________________
નવાઈની છતાં લગભગ સર્વત્ર જોવામાં આવતી વાત છે કે ઈશ્વર, પુણ્ય-પાપ અને પલકમાં માનવા છતાં અને ઈશ્વરપૂજા વગેરે અનુષાને કરવા છતાં માણસ અનીતિઅન્યાયનાં આચરણ કરવામાં લાગ્યો રહે છે. એ કે વિસંવાદ! કિન્તુ સાચી વાત એમ છે કે ઉક્ત અનુષ્ઠાને માણસના શરીર ઉપરથી જ વહી જતાં હોય છે, એના મન ઉપર નથી પડતાં, એટલે મન સંરકાર પામ્યા વગરનું રહી જાય છે, એટલે પછી વિચાર, વર્તન શી રીતે સુધરવા પામે ? એ જ કારણ છે કે, ધાર્મિક પૂજાપાઠ કરનારા, ઈશ્વરવાદના સમર્થનમાં મોટી મોટી શાસ્ત્રીય અને તાર્કિક વાતો ફેલાવનારા અને મોટા જોશથી કમનો મહિમા ગાનારા પણ નૈતિક જીવનમાં ઘણા પિચા અને કાલુખ્ય ધરાવતા હોય છે. માટે જ માણસે ખૂબ દઢતાથી સમજી લેવાની જરૂર છે કે સદ્દગુણના ધારણ માટે પ્રયત્નશીલ થવું એ જ જીવનનું પરમ વાસ્તવિક કર્તવ્ય છે. “ગીતા" સ્પષ્ટ કહે છે કે – કાળા માથે જિં પતિ મજ: - I જ
(અધ્યાય ૧૮) અથર્--પિતાનાં સત્કાર્યોથી જે ભગવાનને પૂજે છે તે સિદ્ધિને પામે છે. તાત્પર્ય એ જ કે-સદગુણી, સકર્મી થવું એ જ ભગવાનની સાચી પૂજા છે. ઈશ્વરવાદમાં ન માનનાર પણ જે સકમી હશે તે એ હમેશાં પળે પળે ભગવાનની પૂજા કરી રહ્યો છે, અને એ ભગવાનનો સાચો ભક્ત ગણાશે.
જૈનાચાર્ય શ્રીહરિભદ્રસૂરિ પણ પોતાના “અષ્ટક' ગ્રન્યના તૃતીય અષ્ટકમાં ભગવાનને અષ્ટપુષ્પી (આઠ પુષ્પ અર્પવાનું જણાવતી વખતે—
अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमसङ्गता ।
गुरुभक्तिस्तपा ज्ञानं सत्पुष्पाणि प्रचक्षते ॥ એ બ્લેક અને એની પછીના લેકથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ ગુરુભક્તિ, તપ અને જ્ઞાન એ આઠ ગુણરૂપ પુષ્પો (એ આઠ ગુણેને પાળવારૂપે) ભગવાનને આપવાનું જણાવે છે, અને એ અષ્ટપુષ્પી પૂજાને શુદ્ધપૂજા કહે છે.
આમ, જગતભરના જ્ઞાનીઓ પૂજા-ભક્તિ-તપ-જપ-સ્વાધ્યાય-ક્રિયા-- દ્વારા જીવનશૈધન કરવાનું જ ફરમાવે છે. નિઃસદેહ, કોઈ પણ સાધનને આશ્રય લઈ જે એક સાચું કાર્ય સાધવાનું છે તે જીવનશુદ્ધિ છે એ જ કુશલમા છે, એમાં જ જીવનની ધન્યતા છે. માણસ સત્સંગની
Aho! Shrutgyanam