SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ નક્ષત્રામાં પ્રધાન, તથા તેમને શેાભાવનાર, અંધારાંના શત્રુ, કામદેવના આશાને ભરવાના માથા સમાન, દરિયાનાં પાણીને ઊછાળનારા, દમગ્રી અને પતિ વની વીણીને ચંદ્ર પેાતાનાં કિરણેાવડે. સૂકવી નાખે છે એવા, વળી, એ ચંદ્ર સૌમ્ય અને સુંદર રૂપવાળા છે. વળી વિશાળ ગગનમંડળમાં સામ્ય રીતે તા તે, જાણે ગગનમંડળનું હાલતું ચાલતું તિલક ન ડ્રાય એવા, રાહિણીના મનને સુખકર એવા એ રેસહિણીના ભરમાર છે એવા, સારી રીતે ઉલ્લસતા એ પૂર્ણચંદ્રને તે ત્રિશલાદેવી સ્વમમાં જુએ છે. દ ૪૦ ત્યાર પછી વળી, અંધારાં પડળોને ફાડી નાખનાર, તેજથી ઝળહળતા, રાતે આસાપાલવ, ખિલેલાં કેસૂડાં, પાપટની ચાંચ, ચણેાડીને અડધા લાલભાગ એ બધાનાં રંગ જેવે લાલચેાળ, કમળનાં વનને ખિલવનાર, વળી, યાતિષચક્ર ઉપર કરનાર હાવાથી તેના લક્ષણને જણાવનાર, આકાશતળમાં દીવા જેવે, હિમનાં પડળોને ગળે પકડનાર એટલે ગાળી નાખનાર, ગ્રહમંડળને મુખ્ય નાયક, રાત્રિનેા નાશ કરનાર, ઊગતાં અને આથમતાં ઘડીભર ખરાખર સારી રીતે જોઇ શકાય એવા, આજે વખતે જેની સામે જોઈ જ ન શકાય એવા સ્વયવાળો, તથા રાત્રિમાં અપાટાએંધ દાતા ચોર જાર વગેરેને અટકાવનાર, ઠંડીના વેગને હઠાવી નાખનાર, મેરુપર્વતની આસપાસ નિરંતર ફેરા ફરનાર, શિાળ અને ચમકતા ચંદ્ર તારા વગેરેની શૅભાને પોતાનાં હજાર કિરણાવૐ નાખી દેનાર એવા સૂર્યને માતા સાતશે તે જુએ છે. ૭ ૪૧ ત્યાર પછી વળી, ઉત્તમ સેનાના દંડની ટોચ ઉપર ખરાખર બેસાલા, ભેગાં મળેલાં નીલાં રાતાં પીળાં અને ધેાળાં તથા સુંવાળાં, વળી, પવનને લીધે લહેરખીઓ લેતાં જેને માથે મેરપીંછાં વાળની પેઠે શોભી રહ્યાં છે એવા ધ્વજને માતા મે સ્વપ્ને જુએ છે, એ ધ્વજ અધિક ભાવાળો છે. જે ધ્વજને મથાળે-ઉપરના ભાગમાં— સ્ફટિક અથવા તેડેલા શંખ, અંકરત્ન, મેગરે, પાણીનાં બિંદુએ અને રૂપાને કળશ એ અધાની જેવા ધેાળા રંગના શેભતા સિંહ શે।ભી રહેલ છે જાણે કે એ સિંહ ગગનતળને ફાડી નાખવાને ફાળ ભરતા ન હેાય એવે દેખાય છે એવા એ ધ્વજ છે તથા એ ધ્વજ, સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, ઘણા માટેો છે અને માલુસેને એ ભારે દેખાવડો લાગે છે. ૮ ૪૨ ત્યાર પછી વળી, ઊત્તમ કંચનની જેવા ઊજળા રૂપવાળા, ચેકમા પાણીથી ભરેલે, ઉત્તમ, ઝગારા મારતી કાંતિવાળા કમળોના જત્થાથી ચારે બાજુ શેલતા એવે રૂપાના કળશ માતાને નવમે સ્વપ્ન દેખાય છે, તમામ પ્રકારના મંગલના ભેટ્ટા એ કળશમાં ભેગા થયેલા છે એવે એ સર્વ મંગલમય છે, ઉત્તમ રત્નાને જડીને અનાવેલા કમળ ઊપર એ કળશ શાભી રહેલ છે, જેને જોતાં જ આંખ ખુશખુશ થઈ જાય છે એવા એ રૂપાળો છે, વળી, એ પેાતાની પ્રભાને ચારે કોર ફેલાવી રહ્યો છે, તમામ દિશાઓને "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy