________________
गुरुदत्तविशेषसन्मानादेः कारणानि ।
२६९ योग्यायोग्यस्वरूपं ज्ञात्वा विविधकारणैर्गुरुः शिष्यान्प्रति सन्मानादिभेदं दर्शयति । तानि च कारणान्येवंविधानि स्युः-१) योग्यशिष्यस्य सन्मानादिदानेनोत्साहो वर्धते । ततश्च सोऽधिकवेगेनाऽऽराधनायां प्रवर्त्तते । एवं तस्य प्रगतिर्भवति । इत्थं शिष्यप्रगतिकारणार्थं गुरुस्तस्मै विशेषसन्मानादि ददाति । २) कदाचिद्गुरुरयोग्यशिष्यायाऽधिकसन्मानादि ददाति । तत्तु तस्याऽऽवर्जनार्थम् । सन्मानदानेनाऽऽवर्जितः शिष्यः सुष्ठ शीघ्रञ्चाऽऽराधनायां नियोज्यते । यथा शर्करामिश्रितं कट्वौषधं सुखेनाऽभ्यवहियते तथा सन्मानादिदानशर्करामिश्रितं गुरुप्रेरणावचनौषधं शिष्यः सुखेन स्वीकरोति । एवं सीदन्तं शिष्यं पुनः स्थिरीकरणार्थं गुरुविशेषसन्मानादि ददाति । ३) कदाचिद्योग्यशिष्याय गुरुः सन्मानादि न दद्यात्, कदाचित्तु तं तिरस्कुर्यादपि । यदि योग्यशिष्याय गुरुविशेषसन्मानादि दद्यात्तीतरसाधवस्तस्योपरीर्थ्यां कुर्युः । तस्य मार्गे विघ्नानि कुर्युः । ततश्च तस्य प्रगतिः स्थगिता भवेत् । अतः शिष्यस्याऽस्खलितप्रगत्यर्थं गुरुस्तस्मै विशेषसन्मानादि न दद्यात् । ४) कदाचिद्गुरुोग्यशिष्यान्प्रेरयेदयोग्यशिष्याश्च सन्मानयेद् । गुरुरयोग्यशिष्यान्न प्रेरयितुं शक्नुयात् । योग्यशिष्यस्य प्रेरणेऽपि तन्मनोगतगुरुबहुमानो न हीयते । ततोऽयोग्यशिष्यणामग्रे
અયોગ્ય સ્વરૂપ જાણીને વિવિધ કારણોસર ગુરુ શિષ્યોને ઓછુ-વધુ સન્માન વગેરે આપે. તે કારણો આવા હોય - ૧) યોગ્ય શિષ્યને વધુ સન્માનાદિ આપવાથી તેનો ઉત્સાહ વધે. તેથી તે અધિક વેગથી આરાધના કરે. આમ તેની પ્રગતિ થાય. આમ શિષ્યને પ્રગતિ કરાવવા ગુરુ તેને વધુ સન્માનાદિ આપે. ૨) ક્યારેક ગુરુ અયોગ્ય શિષ્યને વધુ સન્માનાદિ આપે. તે તેને આકર્ષવા માટે હોય. સન્માનાદિથી આકર્ષાયેલો શિષ્ય જલ્દીથી અને સારી રીતે આરાધનામાં જોડી શકાય છે. જેમ સાકરવાળી કડવી દવા સુખેથી લઈ શકાય છે તેમ સન્માનાદિ આપવારૂપ સાકરથી મિશ્રિત ગુરુવચનરૂપી દવા શિષ્ય સુખેથી સ્વીકારે છે. આમ સીદાતા શિષ્યને ફરી સ્થિર કરવા ગુરુ તેને વિશેષ સન્માનાદિ આપે છે. ૩) ક્યારેક યોગ્ય શિષ્યને ગુરુ સન્માનાદિ ન આપે, ક્યારેક તેનો તિરસ્કાર પણ કરે. જો યોગ્ય શિષ્યને ગુરુ વધુ સન્માનાદિ આપે તો બીજા સાધુઓને તેની ઉપર ઇષ્ય આવે. તેઓ તેના માર્ગમાં વિઘ્ન કરે. તેથી તેની પ્રગતિ અટકી જાય. માટે શિષ્યની અસ્મલિત પ્રગતિ થાય એ માટે ગુરુ તેને વધુ સન્માનાદિ ન આપે. ૪) ક્યારેક ગુરુ યોગ્ય શિષ્યોને ઠપકો આપે અને અયોગ્ય શિષ્યોને પંપાળે. ગુરુ અયોગ્ય શિષ્યોને કહી શકતા ન હોય. યોગ્ય શિષ્યને ઠપકો આપવા છતાં તેના હૃદયમાં રહેલું ગુરુબહુમાન