SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ પ્રભુને વ્યાશી દિવસ વીતી ગયા. રાશીમા દિવસે, ગ્રીષ્મ કાળના પહેલા મહિનાના પહેલા પખવાડિયામાં, ચૈત્ર માસના અંધારિયા પખવાડિયામાં, ચોથના દિવસે, પ્રભાત સમયે, પહેલા પહોરે, ઘાતકી વૃક્ષની નીચે, નિર્જળ છઠ્ઠ તપ વડે યુક્ત, વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં, શકલ ધ્યાનના ચાર ભેદોમાંથી પ્રથમના બે ભેદોમાં વર્તતા, શ્રી પાર્શ્વનાથ પ્રભુને, અનુપમ એવું પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. સમવસરણના વર્ણન માટે જુઓ ચિત્ર ૧૬નું વર્ણન. આ ચિત્રની મધ્યમાં મસ્તક ઉપર નાગરાજની સાત ફણા સહિત પાસનસ્થની બેઠક સપલંછનવાળાં આભૂષણ સહિત પ્રભુ શ્રી પાર્શ્વનાથ બેઠેલા છે. પ્રભુની બંને બાજુ એકેક ચામર ધરનાર ઊભેલો છે. ગઢની ચારે બાજુ દરવાજાઓની જગ્યાએ એકેક પૂર્ણ કલશની આકૃતિ ચીતરેલી છે. ચિત્રના ચારે ખૂણામાં એ કેક વાવ અને પરસ્પર વિરવૃત્તિવાળાં પશુઓની રજૂઆત ચિત્રકારે કરેલી છે. ઠેઠ ઉપર હંસની સુંદર લાઈન છે. ચિત્રનું સંયોજનવિધાન પ્રમાણપત છે. Plate XL ચિત્ર ૧૫ શ્રી નેમિનાથજી. પાટણ ૩ની પ્રતના પાના ૪૫ ઉપરથી. શ્રી નેમિનાથ પ્રભુ વર્ષાકાલના ચોથા માસમાં, વર્ષાકાલના સાતમા પખવાડિયામાં–કાતિક માસના અંધારિયા , પખવાડિયાની બારશના દિવસે ગુજરાતી આ વદિ બારશ), મધ્યરાત્રિએ, ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાને યોગ પ્રાપ્ત થતાં, બત્રીશ સાગરોપમની સ્થિતિવાળા, અપરાજિત નામના મહાવિમાનથી વીને, આ જંબુદ્વિપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં શૌર્યપુર નામના નગરમાં, સમુદ્રવિજય નામના રાજાની શિવાદેવી નામની રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨નું આને મળતા જ પ્રસંગનું વર્ણન. ચિત્ર ૧૫૭: શ્રી નેમિનાથજીનું સમવસરણ. પાટણ ૩ની પ્રતના પાના ૪૬ ઉપરથી. સમવસરણના વર્ણન માટે જુઓ ચિત્ર ૧૬નું વર્ણન. ચિત્રની મધ્યમાં શંખના લંછનવાળા શ્રી નેમિનાથજી પ્રભુ પદ્માસનની બેઠકે બેઠેલા છે. બાકીનું વર્ણન ચિત્ર ૧૫૫ને મળતું જ છે. - Plate XLI ચિત્ર ૧૫૮: છ ગણધરો. પાટણ ૩ની પ્રતના પાના ૪૮ ઉપરથી. આ ચિત્રમાં અગિયાર ગણધરોને બદલે છ ગણધરો છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૪રનું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ૧૫૯: આઠ તીર્થકરો. પાટણ ૩ની પ્રતના પાના ૪૯ ઉપરથી. ચિત્રમાં બેબેની ચાર હારોમાં કુલ આઠ તીર્થકરોની પદ્માસનસ્થ આભૂષણે સહિતની પ્રતિમાઓ છે. દરેક તીર્થકરની બંને બાજુએ એકેક ચામર ધરનાર ઊભેલે છે. Plate XLII ચિત્ર ૧૬થી ૧૭૨ અને ૧૭૩ થી ૧૮૫ઃ કલ્પસૂત્રનાં સુંદર સુશોભન. હંસ વિ. રની પ્રત ઉપરથી. આ સુશોભનમાં જુદાં જુદાં ફૂલે, ભૌમિતિક ડિઝાઈને, હંસ, મોર વગેરે પક્ષીઓ, હરણ, માછલી, ઘોડો, હાથી, સિંહ વગેરે પ્રાણીઓને પણ ઉપયોગ કરવામાં આવે છે. Plate XLIII ચિત્ર ૧૮૬ઃ શ્રી અષભદેવ પ્રભુ. પાટણ ૩ની પ્રતના પાના ૫૧ ઉપરથી. તે કાળે અને તે સમયે અન કોશલિક શ્રી ઋષભદેવ પ્રભુ, ઉનાળાના ચોથા મહિનામાં, સાતમા પખવાડિયામાં– "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy