________________
I/રૂ II
દશ પર્વથી અલંકૃત “ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર મહાકાવ્ય” સર્જન કરીને તો આ હેમચંદ્રાચાર્યે ખરેખર કમાલ કરી છે. | ઉક્ત તમામ વિષયોને અને ભાવોને જાણે આ એક કાવ્યમાં સમન્વિત ન કર્યા હોય !..!..!
પદલાલિત્ય!...શું અદ્ભુત છંદરચના !કેવી રોચક સૂક્તિઓ !કેવી ભાવવાહી પ્રભુ સ્તુતિઓ ! કેવા મોહક કથારસના ખળખળ વહેતા રસઝરણાં ! કોના વખાણ કરવા ? કોને ચઢિયાતા કહેવા ? બધુ જ રોચક-મોહક અને અદ્ભુત રસસભર....
આ મહાકાવ્યના વાંચનથી મહાપુરૂષોના જીવન કવનનો બોધ તો થાય જ, સાથે જીવન જીવવાની કળા આત્મસાત્ થાય અને વૈરાગ્યરસની પુષ્ટિ પણ થાય.
‘સિદ્ધરાજની વિનંતિથી જેમ “સિદ્ધહેમ વ્યાકરણની રચના હેમચંદ્રસૂરિજીએ કરી, તેમ વીતરાગ સ્તોત્ર-યોગશાસ્ત્ર અને ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર જેવા ગ્રંથરત્નોના સર્જન મારા (જેવાના બોધ) માટે કર્યું છે, એવી કુમારપાળની વાચાને આચાર્યશ્રી સ્વયં ત્રિ.શ.પુ.માં શબ્દસ્થ કરે છે.
पूर्व पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याञ्चया सांगं व्याकरणं सुवृत्ति-सुगम चक्रुर्भवन्तः पुराः । मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च व्याश्रय
छंदोऽलकृतिनामसंग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि ॥ लोकोपकारकरणे स्वयमेव यूयं, सज्जा स्थ यद्यपि तथाऽप्यहमर्थयेऽदः ।
मादृग्जनस्य प्रतिबोधकृते शलाका-पुंसां प्रकाशयत वृत्तमपि त्रिषष्टेः ।। આચાર્યશ્રીના મુખમાંથી સરસ્વતીને પ્રવાહ ખળખળ વહેતો, આઠ/દશ લહિયાઓ એક સાથે બેસી તેને ક્રમશઃ ઝીલતા-આલેખતા, તેઓ પરસ્પર એવી સમજૂતી કે કળાથી ગ્રંથ આલેખતા કે આખો ગ્રંથ સહજ સુંદર રીતે સંકલિત થઈ જતો.
અનેક ગ્રંથોના નૂતન સર્જન-પઠન-પાઠન, પ્રતિલિપિકરણ, જ્ઞાન પ્રચાર-પ્રસાર વિ. જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતને અને ખાસ કરીને ગુજરાતની રાજધાની પાટણને વિદ્યાનું ધામ બનાવ્યું.
II3II