________________
[ 0 ]
मक-गीतम् પ્રભુ! તારાં ચરણમાં હાથ જોડી આ પ્રાર્થના કરી, તેમાંથી મને મન પ્રસાર સાંપડે છે, જે મને તારા પ્રસાદને પાત્ર બના! (મન પ્રસાદથી ભગવપ્રસાદ, ભેગવપ્રસાદથી આત્મસાજ.) ૩ર
(32) Thus I prayed to Thee with folded hands, and thereby I obtained mental delight. Oh my God ! may this mental delight be the cause of my becoming worthy of Tay favour |
इति भक्त-गीतं समाप्तम्
વાસનાની તૃપ્તિ ક્ષણિક છે, દુઃખાન્ત છે, રાગદ્વેષપષક છે અને ક્લેશાવહ છે. એ ભૂખ સંતોષાતી નથી. એને જેમ જેમ સંતોષવામાં આવે છે, તેમ તેમ એ વધુ ભડકે છે, વધુ વકરે છે. એને સંતોષતા રહેવામાં જીવન પિલાતું જાય છે. અમે રક્ષાને મંત્ર સંયમ છે. એમાં સાચી તૃપ્તિ છે, માનસ સ્વાચ્ય અને આત્મશાન્તિ છે. ભગવાન સંયમની મૂર્તિ છે. એના આલંબને સંયમ સધાય છે, ખિલે છે. માટે એ આરાધ્ય છે. ન્યાયવિજય
श्रीअर्हत्परमेश्वरस्य परमं पूर्णोज्ज्वलं जीवनं स्मृत्वा तद्गुणराशितः सुमहतः किश्चिन्निधातुं निज । चित्तम्लानिमपासितु च विपुलामाध्यात्मिकी प्रेरणां प्राप्तुं साधयितुं शमं भगवती मूर्तिः समालम्ब्यते ॥
-न्यायविजयः
અર્થાત–પ્રભુ પરમાત્માના પૂર્ણ ઉજવલ પરમ જીવનને યાદ કરી તેના મહાન ગુણરાશિમાંથી કાંઈક પિતાના જીવનમાં ઉતારવા માટે, ચિત્તની પ્લાનિને દૂર કરવા માટે, રૂડી આધ્યાત્મિક પ્રેરણા મેળવવા માટે અને ઉપશમની સાધના માટે વીતરાગ પરમાત્માની પ્રતિમાનું આલંબન લેવામાં આવે છે.
Ahol Shrutgyanam