________________
૫૩
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં જિન નહીં પણ જિનની સમાન તથા સર્વ અક્ષરના સંગને બરાબર જાણનારા એવા યાવત્ ચારસે ચદપૂવઓની સંપત હતી.
એ જ રીતે પંદરસેં અવધિજ્ઞાનવાળાઓની, પંદરસેં કેવળજ્ઞાનવાળાઓની, પંદરસે વૈક્રિયલબ્ધિવાળાઓની, એક હજાર વિપુલમતિજ્ઞાનવાળાઓની, આઠ વાદીઓની અને સેળ અનુત્તરીયપાલિકાની સંપત હતી.
તેમના શ્રમણ સમુદાયમાં પંદર શ્રમણે સિદ્ધ થયા અને ત્રણ હજાર શ્રમણીએ સિદ્ધ થઈ અર્થાત્ સિદ્ધોની તેમની એટલી સંપત હતી.
૧૬૭ અરહત અરિષ્ટનેમિના સમયમાં અંતકૃતની એટલે નિર્વાણ પામનારાઓની ભૂમિ બે પ્રકારની હતી, તે જેમકે, યુગઅંતકૃતભૂમિ અને પર્યાયઅંતકૃતભૂમિ. ચાવત્ અરાહત અરિષ્ટનેમિ પછી આઠમા યુગપુરુષ સુધી નિર્વાણનો માર્ગ ચાલુ હતે-એ તેમની યુગઅંતકૃતભૂમિ હતી. અહિત અરિષ્ટનેમિને કેવળજ્ઞાન થચે બે વર્ષ વીત્યા પછી ગમે તે કેઈએ દુઃખને અંત કર્યો અર્થાત્ તેમને કેવળી થયે બે વર્ષ પછી નિર્વાણને માર્ગ ચાલુ થયો.
૧૬૮ તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ ત્રણ વરસ સુધી કુમારવાસમાં રા, ચેપન રાતદિવસ છસ્થ પર્યાયામાં રહ્યા, તદન પૂરાં નહીં–થોડાં ઓછાં સાતમેં વરસ સુધી કેવળિના કેવળિની દિશામાં રહ્યા–એમ એકંદર તેઓ પૂરેપૂરાં સાતમેં વરસ સુધી શ્રમયપર્યાયને પામીને અને સરવાળે તેઓ પિતાને એક હજાર વરસસુધીનું સર્વ આયુષ્ય પામીને વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકમ અને ગોત્રકમ એ ચારે કમેં તદ્દન ક્ષીણ થઈ ગયાં પછી અને આ દુષમાસુષમાં નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી
જ્યારે જે તે ગ્રીષ્મઋતુને ચોથો માસ આઠમે પક્ષ એટલે અષાડ શૂ૦ દિવને પક્ષ આવે ત્યારે તે અષાડશુદ્ધની આઠમના પક્ષે ઉજિતશેલ શિખર ઉપર તેમણે બીજા પાંચસે ને છત્રીશ અનગારા સાથે પાણી વગરનું માસિકભક્ત તપ તપ્યું, તે સમયે ચિત્રા
ત્રનો જોગ થતાં રાતને પૂર્વ ભાગ અને પાછલે ભાગ જોડાતો હતો તે સમયે-મધરાતે નિષદ્યામાં રહેલા અર્થાત બેઠા બેઠા અરહત અરિષ્ટનેમિ કાલગત થયા યાવત્ સર્વ દુઃખોથી તદ્દન છૂટા થયા.
૧૯ અરહત અષ્ટિનેમિને કાલગત થયાંને યાવત્ સર્વદુ:ખથી તદ્દન છૂટાં થયાને ચોરાશી હજાર વરસ વીતી ગયાં અને તે ઉપર પચાશીમા હજાર વરસનાં નવસૅ વરસ પણ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સિકાને આ એંશીમા વરસનો સમય ચાલે છે અર્થાત્ અરહત અરિષ્ટનેમિને કાલગત થયાને ચોરાશી હજાર નવસૅને એંશી વરસ વીતી ગયા.
"Aho Shrut Gyanam"