________________
બનશે કે હે દેવાનપ્રિયે! તમે બરાબર પૂરા નવ માસ અને સાડા સાત રાત દિવસ વીતાવી દીધા પછી પુત્રને જન્મ આપશે.
એ પુત્ર હાથપગે સુકુમાળ થશે, પાંચ ઈદ્રિયોએ અને શરીરે હી નહીં પણ બરાબર સંપૂર્ણ-પૂરે થશે, સારાં લક્ષણવાળા થશે, સારાં વ્યંજનવાળા થશે, સારાં ગુણેવાળો થશે, માનમાં, વજનમાં તથા પ્રમાણે કરીને એટલે ઉચાઈમાં બરાબર પૂરે હશે, ઘાટીલાં અંગોવાળે તથા સર્વાંગ સુંદર-સર્વઅંગેએ સુંદર-હશે, ચંદ્ર જે સૌમ્ય હશે તથા મનહરનમ, દેખાવે વહાલું લાગે તેવ, સુંદર રૂપવાળા અને દેવકુમારની સાથે સરખાવી શકાય તે હશે.
૯ વળી, તે પુત્ર, જ્યારે બાલવય વટાવી સમજણ થતાં મેળવેલી સમજને પચાવનારે થઈ જુવાન વયમાં પહોંચશે ત્યારે તે રિટ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદને એ ચારે વેદને અને તે ઉપરાંત પાંચમાં ઈતિહાસને-મહાભારતને-છઠ્ઠા નિઘંટુ નામના શબ્દકેશને જાણનારો થશે.
તે, એ બધાં પૂર્વોક્ત શાસ્ત્રોને સાંગોપાંગ જાણનારે થશે, રહસ્યસહિત સમજનારે થશે, ચારે પ્રકારના વેદોને પારગામી થશે. જે વેદ વગેરેને ભૂલી ગયા હશે તેમને એ તમારો પુત્ર યાદ કરાવનાર થશે, વેદનાં છએ અંગોને વેત્તા-જાણુકાર થશે, ષષ્ટિતંત્ર નામના શાઅને વિશારદ થશે, તથા સાંખ્ય શાસ્ત્રમાં કે ગણિત શાસ્ત્રમાં, આચારના ગ્રંથોમાં, શિક્ષાના-ઉચ્ચારણના શાસ્ત્રમાં, વ્યાકરણ શાસ્ત્રમાં, છંદશાસ્ત્રમાં, વ્યુત્પત્તિશાઅમાં, જ્યોતિષશાસ્ત્રમાં અને એવા બીજા પણ ઘણુ બ્રાહ્મણશાઓમાં અને પરિવ્રાજકશાસ્ત્રોમાં એ તમારે પુત્ર ઘણું જ ચિંડિત થશે.
૧૦ તે હે દેવાનુપ્રિયે! તમેં ઉદાર સ્વપ્ન જોયાં છે યાવત્ આરેચ કરનારાં, સંતોષ પમાડનારાં, દીર્ધ આયુષ્ય કરનાર, મંગલ અને કલ્યાણ કરનારાં સ્વપ્ન તમે જોયાં છે.
૧૧ પછી તે દેવાનંદા માહણ રિષભદત્ત માહણ પાસેથી સ્વપ્નના ફલને લગતી આ વાત સાંભળીને, સમજીને હરખાઈ, બૂઠી યાવત્ દશ નખ ભેગા થાય એ રીતે આવર્ત કરીને, અંજલિ કરીને રિષભદત્ત માહણને આ પ્રમાણે કહેવા લાગી
૧૨ હે દેવાનુપ્રિય! જે તમે ભવિષ્ય કહો છો એ એ પ્રમાણે છે, હે દેવાનુપ્રિય! તમારું કહેવું એ ભવિષ્ય તે પ્રમાણે છે, હે દેવાનુપ્રિય! તમારું ભાખેલું એ ભવિષ્ય સાચું છે, હે દેવાનુપ્રિય! એ સંદેહ વગરનું છે, હે દેવાનુપ્રિય! મેં એવું ઈછેલું છે, હે દેવાનુપ્રિય! મેં તમારા એ વચનને સાંભળતાં જ સ્વીકારેલું છે પ્રમાણભૂત માનેલ છે, હે દેવાનું-- પ્રિય! એ તમારું વચન મેં ઇરછેલ છે અને મને માન્ય પણ છે, હે દેવાનુપ્રિય! જે એ હકીક્ત તમે કહે છે તે એ સાચી જ હકીકત છે, એમ કહીને તે સ્વપ્નનાં કલાને
"Aho Shrut Gyanam"