SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ ધમ નથી, પણ ધર્મને ભાવવાના, ધમને સાધવાના કામમાં કામ લાગનારાં બાહ્ય માધનો છે. મતલબ કે સાધને વિવિધ જ હોય, એમના વૈવિધ્ય પર સુબ્ધ થવાનું ન હોય, અને એ પરથી ધર્મ ભેદ પણ માની લેવાનો ન હોય. સાધન અને વિધવિધાનની વિવિધતા અને દાર્શનિક વિચારની વિભિન્નતામાંથી ધમની એકતા થા અભિન્નતા સમજી જવાય તો તમામ બખેડા બહુ શીઘ્રતાથી શમી જાય. જુદાં જુદાં પાત્રોમાં જુદી જુદી ભેજ્ય વસ્તુઓ માણસે ભેગા મળો સહર્ષ જમે છે, ત્યાં કેઇને ભેજનપ્રસંગના પાત્રભેદ, સાધનભેદ કે વસ્તુભેદો પર અણગમે આવે છે? ના. તે પછી ધર્મના સાધનભેદ ઉપર માણસ કેમ કરડી નજર કરે છે? પત્રે અને ભેજ દ્રવ્યે ભિન્ન ભિન્ન છતાં ક્ષુધાતૃપ્તિનું કાર્ય બધાઓનું એક સરખું સધાય છે એમ માણસ સમજે છે, એથી એ પ્રસંગના એ ભેદો ઉપર એને વાંધો જણાતું નથી અને ત્યાં એ ડાહ્યો ડમરે બની રહે છે, તે તે પ્રમ ણે ધર્મની બાબતમાં પણ રીતરિવાજે, વિધિવિધાનો કે દાર્શનિક વિચાર ભિન્ન ભિન્ન હોવા છતાં આત્મભાવનાનું કાર્ય બધાનું એક સરખું સધાઇ શકે છે એ પ્રમાણે સમજી જવું અને એ ભેદ ઉપર ઉદાર બનવું લાજિમ નથી ? સંગત નથી ? આવશ્યક નથી ? - સાધન એટલે ખરી રીતે અહિંસા, સત્ય આદિ દ્વારા જીવનનું સંશોધન અથવા પવિત્રીકરણ માટે અહિંસા, સત્ય અથવા સદાચરણ, જે, જીવનની ધનક્રિયારૂપ છે, એ જ વસ્તુતાએ ધર્મ છે, દાર્શનિક વિચારો બે ધમ ધર્મ–માર્ગ )ની કર્તવ્યતાને સાબિત કરનાર હોઈ એને મદદરૂપ બને છે. તેમ જ કર્મકાંડ એની (ધર્મમાર્ગની ) સ્મૃતિ તથા ભાવનાને પિષક બનનાર તરીકે સહાયક છે દાર્શનિક વિચારો ગલત પણ હોઈ શકે છે. જેમકે, ઈવરનું જગકર્તાવ છે કે નહિ એ બેમાંથી એક મન્તવ્ય. પણ ઈવર-કતૃત્વનું મનવ્ય ખેડું હોય તે, એ મન્તવ્યથી માણસ જે ઈવરભક્તિને સાચે માગે ગ્રહણ કરી સદાચરણુપરાયણ બને તો એ ગલત દર્શન પણ ધમસાધનની દિશામાં લઈ જનારું બની કલ્યાણ સાધક થાય. અહિંસા, સત્ય આદિ સતિની કહાણું રૂપતાને સાબિત કરે એવું દર્શનશાસ્ત્ર ધર્મમાને સીધી રીતે મદદ કસ્તુ ગણી શકાય, અને, તિવાદ કે અતવાદને, કર્તા ઈશ્વર કે - અકર્તા ઈશ્વરને સાબિત કરનાર દર્શનશાસ્ત્ર ધર્મમાર્ગને સીધી રીતે નહિ. પણ પરંપરાએ (indirectly) સહાયક છે. કેમકે ઉપ Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy