________________
गुरुहृदयेऽप्राप्तस्थानस्य जीवितजन्मदीक्षा निष्फलाः ।
३७१ प्रवृत्ती: करोति । यदि स स्वेच्छयाऽन्याः प्रवृत्ती: करोति न च गुरुहृदये वसति तर्हि तस्य सर्वाः प्रवृत्तयो निरर्थिका ज्ञेयाः । एवं गुरुहृदयवासं विना तस्य संयमजीवनं નિતં મવતિ |
तस्य जन्माऽपि निष्फलमेव । अत्र जन्मशब्देन नरभवो ग्राह्यः । नरभवे एव धर्मस्य सम्पूर्णाऽऽराधना भवति । नरभवे एव संयमं प्राप्य क्षपकश्रेणिमारुह्य जीवः सिध्यति । अन्यास तिसष गतिष सम्पूर्णधर्माराधना न भवति । न च ततः कश्चित्सिध्यति । अतो नरभवं प्राप्य सिद्धिसाधनैव कर्त्तव्या, सिद्धिसाधनाया मूलं गुरुहृदयवासः । यदि गुरुहृदये वासो न लब्धस्तहि सिद्धिर्न भवति । ततश्चानन्तकालात्प्राप्तो दर्लभोऽपि नरभवो निष्फलो भवति । ___दीक्षाऽवसरे मुमुक्षुः सर्वसांसारिकसम्बन्धाँस्त्यजति । स जननी-जनक-स्वजन-गृहधनादिकं सर्वं त्यजति । अयं त्यागो न सुकरः । कश्चिद्विरल एव तं कर्तुं शक्नोति । दीक्षानन्तरं तेन स्वमनस्त्यक्त्वा गुरुहृदयवासार्थं प्रयतनीयम् । यदि शिष्यः स्वमनस्त्यक्तुं न शक्नोति तर्हि गुरुहृदयवासं नाप्नोति । यदि गुरुहृदयवासो न प्राप्तस्तर्हि तत्कृतदुष्करतमत्यागोऽपि निरर्थको भवति । एवं तस्य दीक्षाऽपि मोघीभवति ।
હોય. તેની માટે જ તે બાકીની બધી પ્રવૃત્તિ કરે. જો તે સ્વેચ્છાથી બીજી પ્રવૃત્તિઓ કરે અને ગુરુના હૃદયમાં ન વસે તો તેની બધી પ્રવૃત્તિઓ નકામી થાય છે. આમ ગુરુના હૃદયમાં વસ્યા વિના તેનું સંયમજીવન નકામું જાય છે.
તેનો જન્મ પણ નકામો જ છે. અહીં જન્મ એટલે મનુષ્યભવ. મનુષ્યભવમાં જ ધર્મની સંપૂર્ણ આરાધના થાય છે. મનુષ્યભવમાં જ સંયમ પામી ક્ષપકશ્રેણી માંડી જીવ સિદ્ધ થાય છે. બાકીની ત્રણ ગતિઓમાં ધર્મની સંપૂર્ણ આરાધના નથી. તે ગતિઓમાંથી કોઈ મોક્ષે જતું નથી. માટે મનુષ્યભવ પામીને મોક્ષની સાધના જ કરવી જોઈએ. મોક્ષની સાધનાનું મૂળ ગુરુના હૃદયમાં વાસ છે. જો ગુરુના હૃદયમાં વાસ ન મળે તો મોક્ષ ન થાય. તેથી અનંતકાળે મળેલો દુર્લભ પણ મનુષ્યભવ નકામો જાય.
દીક્ષા વખતે મુમુક્ષુ બધા સાંસારિકસંબંધોને ત્યજે છે. તે માતા-પિતા-સ્વજનો-ઘરધન વગેરે બધું છોડે છે. આ બધું છોડવું સહેલું નથી. કોઈ વિરલ જીવ જ તે છોડી શકે છે. દીક્ષા પછી તેણે પોતાના મનનો ત્યાગ કરી ગુરુના હૃદયમાં વસવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો શિષ્ય પોતાના મનને ન છોડી શકે તો તેને ગુરુના હૃદયમાં વાસ ન મળે. જો તેને ગુરુના હૃદયમાં વાસ ન મળે તો તેણે કરેલો અતિ મુશ્કેલ એવો સંસારનો ત્યાગ પણ નકામો જાય છે. આમ તેની દીક્ષા પણ નકામી જાય છે.