SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ હસ્તિસૂક્ષ્મ, ૨ ની હરિતસૂમ, ૩ રાતું હરિતસૂક્ષમ, ૪ પીળું હરિતસૂક્ષ્મ, ૫ ધોળું હરિતસૂક્ષ્મ. એ હરિતસૂમ જે જમીન ઉપર ઉગે છે તે જમીનને જે રંગ હોય છે તેવા તદન સરખા રંગવાળું હોય છે એમ જણાવેલું છે, છવાસ્થ નિચે કે નિગ્રંથીએ જેને વારંવાર વારંવાર જાણવાનું હોય છે, જોવાનું હોય છે અને પડિલેહવાનું હોય છે. એ હરિરૂમની સમજુતી થઈ ગઈ. ૨૭૦ પ્રવ-હવે તે પુષ્પસૂમ શું કહેવાય? ઉ૦-પુષ્પ એટલે ફૂલ, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ફૂલ, એ પુષ્પસૂમ. એ પુષ્પસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ કાળું પુષ્પસૂમ, ૨ ની પુષ્પસૂક્ષ્મ, ૩ રાતું પુષ્પસૂક્ષ્મ, ૪ પીળું પુષ્પસૂમ, ૫ ધોળું પુષસૂકમ. એ પુષ્પસૂક્ષ્મ જે ઝાડ ઉપર ઉગે છે તે ઝાડને જે રંગ હોય છે તેવા તદ્ગ સરખા રંગવા જણાવેલું છે. છબસ્થ નિર્ગથે કે નિગ્રંથીએ જેને વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ પુષ્પસૂમની સમજુતી થઈ ગઈ ર૭૧ પ૦-હવે તે અંડસૂમ શું કહેવાય? ઉ૦-અંડ એટલે ઈ. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ઇ, એ અંડસૂકમ. અંડસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે ૧ મધમાખ વગેરે ડંખ દેનાર પ્રાણીઓનાં ઈંડાં, ૨ કરોળિયાનાં ઇંડાં, ૩ કીડિએનાં ઈંડાં, ૪ ઘરેળીનાં ઈંડાં, ૫ કાકડાનાં ઈડા. છટ્વસ્થ નિર્ચથે કે નિથીએ એ ઇંડાં વારંવાર વારંવાર જાણવાનાં છે, જેવાનાં છે અને પડિલેહવાનાં છે. એ અંડસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ. ૨૭૨ પ્રક-હવે તે લેણસૂક્ષ્મ શું કહેવાય? ઉ-લેણ એટલે દર, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું દર, એ લેણસૂક્ષ્મ. લેણુસૂક્ષ્મ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ ગયા વગેરે જીવોએ પિતાને રહેવા માટે જમીનમાં કેરી કાઢેલું દર-ઉક્તિગલેણ, ૨ પાણી સૂકાઈ ગયા પછી જ્યાં મોટી મોટી તરાડે પડી ગઈ હોય ત્યાં જે દર થયાં હોય તે ભિલેણ, ૩ બિલભણ, ૪ તાલમૂલક-તાડના મૂલ જેવો ઘાટવાળું દર-નીચેથી પહોળું અને ઊપર સાંકડું એવું દર–ભેણ. પાંચમું ખૂકાવર્ત-શેખના અંદરના આંટા જેવું ભમરાનું દર છદ્મસ્થ નિગ્રંથ કે નિથીએ એ દર વારંવાર વારંવાર જાણવાનાં છે, જેવાનાં છે અને પડિલેહવાનાં છે. એ લેણસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ, ૨૭૩ પ્ર૦-હવે તે સ્નેહસૂમ શું કહેવાય? ઉ૦-સ્નેહ એટલે ભીનાશ, જે ભીનાશ જલદી નજરે ન ચડે એવી હોય તે નેહસૂમસ્નેહસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ ઓસ, ૨ હિમ–જામી "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy