________________
સ
છે, એની ધખધખતી જલતી જ્વાલાએને લીધે તે સુંદર લાગે છે, વળી, એની નાની મેાટી ઝાળા–જ્વાલાઓના સમૂહ એક બીજીમાં મળી ગયા જેવા જાય છે તથા જાણે કે ઊંચે ઊંચે સળગતી ઝાળાવડે એ અગ્નિ કોઈ પણ ભાગમાં આકાશને પકવતા ન હોય એવા દેખાતા એ અતિશય વેગને લીધે ચચળ દેખાય છે. તે ત્રિશલા માતા ચૌક્રમે સ્વપ્ન એવા અગ્નિને જુએ છે. ૧૪
૪૮ એ પ્રમાણે ઊપર વર્ણવ્યાં એવાં એ શુભ, સૌમ્ય, શ્વેતાં પ્રેમ ઊપજે એવાં, સુંદર રૂપવાળાં–રૂપાળાં સ્વમોને જોઇને, કમળની પાંખડી જેવાં નેત્રવાળાં અને હરખને લીધે અંગ ઊપરનું જેમનું રૂંવેરૂંવું ખડું થયેલ છે તેવાં દૈવી ત્રિશલા માતા પેાતાની પથારીમાં જાગી ગયાં.
જે રાતે મેટા જવાળા અરિહંત——તીર્થંકર, માતાની કૂખમાં ગર્ભરૂપે આવે છે તે રાતે તીર્થંકરની બધી માતાએ એ ચોઢે સ્વપ્નાને જુએ છે,
૪૯ ત્યાર પછી, આ એ પ્રકારના ઉદાર ચાદ એવા મહાસ્વપ્ને જોઇને જાગેલી હતી તે ત્રિશલા ક્ષત્રિયાણી ભારે હરખ પામી, ચાવત્ તેનું હૃદય આનંદને લીધે ધડકવા લાગ્યું તથા મેહની ધારાઓથી છંટાયેલ કદંબનું ફૂલ જેમ ખિલી ઉઠે તેમ તેણીનાં વેવાં આખા શરીરમાં ખિલી ઉઠયાં એવી એ ત્રિશલા રાણી પેાતાને આવેલાં એ સ્વપ્નાને સાધારણ રીતે ચાઈ કરે છે, એ રીતે અરાબર યાદ કરીને પેાતાની પથારીમાંથી ઉભાં થાય છે, ઉભાં થઈને પગ મૂકવાના પાદપીઠ—ાવઠા-ઊપર ઊતરે છે, ત્યાં ઊતરીને ધીમેધીમે અચપલપણું વેગ વગરની અને વિલંબ ન થાય એવી રાજહંસ સમાન ગતિએ ચાલતાં જ્યાં ક્ષત્રિય સિદ્ધાર્થનું શયન છે અને જ્યાં ક્ષત્રિયસિદ્ધાર્થ છે ત્યાં આવી પહેાંચ્યાં, આવીને તે પ્રકારની કાનને મીઠી લાગે તેવી, પ્રીતિ પેઢા કરે તેવી, મનને ગમે તેવી, મનને પસંદ પડે તેવી, ઉદાર, કલ્યાણરૂપ, શિવ—શાંતિ–કરનારી, ધન્યરૂપ, મંગલ કરનારી એવી સેહામણી રૂડી રૂડી તથા હ્રદયંગમ, હૃદયને આલ્હાદકરે તેવી, પ્રમાણુસર મધુર અને મંજીલ ભાષાવડે વાર્તાચતા કરતાં કરતાં તેગ્મા ક્ષત્રિય સિદ્ધાર્થને જગાડે છે.
૫૦ ત્યાર પછી, ક્ષત્રિય સિદ્ધાર્થની અનુમતિ પામેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ પ્રકારનાં મણિ અને રત્નાને જડીને ભાતીગળ અનાવેલા ચિત્રવાળા ભદ્રાસનમાં બેસે છે. બેસીને વિસામે લઈ ભાભરહિત ખની સુખાસનમાં સારી રીતે બેઠેલાં તે ક્ષત્રિયાણી સિદ્ધાર્થે ક્ષત્રિય પ્રત્યે તે તે પ્રકારની ધૃષ્ટ યાવત્ મધુર ભાષાવડે વાત કરતાં કરતાં આ પ્રમાણે ખેલ્યાં :
૫૧ ખરેખર એમ છે કે હૈ સ્વામી ! આજે હું તેવા પ્રકારના ઉત્તમ બિછાનામાં સૂતીજાગતી પડી હતી, તેવામાં ચૌદ સ્વપ્રોને જોઈને જાગી ગઈ. તે ચૌદ સ્વપ્રો હાથી વૃષભ વગેરે હતાં. તેા હૈ સામી ! એ ઉદાર એવા ચૌદ મહાસ્વોનું કોઇ હું માનું છું તેમ કલ્ચાણુરૂપ વિશેષ પ્રકારનું ફળ હશે ?
"Aho Shrut Gyanam"