SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ બધી બાજુએ ઊજળી કરી રહ્યો છે, પ્રશસ્ત એવી લક્ષ્મીનું એ ઘર છે, તમામ પ્રકારનાં દૂષો વિનાને છે, શુભ છે, ચમકિલે છે, શોભાવડે ઉત્તમ છે, તથા તમામ ઋતુનાં સુગંધી ફલેની માળાઓ એ કળશના કાંઠા ઊપર મૂકેલી છે એવા રૂયાના પૂર્ણકલશને તે માતા જુએ છે. ૯ ૪૩ ત્યાર પછી વળી, પદ્મસરોવર નામના સરેવરને માતા દસમા સ્વમમાં જુએ છે, એ સરોવર, ઊગતા સૂર્યનાં કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં–સહસ્ત્રદલ-મોટાં કમળને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળોનાં રજકણે પડેલાં હોવાથી એનું પાણી પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે, એ સરોવરમાં ચારે કાર ધણુ બધા જળચર જીવે ફરી રહ્યા છે, માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે, વળી, ઘણું લાંબું પહેલું અને ઊંડું એ સાવર સૂર્યવિકાસી કમળા, ચંદ્રવિકાસી કુવલય, રાતાં કમળ, મોટાં કમળે, ઊજળાં કમળે, એવાં અનેક પ્રકારનાં કમળોની વિસ્તાર વાળી, ફેલાતી વિવિધરંગી શાભાઓને લીધે જાણે કે ઝગારા મારતું હોય એવું દેખાય છે, સરોવરની શોભા અને રૂ૫ ભારે મનોહર છે, ચિત્તમાં પ્રમોદ પામેલા ભમરાઓ, માતેલી–મત્ત-મધમાખીઓ એ બધાનાં ટેળ કમળ ઊપર બેસી તેમનો રસ ચૂસી રહ્યાં છે એવા એ સરોવરમાં મીઠે અવાજ કરનારા કલહુસે, બગલાંઓ, ચકવાઓ, રાજહે, સારસો ગર્વથી મસ્ત બનીને તેના પાણીને ઉગ કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓનાં નરમાદાનાં જોડકાં એ સરોવરના પાણીને હેરો હેશે ઉગ કરે છે એવું એ સરોવર કમલિનીનાં પાંદડાં ઉપર બાઝેલાં મેતી જેવાં દેખાતાં પાણીનાં ટીપાંઓ વડે ચિત્રોવાળું આય છે, વળી એ સરોવર, જેનારનાં હૃદયને અને વેચનને શાંતિ પમાડે છે એવું છે એજ અનેક કમળોથી રમણીય દેખાતા એ સરેવરને માતા સાથે સ્વપ્ન દેખે છે. ૧૦ જ ત્યાર પછી વળી, માતા અગિયારમે સ્વપ્ને ક્ષીર સાગરને-દૂધના દરિયાને જુએ છે. એ ક્ષીરસાગરને મધ્યભાગ, જેવી ચંદ્રનાં કિરણોના સમૂહની શોભા હોય તેવી શોભાવાળો છે એટલે અતિઉજળો છે, વળી, એ ક્ષીરસાગરમાં ચારે બાજુ પાણીનો ભરાવો વધતો વધતો હોવાથી એ બધી બાજુએ ઘણે ઊંડે છે, એનાં મેજ ભારે ચપળમાં ચપળ અને ઘણું ઊંચાં ઊછળતાં હોવાથી એનું પાણી ડોલ્યા જ કરે છે, તથા ત્યારે ભારે પવનનું જોર હોય છે ત્યારે પવન એનાં મેજની સાથે જોરથી અથડાય છે તેથી મેં જાણે જોરજોરથી દેડવા લાગે છે, ચપણ બને છે, એથી એ સ્પષ્ટ હસતા તરંગે આમતેમ નાચતા હોય એ દેખાવ થાય છે તથા એ તરંગ ભયભીત થયા હોય એમ અતિભ પામેલા જેવા દેખાય છે એવા એ સોહામણુ નિર્મળ ઉદ્ધત કલેલોના મેળાપને લીધે જેનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં એ દરિયે કાંઠા તરફ રાહત આપે છે અને ઘડીકમાં વળી એ પિતા તરફ પાછા હઠી જાય છે એ એ જીદસાગર ચમા અને રમણીય દેખાય છે. એ દરિયામાં રહેતા મોટા મોટા મગસ, એય મોટા મ, તિમિ, તિમિંગલ, નિરુદ્ધ અને તિલતિલિય નામના જ પિતાનાં "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy