________________
પ૪
પવિત્ર કલ્પસૂત્ર જિનમંદિરની વિશાળતાને આબેહૂબ ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે. બંને મૂર્તિઓની નીચેની પદીમાં હારબંધ હાથીઓ ચીતરેલા છે. પટ્ટીની નીચેના ભાગમાં પહાડની આકૃતિ છે. એને મૂર્તિઓની નીચે ગોળાકૃતિમાં ધર્મચકની રચના બે હરણીઓના જોડલાં ચીતરીને રજૂ કરી છે.
ચિત્ર ર૪ઃ મહાતીર્થ શ્રી ગીરનાર. સેહન. પાના ૬૬ ઉપરથી. આ ચિત્રમાં શ્વેતાંબર જેના બીજા મુખ્ય તીર્થ ગીરનારજીની રજૂઆત કરવાનો ચિત્રકારનો આશય હોય તેમ લાગે છે. ચિત્રની બરાબર મધ્યમાં શિખરબંધ જિનમંદિરમાં શંખના લંછન(
ચિન્હ)વાળી આભૂષણ સહિત ગીરનાર તીર્થના મુખ્ય દેરાસરના મૂળનાયક બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ જીની સુંદર ?
૧ ચિત્રકારે ચીતરેલી છે. ચિત્ર ૨૩૯ની માફક આ ચિત્રમાં પણ શિખર ઉપર દવા ફરકી રહી છે. મૂળનાયકની જમણી બાજુએ એક પુરુષ અને એક સ્ત્રી બંને હાથની અંજલિ જેડીને સ્તુતિ કરતાં દેખાય છે. ઘણું કરીને તેઓ આ પ્રત ચીતરાવનાર પતિ-પત્ની હશે એમ લાગે છે. ડાબી બાજુએ કાઉસગ્ગ ધ્યાને ઊભેલી એક સ્ત્રીની આકૃતિ છે, જે ઘણું કરીને “જિમતીની હોવી જોઈએ, કારણ કે ગીરનાર પર્વત પરના મુખ્ય મંદિરથી જરા દૂરની ટેકરી ઉપર રાજુલની ગુફા” નામની એક ગુફામાં ‘શમિતીની મૂતિ આજે પણ ગીરનાર પર્વત પર વિઘમાન છે. રાજિમતીના મસ્તકના ઉપરના ભાગમાં એક ઉપર એક એમ બે પદ્માસનસ્થ જિન મતિઓ છે, જે ચીતરીને ગીરનાર ઉપરના બીજા જિનમંદિરની રજૂઆત કરવાનો ચિત્રકારને આશય હોય એમ લાગે છે. તે મૂતિઓના ઉપરના ભાગમાં એક હસમુગલ ચીતરેલું છે. ચિત્રની ડાબી બાજુને શિખર ઉપર પણ એક પક્ષી ચીતરેલું છે તથા ઉપરના ખૂણામાં પહાડની આકૃતિ
જા કરી શ્રી નેમિનાથ ભગવાનના શાસનની અધિષ્ઠાયિકા અંબિકાયક્ષિણું તથા યક્ષરાજની મૃતિઓ ચીતરેલી છે. ચિત્રના તળિયાના ભાગમાં બંને બાજુ એ કેક ઝાડ અને એકેક પુરુષ-- યાત્રાળુ ડુંગર ઉપર ચડતા દેખાય છે. જમણી બાજુથી ચડતા યાત્રાળુના બંને હાથમાં કુલની માળા તથા ડાબી બાજુથી ચડતા યાત્રાળુના જમા હાથમાં કાંઈક વાજિંત્ર જેવું અને ડાબે હાથ ઊંચે કરેલો છે. મધ્યમાં ધર્મચક્રના દ્યોતક બે હરણુ ચીતરેલાં છે, પરંતુ અજાયબીની વાત એ છે કે બીજા ચિત્રો તથા શિક્ષકોની માફક આ ચિત્રનાં બને હરણને એકબીજાની સન્મુખ રજૂ નહિ ક૨તાં અને એકબીજાની પાછળ બેઠેલાં ચીતરેલાં છે,
Plate LVII ચિત્ર ર૪૧ સ્થૂલિભદ્ર,કેશા અને સાત બહેને કુસુમપાના ૧૦૧ઉપરથી માઢરગોવવાળા વિર આર્ય સંભૂતિવિજ્યને ગૌતમ ગેત્રવાળા આર્ય સ્થલિભદ્ર શિષ્ય હતા. તેઓ પાટલીપુત્રના મહામંત્રી શકટાલના પુત્ર હતા. પૂર્વાવસ્થામાં તેઓ બાર વર્ષ સુધી કેશા નામની ગણિકાને ત્યાં રહ્યા હતા. વરચિ નામના વિદ્વાન બ્રાહ્મણના પ્રપંચથી મહામંત્રી શકટાલ મૃત્યુ પામ્યા. નંદરાજાએ સ્થાલિભદ્રને બોલાવી મંત્રીપદ સ્વીકારવાનું કહ્યું; પરંતુ પિતાના મૃત્યુને લીધે સંસારર વૈરાગ્ય આવવાથી આર્ય સંભૂતિવિજયજી પાસે જેનધર્મની સાધુદીક્ષા અંગિકાર કરી.
દીક્ષા અંગિકાર કરી, ગુરુની આજ્ઞા લઈ પૂર્વ પરિચિત કેશા ગણિકાને ત્યાં ચિત્રશાળામાં
"Aho Shrut Gyanam"