________________
કાંતિક દેવોએ આવીને તેમને કહ્યું ઈત્યાદિ બધું જેમ આગળ આવી ગયું છે તેમ કહેવું ચાવતું “ભાગના હકદારમાં દાનને વહેંચી આપીને’ ત્યાંસુધી.
જે તે વર્ષોત્રતુને પ્રથમ માસ, બીજે પક્ષ એટલે શ્રાવણને શુદ્ધ પક્ષ આવ્યો અને તે શ્રાવણ શુદ્ધની છટ્રના પક્ષે દિવસને ચડતે પહેરે જેમની વાટની પાછળ પાછળ દે માન અને અસુરોની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને યાવત્ દ્વારિકા નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ વિતક નામનું ઉદ્યાન છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે. ઊભી રખાવીને તેઓ શિબિકાપાલખીમાંથી ઊતરે છે, ઊતરીને પોતાની મેળે જ આભરણ માળાઓ અને અલંકારને નીચે મૂકે છે, નીચે મૂકીને પિતાની જ મેળે પંચમુષ્ટિક લેચ કરે છે, લેચ કરીને પાણી વગરને છટ્રભક્ત કરવા સાથે તેમણે ચિત્રા નક્ષત્રને જેગ આવતાં એક દેવદૂષ્ય લઈને બીજા હજાર પુરુષની સાથે મુંડ થઈને ઘરવાસમાંથી નીકળીને અનગાર દશાને સ્વીકારી.
૧૬૫ અરહત અરિષ્ટનેમિએ ચપન રાતદિવસ ધ્યાનમાં રહેતાં તેમણે હમેશાં શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું અને શારીરિક વાસનાઓને છેડી દીધેલ હતી ઇત્યાદિ બધું જેમ આગળ આવ્યું છે તેમ અહીં સમજવાનું છે યાવતુ અહિત અરિષ્ટનેમિને એ રીતે દયાનમાં રહેતાં પંચાવનમે રાતદિવસ આવી પહોંચે. જ્યારે તેઓ એ રીતે પચાવનમાં રાતદિવસની મધ્યમાં વર્તતા હતા ત્યારે જે તે વર્ષાઋતુનો ત્રીજો માસ, પાંચમ પક્ષ એટલે આસો માસને વ૦ દિપક્ષ અને તે આ વ૦ દિ. પન્નરમીના- અમાવાસ્યાના પક્ષે દિવસના પાછલા ભાગમાં ઉજિતશિલ શિખર ઉપર નેતરના ઝાડની નીચે પાણી વગરના અદ્રમભક્તનું તેમણે તપ તપેલું હતું, બરાબર એ સમયે ચિત્રા નક્ષત્રને વેગ આવતાં ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું વાવત્ ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. હવે તેઓ સમસ્ત દ્રવ્યો અને તેમના તમામ પયૉને જાણતા દેખતા વિહરે છે.
૧૬૬ અરહત અરિષ્ટનેમિને અઢાર ગણે અને અઢાર ગણધરો હતા.
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં વરદત્ત વગેરે અઢાર હજાર બ્રમણની ઉત્કૃષ્ટ શ્રમણુસંપત હતી.
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં આર્યયક્ષિણી વગેરે ચાળીશ હજાર આર્થિકાએની ઉત્કૃષ્ટ આયિકાસંપત હતી.
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં નંદ વગેરે એકલાખ અને ઓગણસિત્તેર હજાર શ્રમ પાસકેની ઉત્કૃષ્ઠ શ્રમણોપાસકસંપત હતી.
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં મહાસુન્નતા વગેરે ત્રણલાખ અને છત્રીશ હજાર શ્રમ પાસિકાઓની ઉત્કૃષ્ઠ શ્રમણ પાલિકાસંપત હતી.
"Aho Shrut Gyanam