________________
१८२
भावशून्या क्रिया द्रव्यरूपा । अध्यात्ममार्गे सकलाऽपि क्रिया भावसहितैव प्रशस्यते, भावशून्यायाः केवलक्रियाया द्रव्यक्रियात्वकीर्तनात् । यदुक्तं श्रीअनुयोगद्वारे श्रीआर्यरक्षितसूरिभिः - १से किं तं आगमओ दव्वावस्सयं ? २ जस्स णं आवस्सएत्ति पदं सिक्खितं ठितं जितं मितं परिजितं नामसमं घोससमं अहीणक्खरं अणच्चक्खरं अव्वाइद्धक्खरं अक्खलिअं अमीलिअं अवच्चामेलियं पडिपुण्णं पडिपुण्णघोसं कंठोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं, से णं तत्थ वायणाए पुच्छणाए परिअट्टणाए धम्मकहाए नो अणुप्पेहाए, कम्हा ? 'अणुवओगो दव्व' मितिकट्ठ । (सू. १३)' मलधारिश्रीहमचन्द्रसूरिविरचितपुष्पमालायामप्युक्तम् -
અધ્યાત્મમાર્ગમાં બધી ક્રિયા ભાવપૂર્વકની હોય તો જ વખણાય છે, કેમકે ભાવ વિનાની માત્ર ક્રિયાને દ્રવ્યક્રિયા કહી છે. અનુયોગદ્વારમાં શ્રીઆર્યરક્ષિતસૂરિ મહારાજે કહ્યું છે – “આગમથી દ્રવ્ય આવશ્યક શું છે ? જે આવશ્યક શાસ્ત્રને ભણ્યો હોય, તેને ભૂલી ન ગયો હોય, પરાવર્તન કરતા કે કોઈ પૂછે તો શીઘ્ર યાદ આવે તેવું હોય, શ્લોક વગેરેની સંખ્યા જાણી હોય, ક્રમથી કે ઉત્કમથી જે પરાવર્તન કરી શકતો હોય, પોતાના નામની જેમ યાદ હોય, ઘોષ શીખ્યો હોય, ઓછા અક્ષર વાળું ન હોય, વધુ અક્ષર વાળું ન હોય, ઉંધાચત્તા અક્ષરવાળું ન હોય, સ્કૂલના વિનાનું હોય, અન્ય શાસ્ત્રોના સૂત્રો સાથે ભેગું થયેલું ન હોય, અસ્થાને અટકતો ન હોય, સંપૂર્ણ હોય, ઘોષથી પૂર્ણ હોય, અવ્યક્ત ન હોય, ગુરુએ આપેલી વાચનાથી મળ્યું હોય તેવા આવશ્યક શાસ્ત્રમાં ઉપયોગ વિના વાચના, પૃચ્છના, પરાવર્તન, ધર્મકથાથી વર્તમાન હોય, અનુપ્રેક્ષાથી વર્તમાન ન હોય તે આગમથી દ્રવ્ય આવશ્યક છે, કેમકે અનુપયોગ એ દ્રવ્ય છે.”
માલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે પુષ્પમાળામાં કહ્યું છે – “જો હૃદયમાં શુભ
१. अथ किं तद् आगमतः द्रव्यावश्यकम् ? २ यस्य आवश्यक इति पदं शिक्षितं स्थितं जितं
मितं परिजितं नामसमं घोषसमं अहीनाक्षरं अनत्यक्षरं अव्याविद्धाक्षरं अस्खलितं अमीलितं अव्यत्यानेडितं प्रतिपूर्ण प्रतिपूर्णघोषं कण्ठौष्ठविप्रमुक्तं गुरुवचनोपगतं, सः तत्र वाचनया पृच्छनया परिवर्तनया धर्मकथया नो अनुप्रेक्षया, कस्मात् ? 'अनुपयोगो द्रव्य 'मिति कृत्वा । (सू. १३)