SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ३२२ कालानुसारिगुरवोऽप्युत्कृष्टां निर्जरां कुर्वन्ति । कालानुसारिणो गुरवः सन्ति ते गोतमस्वामिवत्सेव्याः । अयमत्र भावार्थः - पूर्वं चतुर्थारके गुरवो दृढसंहनना आसन्, मेधाऽपि तेषां तीव्राऽऽसीत् । तदा शरीरिकाऽऽध्यात्मिकभौतिकसंयोगा अपि संयमानुकूला आसन् । ततस्ते निरतिचारचारित्रिण आसन् । ते सर्वं शास्त्रोक्तविध्यनुसारेणैवाऽकुर्वन् । अधुना तु पञ्चमारके गुरवस्तादृशा न सन्ति । तेषां बलबुद्ध्यादिकं हीनतरमस्ति । सम्प्रति सर्वे संयोगा अपि संयमप्रतिकूलाः सन्ति । ततः सम्प्रति संयमपालनमतीव दुष्करमस्ति । तथापि ये वर्तमानकालशक्यं सर्वमनुष्ठानं यथाविधि समाचरन्त्यशक्यानुष्ठानानाञ्च पक्षपातं हृदये धारयन्ति ते समयानुसारिणो गुरव उच्यन्ते । ते स्वकालशक्यामुत्कृष्टां साधनां कुर्वन्ति । तेषां हृदये तूत्कृष्टतमसाधनाकरणभाव एवास्ति केवलं संयोगानां प्रातिकूल्यं तत्र विघ्नं करोति । यदि संयोगानामानुकूल्यमभविष्यत्तर्हि तेऽवश्यमुत्कृष्टतमां साधनामकरिष्यन् । ततो बाह्यक्रियाऽभावेऽपि हृदयगतभावेन त उत्कृष्टतमां निर्जरां कुर्वन्ति । अतः कालानुसारिणो गुरवोऽपि शोभना एव, न तु हीनाः । अतस्तेऽपि गौतमस्वामीव सेव्याः । ततो फलमपि तादृशमेव लभ्यते । अयं वाक्यार्थः पूर्वश्लोकोक्तगुर्वपलापकारिणामुत्तररूपोऽपि ज्ञेयः । एवं गुरोर्गौतमस्वामितुल्यसेवनमुपदिश्य पुनरपि विशेषोपदेशं ददाति । કાળને અનુસરનારા હોય તે ગૌતમસ્વામીની જેમ સેવવા. આનો ભાવાર્થ આવો છે - પૂર્વે ચોથા આરાના ગુરુઓ મજબૂત સંઘયણવાળા હતા. તેમની બુદ્ધિ તીવ્ર હતી. ત્યારે શારીરિક, આધ્યાત્મિક, ભૌતિક સંયોગો પણ સંયમને અનુકૂળ હતા. તેથી તેઓ અતિચાર રહિત ચારિત્ર પાળતા હતા. તેઓ શાસ્ત્રમાં કહેલ વિધિ અનુસારે જ બધુ કરતા હતા. હાલ તો પાંચમા આરામાં તેવા ગુરુ નથી. તેમના બળ બુદ્ધિ વગેરે ઉતરતા હોય છે. હાલ બધા સંયોગો પણ સંયમને પ્રતિકૂળ છે. તેથી હાલ સંયમ પાળવું ખૂબ જ મુશ્કેલ છે. છતાં હાલ જેઓ બધું શક્ય અનુષ્ઠાન વિધિમુજબ કરે છે અને અશક્ય અનુષ્ઠાનોનો પક્ષપાત હૃદયમાં ધારે છે તેઓ સમયને અનુસરનારા ગુરુ કહેવાય છે. તેઓ પોતાના કાળમાં શક્ય એવી ઉત્કૃષ્ટ સાધના કરે છે. તેમના હૃદયમાં તો ઊંચામાં ઊંચી સાધના કરવાનો જ ભાવ હોય છે માત્ર સંયોગોની પ્રતિકૂળતા તેમાં વિઘ્ન કરે છે. જો સંયોગો અનુકુળ હોત તો તેઓ અવશ્ય ઊંચામાં ઊંચી સાધના કરત. તેથી બાહ્ય ક્રિયા વિના પણ હૃદયમાં રહેલા ઊંચામાં ઊંચા ભાવથી તેઓ ઊંચામાં ઊંચી કર્મ નિર્જરા કરે છે. માટે સમયને અનુસરનારા ગુરુઓ પણ સારા જ છે, ઉતરતા નથી. માટે તેમની પણ ગૌતમસ્વામીની જેમ સેવા કરવી. તેથી ફળ પણ તેવું જ મળે. આ વાક્યર્થ પૂર્વેના શ્લોકમાં કહેલા ગુરુનો અપલાપ કરનારાઓને માટે જવાબરૂપ પણ જાણવો. આમ ગુરુને ગૌતમસ્વામીની જેમ સેવવા? એવો ઉપદેશ આપી ફરી વિશેષ ઉપદેશ આપે છે.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy