SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કલ્પસૂત્ર 30 નવમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાણીથી ભરેલા કુંભ જોયા. તે કુંભ (કલશ) અતિ ઉત્તમ પ્રકારના સુવણ સમ અતિ નિર્મળ અને દીપ્તિમાન હતા. એમાં સંપૂણૢ જલ ભરેલું હોવાથી તે કલ્યાણને સૂચવતા હતા. પૂર્ણકુભ મંગલના દ્યોતક છે. ચિત્રમાં સુવર્ણકલશને ગળામાં રત્નજડત કડા તથા હાર પહેરાવેલા છે. બંને માજીના છેડા ઉપર ઉડતું રંગીન રેશમી કપડું પણ ચિત્રની શૈાભામાં વૃદ્ધિ કરી રહ્યું છે. ઉપરના ભાગમાં જ્ઞાન અને દર્શનની દ્યોતક બે આંખા ચીતરેલી છે અને ઠેઠ ઉપરના ભાગમાં કલ્પવૃક્ષના પાંદડાંએની ડાળીએ સુંદર રીતે ફલ સહિત ગેાઠવેલી છે અને તે પાંદડાંવાળી ડાળીઓની બંને બાજુ ઉપરના ભાગમાં એકેક પોપટ પણ ચીતરેલા છે. ચિત્રકારની ચિત્રનિરૂપણ લિ કલાત્મક છે. ચિત્ર ૮૧ઃ સૌધર્મેન્દ્ર. પાટણ રના પાના ૭ ઉપરથી. ચિત્ર ૬વાળું જ ચિત્ર. ચિત્રમાં પેાતાના રત્નજડિત વિમાનમાં સૌધર્મેન્દ્ર આકાશમાં ઊડતા કઈ જગ્યાએ જઈ રહ્યો હોય એમ દેખાય છે. ચિત્ર છની માફ્ક આ ચિત્રમાં પણ ઇન્દ્રને એ હાથવાળા જ ચીતરેલે છે. ઇન્દ્રના ઊંચા કરેલા જમણા હાથમાં ફુલ જેવું કાંઈક અને ડાબા હાથમાં સાત પાંખડીવાળું ડાંડી સહિતનું કમલનું ફૂલ છે. સાત પાંખડીવાળું કમલનું ફૂલ કામદેવનું પણ દ્યોતક છે. સૌધર્મેન્દ્રના શરીરના વર્ણ તપાવેલા સુવર્ણ જેવા પીળા છે. વસ્ત્રાભૂષણ ચિત્ર ૭૯ને આબેહૂબ મળતા છે. વિમાનની ઉપર ઊડતી એ ધજાઓ પણ આધેલી છે. વિમાનની બહારના ભાગમાં બંને બાજુએ એકેક ચામર ધરનારી સ્ત્રી પરિચારિકા પણ છે. સૌધર્મેન્દ્રનું વિમાન સહિતનું આ પ્રમાણેના સ્વરૂપવાળું ચિત્ર આ પ્રત સિવાયની બીજી કોઈપણ કલ્પસૂત્રની સચિત્ર પ્રતમાં મારા જોવામાં આવ્યું નથી. આ ચારે ચિત્રા, તાડપત્ર ઉપરની હસ્તપ્રતાની કાગળની પ્રતા ઉપર નકલા થવી શરૂ થઈ તેની શરૂઆતના સમયના હોય એમ ચિત્રામાં વપરાએલા તાડપત્રીય પ્રતાના ચિત્રાના રંગો તથા તાડપત્રને મલતી જ સાઈઝના પ્રતના પાના વગેરે જોતાં લાગે છે. Plate XXI ચિત્ર ૮૨ઃ ગર્ભસક્રમણ, જીરાની પ્રતના પાના ૧૭ ઉપરથી. પછી ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં, સિદ્ધાર્થ ક્ષત્રિયને ઘેર જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી સૂતાં છે ત્યાં આવી, તેમના ખા પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી, ત્રિશલા માતાના શરીરમાંથી અપવિત્ર પુદ્ગલે દૂર કરી, પવિત્ર પુદ્ગલે સ્થાપી, પ્રભુને બિલકુલ હરકત ન આવે તેવી રીતે સુખપૂર્વક, પાતાના દિવ્ય પ્રભાવ વડે ત્રિશલા ક્ષત્રિયાણીના કુક્ષિમાં સંક્રમાવ્યા. ચિત્રમાં ત્રિશલા ક્ષત્રિયાણી રત્નજડિત પલંગ ઉપર જાગૃત અવસ્થામાં સૂતેલાં છે અને તેમના પગ અગાડી એ હાથમાં ભગવાન મહાવીરના ગર્ભને પકડી રાખીને હિરણ્ગમેષન્ ઊભે છે. આ ચિત્રમાં શયનગૃહની સજાવટ ખાસ જોવા લાયક છે. ચિત્ર ૮૩: ત્રિશલાનાં ચૌદ સ્વપ્ત. જીરાની પ્રતના પાના ૧૯ઉપરથી. જે સમયે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પ્રભુ મહાવીરના ગર્ભનું સંક્રમણ થયું તે સમયે-મધ્યરાત્રિએ તે પેાતાની અવર્ણનીય શય્યામાં અપનિદ્રા કરતી હતી, એટલામાં તે મહાપુરુષનાં અવતરણને સુચવનારાં ચૌદ મહાસ્વપ્ન જોઈ જાગી ઉઠી. એ ચૌદ મહાસ્વપ્ના આ પ્રમાણે છેઃ—(૧) હાથી, (૨) વૃષભ, "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy