SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ , ૫૬ પવિત્ર કલ્પસૂત્ર કેળનાં પાંદડાં બાંધેલાં છે, ચારીની ઉપરના ભાગમાં છત્ર તથા તરંણ બાંધેલું છે. પ્રભુ સંસારાવસ્થામાં એક સ્ત્રી સાથે હસ્તમેળાપ કરતા ચિત્રમાં દેખાય છે. બંનેની મધ્યમાં નીચે એક બ્રાહ્મણ બેઠેલે છે અને તે અગ્નિમાં ઘીની આહુતિ આપતે દેખાય છે. સૌથી નીચે બે પુરુષ તથા બે સ્ત્રીઓ ઊભેલાં છે. સૌથી આગળના પ્રથમ પુરુષના જમણા હાથમાં ફૂલ છે અને પાછળના બીજા પુરુષનો વન મા હાથ ઊંચે કરેલો દેખાય છે; પાછળની બંને સ્ત્રીઓ પૈકીની પ્રથમ સ્ત્રીના જમણા હાથમાં સળગતે રામણદીવે અને બીજી સ્ત્રીના ઉચા કરેલા જમણા હાથમાં શ્રીફળ દેખાય છે. આ સ્ત્રી-પુરુષે આપણે ઉપર જણાવી ગયા તે પ્રમાણે મનુએ નથી પણ દે છે, તે દર્શાવવા ચિત્રકારે દરેકના ચહેરાની આજુબાજુ ફરતું દિવ્ય તેજ બતાવવા માટે ગેળ આભામંડળે સફેદ રંગથી ચીતરેલાં છે. આ ચિત્ર પંદરમા સિકાની લગ્ન-વ્યવસ્થાને આબેહુબ ખ્યાલ આપે છે. શિવ ૨૪૫. શ્રી ત્રાષભદેવને રાજ્યાભિષેક. ઉપરના જ પાનાની ડાબી બાજુને ચિત્રપ્રસંગ. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૨૬૪ના નીચેના પ્રસંગનું આ જ ચિત્રને લગતું વર્ણન. ના ચિત્રમાં સિંહાસન ઉપર વસ્ત્રાભૂષણોથી સુસજિજત થઈને પ્રભુ રાજગાદી ઉપર જમણા હાથમાં તલવાર પકડીને બેઠેલા છે, અને પ્રભુની સામે ડાબે હાથમાં પકડેલા કુમકુમનાં રત્નજડિત સુવર્ણપાત્રમાંથી લીધેલા કુમકુમ વડે જમણા હાથના અંગૂઠાથી પ્રભુના ભાલસ્થલમાં રાજ્યાભિષેકનું તિલક કરતા ઈન્દ્ર ઉભેલે છે. ઇન્દ્રના ચાર હાથ પકીને નીચે જમણા હાથ વરદ મદ્રાએ રાખેલ છે અને ઊંચા કરેલા થાડાબા હાથમાં અંકુશ પકડેલે છે. બંનેના મસ્તક ઉપર રાજચિ તરીકે છત્ર છે અને બંનેના ચહેરાને ફરતાં દિવ્ય તેજનાં દ્યોતક આભામંડળો છે. Plate LIX ચિત્ર ર૪ઃ શ્રીમારૂદેવાની મુકિવ. કાંતિ િ૧. પાના ૭૧ ઉપરથી. ભરત ચક્રવર્તિએ મારૂદેવા માતાને પણ પિતાની સાથે લીધાં અને તેમને હાથી ઉપર બેસાડવાં. સમવસરણની નજીક આવતાં જ ભરતે માતા મારૂદેવાને કહ્યું કે, “માતાજી! આપના પુત્રની અદ્ધિ સામે એકવાર ઇ તો રે ભરતના આનંદદગાર સાંભળી મારૂદેવા માતાના અંગેઅંગ રોમાંચિત થયાં. પાણીના પ્રવાહથી જેવી રીતે કાદવ છેવાઈ જાય તેવી રીતે આનંદાશ્રુ વડે તેમનાં પડળ પણ જોવાઈ ગયાં, પ્રભની છવચામર વગેરે ઋદ્ધિ જોઈ તે મનમાં વિચાર કરવા લાગ્યાં કે, “ખરેખર ! મેહથી વિફળ બનેલા પ્રાણીઓને ધિક્કાર છે! પિતાને સ્વાર્થ હોય ત્યાં સુધી જ સહ સ્નેહ બતાવે છે! આ અષભના દુઃખની નકામી ચિંતા કરી કરીને અને રડી રડીને આંધળી થઈ ગઈ, છતાં સુરઅસુરથી સેવાતા અને આવી અનુપમ સમૃદ્ધિ ભેળવતા આ અષભે મને સુખ સમાચારને સંદેશ પણ ન મોકલે ! આવા સુખમાં માતા શેની યાદ આવે ? એવા રવાર્થી નેહને હજારોવાર ધિક્કાર છે!” એવી ભાવના ભાવતાંભાવતાં મારૂદેવા માતાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને તે જ ક્ષણે આયુષ્યનો ક્ષય થવાથી મુક્તિ પામ્યાં. ચિવમાં હાથી ઉપર આગળ બેઠેલાં શ્રીમારૂદેવા માતા છે, જેમના ડાબા હાથમાં શ્રીફળ છે. પાછળ બેઠેલા ચક્રવતિ ભરત છે, તેમના માથા ઉપર છત્ર છે. હાથીની આગળના ભાગમાં જમણા ખભા ઉપર તલવાર તથા ડાબા હાથમાં દ્વાલ રાખીને ચાલતે પદાતિ-નિક છે. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy