________________
પવિત્ર કલ્પસૂત્ર
૩૮
કરતા વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થઈ ને હરિણુંગમેષિઘ્ન દેવ, મસ્તક ઉપર સુંદર છત્ર સહિત ઊભેલે છે. આ ચિત્રનું એકેએક અંગ પ્રમાણેાપેત છે અને પંદરમા સૈકાના ગુજરાતી ચિત્રકારોના ચિત્રના સુંદર નમૂના છે. ઇન્દ્રના પગની નીચેના ભાગમાં તેના વાહન હાથીની સુંદર હાર ચીતરેલી છે.
ચિત્ર ૧૧પઃ સ્વપ્રપાઠકો. પાટણ ૩ની પ્રતના પાના ૨૩ ઉપરથી. સિદ્ધાર્થ રાજાએ સ્વમલક્ષણુ-પાડકાને વંદી, સારા શબ્દોમાં ગુણસ્તુતિ કરી, પુષ્પ વડે પૂજી, કુળ અને વાદિના દાન વડે સત્કાર કરી, વિવેકપૂર્વક ઊભા થઈ તેમનું આદર-સન્માન કર્યું અને પ્રત્યેક સ્વ×પાઠકે પ્રથમથી જ સ્થાપેલા સિ’હાસન ઉપર પેાતપેાતાની બેઠક લીધી. તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિયે હાથમાં ફળ-ફૂલ લઈ અતિ વિનયપૂર્વક સ્વ×પાઢફાને સ્વપનું ફળ પૂછ્યું.
સ્વ×પાકાને આ વાત સાંભળી ઘણા જ સંતુષ અને આનંદ થયા. તેમણે તે સ્વમના અર્થ વિચાર્યા અને પેત પેાતાની અંદર મસલત ચલાવી. પેાતાની બુદ્ધિ વડે બરાબર અર્થ અવધારી પરસ્પર એકબીજાના અભિપ્રાય મેળવી, સંશયાના ખુલાસા કરી, એકમત થઈ, સિદ્ધાર્થ ક્ષત્રિય આગળ ચૌદ મહાસ્વસોનું ફળ કહેવા લાગ્યા.
ચિત્રમાં ચારે સ્વપ્રપાક સુવર્ણના અલગઅલગ સિંહાસન ઉપર બેઠેલા છે અને દરેકે કિંમતી વસ્ત્રાભૂષણે અંગ ઉપર ધારણ કરેલાં છે. ખાસ કરીને દરેકના શરીર પરનાં રેશમી કપડાંની જુદી જુદી જાતની ડિઝાઇના આપણને પંદરમા સૈકાના ગુજરાતી કાપડના નમૂનાઓ પૂરા પાડે છે, આ ચિત્ર પણ સર્વાંગ સુંદર છે.
Plate XXXI
ચિત્ર ૧૧૬: શક્રેન્દ્ર, પાટણ ૩ના પાના ૪ ઉપરથી. તે કાળ અને તે સમયે સૌધર્મેન્દ્ર પેાતાની સુધર્માં સભામાં બેઠેલે છે. તે સૌધર્મેન્દ્ર કેવા છે ? શક્ર નામના સિંહાસન ઉપર એસનારા, દેવાના સ્વામી, શરીર પરની કાંતિ વગેરેથી દેવામાં અધિકાભતા, હાથમાં વાને ધારણ કરનારા, દૈત્યાના નગરાને તાડનારા, શ્રાવકની પાંચમી પિંડમા સે વખત વહન કરનારા અને જેણે પેાતાના કાતિક શેઠના ભવમાં સે। વખત શ્રાવકની ડિમા વહન કરી હતી.
ચિત્રમાં સુવર્ણ ના સાદા સિંહાસન પર ચાર હાથવાળા શક્રેન્દ્ર વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થઇને બેઠેલે છે. તેના ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં વ છે અને નીચેના જમણા હાથમાં ફૂલ છે તથા ડાબા હાથથી કાઇને આજ્ઞા ફરમાવતા હોય તેવી રીતે બેઠેલા છે.
ચિત્ર ૧૧૭ઃ શયનમંદિરમાં દેવાનંદા, પાટણ ૩ના પાના ૧૦ ઉપરથી, શ્રી મહાવીર ભગવાન બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં, કાડાલગોત્રી ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગાત્રી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. તે સમયે મધ્યરાત્રિ હતી અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર ને ચન્દ્રના ચેત્ર પ્રાપ્ત થયા હતા.
ચિત્રમાં શયનગૃહમાં બિછાવેલા સુંદર ડિઝાઈનવાળા પલંગમાં બિછાવેલી સુંદર શય્યામાં દેવાનંદા બ્રાહ્મણી વસ્ત્રાભૂષણેાથી સુસજ્જિત સૂતેલાં દેખાય છે. આ ચિત્ર પંદરમા સૈકાના ગૃહસ્થાના શયનગૃહો કેવી સુંદર રીતે શણગારેલા રહેતા હતા તેનેા સરસ ખ્યાલ આપે છે.
"Aho Shrut Gyanam"