________________
I૪
કયો વિષય તેમના માટે વણખેડયો હતો ? એ એક સવાલ છે. શબ્દાનુશાસન-લિંગાનુશાસન-કાવ્યાનુશાસન-છંદોનુશાસન અને વાદાનુશાસન આ પાંચ અનુશાસનોનું સર્જન વિશ્વના બેજોડ સર્જન કહી શકાય.
શબ્દાનુશાસન-લિંગાનુશાસન, ધાતુ પારાયણ, ઉણાદિગણપાઠ, લઘુવૃત્તિ, બૃહદ્રવૃત્તિ, બૃહન્યાસ વિ.ના સર્જન કરી શબ્દશાસ્ત્રને સમૃદ્ધ કર્યું.
અભિધાનચિંતામણિ, દેશીનામમાલા, અનેકાર્થ સંગ્રહ, નિઘંટુ શેષ આ ચાર મહાકોષો વિ.ના સર્જન કરી શબ્દાર્થશાસ્ત્રની ગરિમા વધારી છે. - કાવ્યાનુશાસન અને છંદોનુશાસનની રચના કરી છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, અપભ્રંશ સાહિત્યના ખજાનાને તરબતર કરી દીધું. કવિઓ અને સાહિત્યકારો માટે આ ગ્રંથો તો જાણે પ્રાણ કરતાં ય મૂલ્યવાન બની ગયા.
બે આશ્રયવાળા યાશ્રય જેવા મહાકાવ્યની રચના તો એવી અભૂત રીતે કરી છે કે જેમાં સમસ્ત શબ્દાનુશાસન, સિદ્ધરાજનો દિગ્વિજય ચૌલુકયવંશનો અમર ઈતિહાસ, પાટણની પ્રશસ્તિ અને ગુજરાતની ગૌરવગાથા મૂળરાજથી માંડીને કુમારપાળ સુધીનો ગુજરાતનો ઈતિહાસ વિ. બધુ એક સાથે વણાઈ જાય અને કાવ્યની દેદિપ્યમાનતા સોળે કળાએ ખીલી ઉઠે.
પ્રમાણમીમાંસા જેવા ગ્રંથો સર્જી ન્યાયનું સતલ ઊંડાણ ખેડ્યું, તો અન્યયોગવ્યવચ્છેદ-અયોગવ્યવચ્છેદ અને વીતરાગસ્તોત્ર જેવા ગ્રંથોના નિર્માણ કરી ન્યાયની કઠણ શૈલીમાં પરમાત્મભક્તિના ભાવોને ગુંથી લીધા, ન્યાયની કર્કશ શૈલી અને ભક્તિના ભાવોને કયાં તાલમેળ મળે? પણ આ જ તો તેમની ભક્તિ અને વિદ્વત્તાપૂર્ણ સર્જનકળાનો કસબ હતો.
આ થઈ તેમના સાહિત્યસર્જનની વાત...
શ્રી કલિકાલસર્વજ્ઞએ લાખોમાં એક કહી શકાય એવા ગુર્જરેશ્વર કુમારપાળ જેવા શ્રાવકરત્નનું સર્જન-ઘડતર કર્યું. અઢાર દેશમાં અભયદાનની ઉદ્ઘોષણા કરી, રાજ્યમાંથી સાત વ્યસનોને તિલાંજલી અપાવી. અપુત્રીઓનું ધન રાજગ્રાહ્ય બનતું અટકાવ્યું. ત્રિભુવન વિહાર-કુમારવિહાર જેવા ૧૪૪૪ ગગનચુંબી જિનચૈત્યોથી પૃથ્વીને મઢી દીધી. નિર્દોષ પશુઓના નિર્મમ બલી ચઢાવવાની પ્રથા જાનના જોખમે બંધ કરાવી, લગભગ ૨૧ જેવા વિરાટ જ્ઞાનભંડારોના નિર્માણ કર્યા, સમ્યકત્વ
I૪]