________________
પ્રકાશકીય
સુગ્રહિત નામધેય પ.પૂ. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમવિજયહેમચંદ્રસૂરીશ્વરજી રચિત * શ્રીઝિસ્કૃષ્ઠશલાકાપુરુ કર્યારેd” મહાકાવ્ય ગ્રંથના દશ પવન છ ભાગમાં પ્રકાશિત કરી સંઘના ચરણે ધરતા ટ્રસ્ટ અત્યંત આનંદની અનુભૂતિ કરે છે. આ કાવ્યગ્રંથમાં ૨૪ તીર્થકર ભગવંતો, ૧૨ ચક્રવતી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ આમ કુલ ૬૩ શલાકાપુરુષના જીવન ચરિત્રને અતિ અદભૂત શૈલીમાં આલેખવામાં આવેલ છે.
શલાકાપુરુષ એટલે વિશ્વના શ્રેષ્ઠ મહાપુરુષો...
આ પૂર્વે પણ ટ્રસ્ટ દ્વારા પર્વ ૨-૩-૪-૫-૬ પ્રકાશિત કરવામાં આવેલ છે. પરંતુ આ ગ્રંથની જેન સંઘમાં અતિ જરૂરિયાત હોઈ દશે દશ પવન સેટ સ્વરૂપે પુનઃ પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. દશે દશ પર્વનું નવું કંપોઝ કરવામાં આવેલ છે. સુંદર-ટકાઉ અને કિંમતી કાગળ ઉપર તેનું મુદ્રણ કરવામાં આવેલ છે. જેથી વર્ષો સુધી તેની જીવંતતા બની રહે. |
નવું કંપોઝ કરી આ ગ્રંથનું પતુઃ પ્રકાશિત કરવાનું કામ ઘણું જ કપરું હતું, પરંતુ પૂ. આચાર્ય ભગવંતશ્રીના શિષ્યો મુનિશ્રી રતનબોધિવિજયજી, મુનિશ્રી સૌમ્યરત્નવિજયજી તથા મુનિ શ્રી જિનપ્રેમવિજયજીની ચીવટપૂર્વકની મહેનતથી આ કાર્ય સરળ બન્યું છે. મુનિરાજ શ્રી પદ્મબોધિવિજયજી અને મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી પણ કેટલાક પર્વોના પ્રુફો તપાસવામાં સહાયક બન્યાં છે. | ‘એમ. બાબુલાલ પ્રિન્ટરી’ નાં માલિક શ્રી કૌતિભાઈએ પણ પ્રિન્ટીંગ કાર્યમાં સખત જહેમત ઉઠાવી છે. ભવિતવ્યતાવશ અધવચ્ચે જ તેઓ દિવંગત થયા. બાકીનું કાર્ય શ્રી શ્રેણિકભાઈ તથા શ્રી ધવલભાઈએ સાંગોપાંગ પાર પાડ્યું. તેઓ પણ ધન્યવાદને પાત્ર છે.
| દરેક ભાગમાં ગ્રંથમાં આવતા બોધદાયક બધા સુભાષિતોનો સંગ્રહ પણ મુનિઓએ કર્યો છે જે વાચકવનિ ઘણો જ ઉપયોગી થશે. આ કાવ્યના પઠન-પાઠન દ્વારા સૌ કોઈ સમ્યજ્ઞાનસંપન્ન બને, પરમાત્મભક્તિસંપન્ન બને, વૈરાગ્યસંપન્ન બને અને આત્મશુદ્ધિા કરી ‘મોક્ષ’ પ્રાપ્ત કરનારા બને. શ્રુતભક્તિનો વિશેષ લાભ મળ્યા કરે એ જ શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને પુનઃ પુનઃ પ્રાર્થના...
લિ. ચંદ્રકુમારભાઈ જરીવાલા, લલીતભાઈ કોઠારી, પુંડરીકભાઈ એ. શાહ