________________
૫૮
પવિત્ર કલ્પસૂત્ર ડાબા હાથમાં અંકશ છે. ઈન્દ્રના ઉત્તરીય વસ્ત્રમાં સુંદર ડીઝાઈન છે. ઈન્દ્રના હાથની આંગળીઓ વગેરેની રજૂઆત ચિત્રકારની કલાપ્રવીણતાનું દિગ્દર્શન કરાવે છે.
ચિત્ર રપ૧ઃ કમઠ-પંચાગિન-તપ, ડહેલા ૨ના પાના પ૭ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના કમઠપંચાગ્નિ તપના પ્રસંગથી થાય છે.
એક વખતે વારાણસી નગરીની બહાર કમઠ નામ તાપમ પંચાગ્નિ તાપ તપ આવ્યો, તેની પંચાગ્નિ તપ વગેરે કર્ણક્રિયાઓ જોઈ નગરના લોકોને હાથમાં પુષ્પ વગેરે પૂજાની સામગ્રી લઈને તે દિશા તરફ જતા શ્રી પાર્શ્વ કુમારે પિતાના મહેલને ઝરૂખામાંથી જોયા. પાર્શ્વકુમાર પણ તેને જોવા પરિવાર સહિત નીકળ્યા. તીવ્ર પંચાગ્નિના તાપથી તપતા કમઠને પ્રભુએ જોયો એટલું જ નહિ, પણ પાસેના અગ્નિકુંડમાં નાખેલા એક કાષ્ટની અંદર એક મોટા જીવતા સપને પણ બળતો તેઓશ્રીએ પિતાના જ્ઞાનબળથી નિહાળ્યો. કરુણાસમુદ્ર પાર્વકુમાર બેલ્યા, “હે મૃઢ તપસ્વી ! દયા વિના ફેટનું આ કષ્ટ શા સારુ વેઠે છે? હે તપસ્વી ! આ કલેશકાશ્ક, દયાહિત કણક્રિયા કરવી મૂકી દે.”
પાર્શ્વકુમારના વચન સાંભળી ક્રોધાયમાન થએલે કમઠ તાપસ કહેવા લાગ્યો, “હું જાણું છું કે તમે એક રાજપુત્ર છે. રાજપુત્રો તો કેવળ હાથી-ઘોડા ખેલી જાણે! ધર્મનું સાચું તત્ત્વ કેવળ અમે તપોધન જ જાણીએ. તમારાં મોજશોખ તમને મુબારક હે, અમારા તપની વચમાં તમે વ્યર્થ માથું ન મારો.”
ક્ષમાસાગર કુમારે આ વખતે વધારે વાદવિવાદ નહિ કરતાં પોતાના એક સેવક પાસે પિલું સળગતું કાષ્ટ બહાર કઢાવ્યું અને તેને યતનાપૂર્વક સાવચેતીથી ફડાવ્યું. તેમાંથી તરત જ તાપ વડે આ કળવ્યાકુળ અને મરણ પ્રાયઃ એ એક સર્ષ નીકળે. કુમારની આજ્ઞાથી એક સેવકે તે સપને નવકારમંત્ર તથા પ્રત્યાખ્યાન સંભળાવ્યું, તે સાંભળી સર્પ ત જ મૃત્યુ પામી નાગાધિપ-ધરણેન્દ્ર થયો. કમઠ તાપસ લેને તિરરકાર પામી પાર્શ્વકુમાર પ્રત્યે દ્વેષભાવ રાખતા લોકોમાં અપકીતિ યામી બીજે સ્થળે ચાલ્યા ગયેા. તે અજ્ઞાનકષ્ટતપ તપી મરણ પામીને ભવનવાસી મેઘકુમાર દે માં મેઘમાલી નામને દેવ થયે.
ચિત્રની એક આજી, ચારે દિશામાં અગ્નિકુંડે સળગે છે અને મધ્યમાં કમઠ તપાસ બેઠેલે છે. કમઠના મસ્તકના ઉપરના ભાગમાં સૂર્ય ચીતરીને ચિત્રકારે પંચાગ્નિ તાપની રજુઆત કરી છે. ચિત્રની બીજી બાજુ ઉપરના ભાગમાં નોકરે યતના પૂર્વક કાષ્ટ ચીરીને બહાર કાઢે મરણતોલ સ્થિતિમાં સર્ષ દેખાય છે અને તે સર્પને પોતાના જમણે હાથ ઊંચા કરીને ઊભા રહે નોકર નવકાર મંત્ર અને પ્રત્યાખાન સંભળાવતો દેખાય છે. નીચેના ભાગમાં ઘોડા ઉપર બેઠેલા પાર્શ્વકુમાર સામે પંચાગ્નિ તપ તપતા કમઠ તાપસ સાથે વાદવિવાદ કરતા દેખાય છે.
ચિત્રના અનુસંધાને, કમઠોપસર્ગ નિવારણને ઉપરને પ્રસંગ જેવાને છે. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૯૩નું વર્ણન. ચિત્રની મધ્યમાં પ્રભુશ્રી પાર્શ્વનાથ પધાસનની બેઠ કે આભૂષણો સહિત બેઠેલા છે. પ્રભુશ્રીના મસ્તક ઉપર નાગરાજની સાત ફણાઓ છે.
"Aho Shrut Gyanam"