________________
ચિત્રવિવરણ આ ચિત્ર ચિત્રકારની પછી ઉપરને સુંદર કાબૂ દર્શાવે છે.
ચિત્ર રર૮ઃ સિદ્ધાર્થ અને ત્રિશલા. સેહન. પાના ૯ ઉપરથી. સિદ્ધાર્થ રાજા નાનગૃહમાંથી નીકળી, બહાર જ્યાં સભાનું સ્થાન હતું ત્યાં પહોંચ્યા અને સિંહાસન ઉપર પૂર્વદિશા તરફ મુખ રાખી બિરાજમાન થયા. ત્યારબાદ પોતાની બહુ નજીક નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે સભાના અંદરના ભાગમાં પડદો બંધા. પડદાની મનહરતા
આ પડદાને વિવિધ પ્રકારનાં મણિ અને રત્નો જડેલાં હોવાથી અતિશય દર્શનીય લાગત હતું. જ્યાં હાચી જાતનાં વસ્ત્રો વણતાં હતાં, ત્યાં જ તે બનાવરાવવામાં આવેલ હોવાથી ભારે કિંમતી હતે. બારીક રેશમને બનાવેલ અને સેંકડો ગૂંથણીઓ વડે મનને આશ્ચર્ય પમાડનાર તારી તેમાં ખીલી નીકળતો હતો. વળી એ પડદા ઉપર અનેક પ્રકારનાં મનહર અને આશ્ચર્યકારક ચિત્રો આલેખેલાં હતાં. વરુ, વૃષભ, મનુષ્ય, મગરમ, પંખીઓ, સર્પો, કિન્નરદે, ફરૂ જાતિનાં મૃગલાં, અષ્ટાપદ નામનાં જંગલનાં પશુઓ, ચમરે ગાયે, હાથી, તેમ જ અન્ય કલતા વગેરે વનલતાઓ અને પદ્મલતાઓનાં કળાભરેલાં ચિત્રો તેમાં મુખ્ય હતાં. આ પડદેજવનિકા બંધાવવાને ઉદેશ એ જ હતો કે અંદરના ભાગમાં રાણું વગેરે અંતઃપુરવાસિનીઓ નિરાંતે બેસી શકે. રાણીનું સિંહાસન
પડદાની અંદર રાણીને બેસવાને માટે એક સિહાસન ગોઠવવામાં આવ્યું. તેની ઉપર મણિ–૨નની અંદર રચના કરવામાં આવી હતી. બેસવાની જગ્યાએ સ્વચ્છ અને મળ રેશમી ગાદી બિછાવી તેની ઉપર સફેદ ચાદર પાથરવામાં આવી હતી. એ રીતે તે અતિશય કમળ અને શરીરને સુખકારી લાગે એવું સિંહાસન ગોઠવવામાં આવ્યું હતું.
ચિત્રમાં સિદ્ધાર્થ રાજ જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં કુલ રાખીને સિંહાસન ઉપર વસ્ત્રાભૂષોથી સુસજિજત થઈને બેઠેલા છે. મસ્તક ઉપર ચંદરવે બાંધેલો છે. વચ્ચે પડદે છે. પડદાના આંતરામાં ત્રિશલા જમણા હાથમાં કુલ રાખીને વસ્ત્રાભૂષથી સુસજિત થઈને બેઠેલાં છે. તેમના મસ્તક ઉપર પણ ચંદરે બાંધેલા છે. ચિત્રના ઠેઠ ઉપ૨ને ભાગમાં બે મોર ચીતરેલા છે.
ચિત્ર રર૯ ત્રિશલાનો આનંદ. સેહન. પાના ૩૦ ઉપરથી ગભ સહીસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આનંદનો પાર ન રહ્યો. ચિત્રમાં ત્રિશલા ખૂબ આનંદમાં આવી જઈને હીંચકા ઉપર હીંચકા ખાતાં બેઠેલાં છે. કલ્પસૂત્રની બીજી કેઈપણ સચિત્ર પ્રતમાં આ પ્રસંગને આ રીતે ચીતરેલે મારા જેવામાં આવ્યો નથી. હીંચકામાં બારીક સુંદર કોતરકામ કરેલું દેખાય છે. ત્રિશલાની જમણી બાજુએ હીંચકા ઉપર ઊભી રહેલી ચામરધારિણે સ્ત્રી-પરિચારિકા ડાબા હાથથી ચામર વિઝતી દેખાય છે. ડાબી બાજુએ બીજી એક સ્ત્રી–પરિચારિકા વાડકામાં ચંદનઘનસાર વગેરે વિલેપન કરવાનાં દ્રવ્યો લઈને હીંચકા ઉપર ઊભેલી છે. હીંચકાની નીચેના ભાગમાં બંને બાજુએ એ કેક સ્ત્રી–પરિચારિકા બેઠેલી છે; વળી નીચેના ભાગની મધ્યમાં
"Aho Shrut Gyanam"