________________
-
-
શ્રતભક્તિનો મહાયજ્ઞ આરંભાયો છે. જીર્ણ-શીર્ણ થયેલા લગભગ ૨૭પથી અધિક ગ્રંથોના જીર્ણોદ્ધાર થયા છે. અને ભારતભરના જ્ઞાનભંડારોમાં આ તમામ ગ્રંથો ભેટસ્વરૂપે મોકલાયા છે.
ત્રિષષ્ટિનાં દશ દશ પર્વના પ્રકાશનની ઘણી જ આવશ્યકતા હતી જે આજે પરિપૂર્ણ થઈ રહી છે. તે જૈન સંઘ માટે અતિ આનંદનો વિષય છે.
આવા વિરાટ પ્રકાશનકાર્ય માટે ઘણું મોટું યોગદાન જરૂરી હોય છે. પ.પૂ. મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મ.સા. પ.પૂ. મુનિરાજશ્રી સૌમ્યરત્નવિજયજી મ.સા. પ.પૂ. મુનિરાજશ્રી જિનપ્રેમવિજયજી મ.સા.
આદિ મહાત્માઓએ સખત પરિશ્રમ લઈ પ્રસ્તુત પ્રકાશનને સાકાર કર્યું છે. મહાત્માઓની આ શ્રુતભક્તિ ખરેખર અનુમોદનીય છે.
પ્રાંતે એક જ કામના કે... પ્રસ્તુત કાવ્યરચનાના પઠન-પાઠનમાંથી સૌ કોઈ વૈરાગ્યભાવથી ભાવિત બનો, પ્રભુભક્તિમાં લીન બનો... રાગદ્વેષથી મુક્ત બની, શીધ્ર મુક્તિગામી બનો... એજ
*
*
*
*
*
લિ.
*
*
IST
પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.ના
વિનેય પંન્યાસ કલ્યાણબોધિવિજયજી ગણિ સં. ૨૦૫૯ ભાદરવા વદ ૪ તા. ૧૪-૯-૦૩ વડોદરા
(૧૦૦મી ઓળી પારણા દિન)
*
*