________________
गुरुबहुमानयुक्तमनउद्याने एव शुभभावपुष्पाणि प्रादुर्भवन्ति ।
२९१ घटो निर्मीयते । रुक्षमृदा घटो निर्मातुं न शक्यते । एवं यदि गुरुर्गुणवान् भवेत्तर्हि मम हृदये तद्विषयको बहुमानो भवेत् । दोषशतसमाकुले तु गुरौ कथं बहुमानो भवेत् ? अतो मम मनो यद्गुरौ खिद्यते न च बहुमानं धारयति, तत्र मम कोऽपि दोषो नास्ति । अहं तु परिस्थित्यनुसारेण वर्ते । यद्यहमेवं न करोमि तर्हि किं मया करणीयम् ?'
एवं कुविकल्पजालबद्धं शिष्यं ग्रन्थकारो निवारयति - 'भो शिष्य ! कुविकल्पैर्मा स्वीयमनः कलुषीकुरु । यत एवंकरणेन तवैव हानिर्भविष्यति । शुभतत्त्वानां वासः शुभस्थले एव भवति । अपवित्रस्थाने ते वासं न कुर्वन्ति, त्वयाऽशुभचिन्तनैः स्वमनो मलीमसं कतम । ततस्तव मनसि परमात्मनो वासो न भविष्यति । नाऽपि तव चेतसि शुभचिन्तनानि स्फुरिष्यन्ति । शुभभावा अपि तव चित्ते न प्रादुर्भविष्यन्ति । कुसुमान्युद्याने एवोत्पद्यन्ते । सुगन्धोऽप्यद्याने एव प्रसरति । जनोऽप्यद्याने एव क्रीडति उद्यानमेव चाऽभिलषति । अवकरे पुष्पाणि न जायन्ते । अवकरो दुर्गन्धी भवति । तं न कोऽप्यभिलषति । तत्समीपाद् गमनेऽपि सर्वे हस्तेन नासिकां पिदधति, दृशा च तं न निभालयन्ति । त्वं स्वीयं मन उद्यानसदृशं कर्तुमिच्छस्यवकरतुल्यं वा ? त्वया गुरुविषयकाऽशुभचिन्तनैः स्वमनोऽवकरसमं कृतम् । अतस्तत्सर्वैर्जुगुप्सिष्यते । तत्र
બને છે, સુકી માટીથી નહીં. એમ જો ગુરુ ગુણવાન હોય તો મારા હૃદયમાં તેમની ઉપર બહુમાન થાય. પણ સેંકડો દોષોવાળા ગુરુ ઉપર મને શી રીતે બહુમાન થાય? માટે મારા મનમાં જે ગુરુ ઉપર ખેદ થાય છે અને બહુમાન નથી થતું તેમાં મારો કોઈ દોષ નથી. હું તો પરિસ્થિતિને અનુસાર વર્તુ છું. જો હું આમ ન કરું તો શું કરું ?”
આમ ખરાબ વિચારોની જાળમાં સપડાયેલા શિષ્યને ગ્રંથકાર અટકાવે છે - “અરે શિષ્ય ! કુવિકલ્પોથી તારા મનને કલુષિત ન કર, કેમકે આમ કરવાથી તને જ નુકસાન થશે. શુભતત્ત્વોનો વાસ સારા સ્થળે જ થાય છે. અપવિત્ર સ્થળે તેઓ વાસ નથી કરતા. તે અશુભ વિચારોથી તારા મનને ઉકરડા જેવું કરી નાખ્યું છે. તેથી તારા મનમાં પરમાત્માનો વાસ નહીં થાય. તારા મનમાં સારા ચિંતનો નહીં ફરે. સારા ભાવો પણ તારા ચિત્તમાં નહીં પ્રગટે. ફૂલો બગીચામાં જ ઉગે છે. સુગંધ પણ બગીચામાં જ પસરે છે. લોકો પણ બગીચામાં જ રમે છે અને બગીચાને જ ઇચ્છે છે. ઉકરડામાં ફૂલો ઉગતા નથી ઉકરડો દુર્ગધવાળો હોય છે. એને કોઈ ઇચ્છતુ નથી. તેની નજીકથી જતા પણ બધા હાથથી નાક ઢાંકે છે, આંખ બંધ કરે છે. તું તારા મનને ઉદ્યાન જેવું કરવા ઇચ્છે છે કે ઉકરડા જેવું ? તે ગુરુ પ્રત્યે ખરાબ વિચારીને તારું મન ઉકરડા જેવું કર્યું છે. તેથી