ ઠીક ન્યાય આપે છે. કેઈપણ વિષય ઉપર ગમે તે બેવુ કે બેલી નાખવું એ ઘણું સહેલું છે, પરંતુ એ વિષયને લિપિબદ્ધ કે ગ્રંથબદ્ધ કરે એ ઘણું કપરું કામ છે. પૂજ્યપાદ શ્રી ન્યાયવિજયજી મહારાજશ્રીએ પૂર્વાચાર્યવણિત વિવિધ તાત્વિક પદાર્થોને વીણી વણીને વર્તમાન યુગને અનુરૂપ વિચારશલી અને ભાષામાં ઉતારી વિદ્વદ્વર્ગ અને જિજ્ઞાસુ જનતા ઉપર ખરેજ અનુગ્રહ કર્યો છે.
આ કૃતિસંગ્રહ અને એ સિવાયની બીજી મૌલિક કૃતિઓ સરજવા પાછળ તેઓશ્રીનાં વર્ષોનાં તપ અને ચિંતન છે. એ તપ અને ચિંતનમાંથી જ તેઓશ્રીએ દર્શન અને અશાસ્મારતો આદિ જેવી વિશિષ્ટ કૃતિઓ આપણને અર્પણ કરી છે. તેઓશ્રીના જૈનદર્શન પુસ્તકે તે આજે વિશિષ્ટતા જ પ્રાપ્ત કરી છે અને નામના પણ મેળવી છે. નવયુગના વિદ્યાર્થિવર્ગને સરળ અને ગંભીરપણે જેનદર્શનના હાર્દને સમજાવતું પુસ્તક માતૃભાષામાં તે આજે આ એક જ છે. આવી ગંભીર કૃતિઓના નિમીતા મુનિવરને ગ્રંથસંગ્રહ આજે આપણી સમક્ષ રજૂ થ ય છે. એનું અધ્યયન, અવલે કન અને ચિંતન આપણે તાવિક ગુણગ્રાહિતાની દૃષ્ટિને લક્ષમાં રાખી કરવાં જોઈએ, જેથી ગ્રંથકાર અને પ્રકાશક આદિને શ્રમ સફળ થયે ગણાય.
જૈન સંપ્રદાયે પ્રાચીન કાળમાં પણ તાવિક દષ્ટિના અભાવે કેટલું ય વિશિષ્ટ સાહિત્ય, કેટલે ય સંસ્કૃતિનો મહત્ત્વનો વારસે અને કેટલાય સ્વસંપ્રદાયના પારસ્પરિક સહકાર અને ઐયને બેઈ નાખ્યાં છે. આજે તો જેન સમાજે તાવિક દૃષ્ટિના અભાવે ઘણું ઘણું જોયું છે અને બેઈ રહ્યો છે. આ દષ્ટિએ આજના જૈન શ્રીસંઘે તાત્વિક દષ્ટિને વિકસાવવાની ઘણી ઘણી આવશ્યકતા છે. સં. ૨૦૫, શરદપૂર્ણિમા – મુનિ મહારાજ પુણ્યવિજયજી
Ahol Shrutgyanam