________________
ચિત્રવિવરણ કર્યો અને પોતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યું. તે વખતે ઇ ધેશાળી પ્રભુનું ‘વીર” એવું ગુણનિષ્પન્ન નામ પાડ્યું.
ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુકુટ તથા કાનમાં કુંડળ વગેરે આભૂષણે પહેરેલાં છે અને ઝાડને વીંટળાઈ વળેલો સર્ષ છે. વર્ધમાનકુમારની આગળપાછળ ત્રણ તથા ઉપરના ભાગમાં એક બીજો છોકરો ચીતરેલ છે. વર્તમાન દેવના ખભા ઉપર બેઠેલા છે. વળી નજીકમાં એક વ્યક્તિ ઊભેલી છે, જે જમણા હાથ ઊંચો કરીને કોઈને બે લાવીને મહાવીરના આ પ્રરાક અને પ્રસંગ બતાવતી હોય એમ લાગે છે.
આ પ્રસંગની સાથે સરખાવે કૃષ્ણની બાળક્રીડાને એક પ્રસંગ.
(1) કૃષ્ણ જયારે બીજા ગેપ બાળકૅ સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કંસે મારવા મોકલેલો અઘ નામનો અસુર એક યોજન જેટલું સરૂપ ધારણ કરી માર્ગ વચ્ચે પડયો અને કૃષ્ણ સુદ્ધાં બધાં બાળકને ગળી ગયે, આ જોઈ કૃષ્ણ એ સર્ષના ગળાને એવી રીતે ફુધી નાખ્યું કે જેથી તે સર્ષ અઘાસુરનું મસ્તક ફાટી શ્વાસ નીકળી ગયે અને તે મરી ગયો. તેના મુખમાંથી બાળકે બધા સંકુશળ બહાર આવ્યા. --ભાગવત દશમસ્કંધ, અ, ૧૨, લે. ૧૨-૩૫, પૃ. ૮૮.
(૨) એકબીજાને અરસપરસ ઘેડા બનાવી જ્યારે ગેપ બાળકો સાથે કૃષ્ણ અને બળભદ્ર રમતા હતા, તે વખતે કેસે મોકલેલે પ્રલમ્બ નામનો અસુર તે રમતમાં દાખલ થયો. તે કૃષ્ણ અને બળભદ્રને ઊપાડી જવા ઈચ્છતો હતો. એણે બળભદ્રને ઘેરે બની તેમને દૂર લઈ જઈ, એક પ્રચંડ અને ભયાનક રૂપે પ્રગટ કર્યું. બળાભ છેવટે ન ડરતાં સખત મુરિટપ્રહારથી એ વિકરાળ અસુરને લેહી વમત કરી ડાર કર્યો અને તે બધા સંકુશળ પાછા ફર્યા.
----ભાગવત દશમકલ્પ, અ. ૨૦, . ૧૮-૩૦. આ પછી ચિત્રના અનુસંધાને અનુક્રમે નિશાલ ગણુણને નીચે પ્રસંગ જેવાને છે. પ્રભુ જ્યારે આઠ વર્ષથી કંઈક અધિક ઉમ્મરના થયા ત્યારે, પ્રભુ જન્મથી જ ત્રણ જ્ઞાન સહિત જન્મેલા હોવા છતાં, પરમ હષિત થએલાં માતાપિતા, સામાન્ય પુત્રની પેઠે તેઓને નિશાળે ભણવા મોકલવા તૈયાર થયાં. શુભ મુહૂર્ત અને શુભ લગ્ન પ્રભુને નિશાળે બેસાડવાની મહેસવપૂર્વક ભેટી તૈયારી કરી. સગાં-સંબંધીઓને, હાથી, ઘોડા વગેરે વાહનથી, હાર, મુગટ, કંડલ, બાજુબંધ, કંકણ વગેરે આભૂષણેથી અને પંચવર્ષીય રેશમી વસ્ત્રોથી આદરપૂર્વક સત્કાર કર્યો. ભણાવનાર પંડિતને માટે મહામૂલ્યવાળાં ઘરેણાં, વિવિધ પ્રકારનાં રને અને શ્રીફળ વગેરે ઉત્તમ વરતઓ તયાર કરવામાં આવી. નિશાળના વિદ્યાર્થીઓને વહેંચવા માટે સેપારી, સાકર, બદામ, દ્રાક્ષ, ચારોળી, મીઠાઈ અને વિવિધ પ્રકારનાં વસ્ત્રો મંગાવ્યાં. સુવર્ણ, રતન અને રૂપાથી જડેલાં પાટી-ખડિ-લેખન વગેરે ઉપકરણે તૈયાર કર્યો. દેવી સરસ્વતીની મૂતિના પૂજન માટે કિંમતી રત્નો અને મોતીઓથી જડેલું સુવર્ણનું મનોહર આભૂષણ તૈયાર કરાવ્યું. કુલની વૃદ્ધ સ્ત્રીઓએ પ્રભુને પવિત્ર જળ વડે સ્નાન કરાવી, ચંદન કપૂર વગેરે સુગંધી દ્રવ્યથી વિલેપન કર્યું. ત્યાર પછી ઉત્તમ વસ્ત્રો, દિવ્ય આભૂષણો અને પુષ્પમાળા વડે અલંકત થએલા પ્રભુને સુવણની સાંકળથી શેભી રહેલા ઉત્તમ હાથી ઉપર બેસાડવા. સેવકે એ પ્રભુના મસ્તક ઉપર ૨મણીય છત્ર ધારણ કર્યું. ચંદ્રનાં કિરણો જેવાં સફેદ રામ વીંઝાવા લાગ્યાં, ગવૈયાઓ ગાન ગાવા લાગ્યા, વાજિત્રો
"Aho Shrut Gyanam